Zúme Training Guidebook

10-Session Course

સત્ર ૧

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 5678

પ્રાર્થના

(5 min)

પ્રાર્થનાથી શરૂઆત કરો. આધ્યાત્મિક સૂઝ અને પરિવર્તન પવિત્ર આત્મા વિના શક્ય નથી. આ સત્રમાં તમને માર્ગદર્શન આપવા માટે તેમને આમંત્રિત કરવા માટે એક જૂથ તરીકે સમય કાઢો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલો સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
  • શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
  • ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
  • SOAPS બાઇબલ વાંચન
  • જવાબદાર જૂથો

READ

(5 min)

ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે

ઝૂમે તાલીમ પર આપનું સ્વાગત છે. ઝૂમે એએક ગ્રીક શબ્દ છે જે "ખમીર" (યીસ્ટ) માટે વપરાય છે.

ઈસુ આપણને જણાવે છે કે દેવનું રાજ્ય એક સ્ત્રી જેવું છે જેણે થોડી માત્રામાં "ઝૂમે" લીધું અને કણક ના મોટો જથ્થા માં નાખ્યું.

જેમ જેમ તેણે મિશ્રણમાં ખમીરને ભેળવવા નું કામ કર્યું,તે ફેલાતું ગયું જ્યાં સુધી બધો કણક ઉભરાઇ ના જાય.

ઈસુએ આપણને બતાવ્યું હતું કે એક સામાન્ય વ્યક્તિ ખૂબ જ નાની વસ્તુ લઈને અને તેનો ઉપયોગ કરીને ખૂબ મોટીછાપ છોડી શકે છે!

આપણું સ્વપ્ન ઈસુએ જે કહ્યું તે કરવાનું છે - વિશ્વના સામાન્ય લોકોને મદદ કરવા નાના સાધનોનો ઉપયોગ કરીને પરમેશ્વર ના રાજ્ય માં મોટી અસર છોડવા માટે!

ઈસુએ તેમના અનુયાયીઓને આપેલી અંતિમ સૂચનાઓ સરળ હતી. તેણે કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી - જાઓ અને બધા દેશોના શિષ્ય બનાવો પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપવી. તેઓને શીખવવું કે મેં જે આજ્ઞા કરી છે તે બધાનું પાલન કરો, અને હું હંમેશાં તમારી સાથે રહીશ - યુગના અંત સુધી.

ઈસુનો આદેશ સરળ હતો - શિષ્ય બનાવો

તે કેવી રીતે કરવું તે અંગેની સૂચનાઓ સરળ હતી - તમે જ્યાં જાવ છો ત્યાં શિષ્યો બનાવો

  • પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપીને શિષ્યો બનાવો
  • તેમણે જે શીખવ્યું છે તેનું પાલન કરવાનું શીખવાડી ને તેમને શિષ્યોબનાવો.

તો શિષ્ય બનાવવાના પગલાં શું છે?

  • આપણે દરેક સમયે શિષ્યો બનાવવા - જ્યાં પણ આપણે જઈએ છીએ અને જવાના છીએ
  • જ્યારે કોઈ ઈસુને અનુસરવાનું નક્કી કરે છે - ત્યારે તેણે બાપ્તિસ્મા લેવી જોઈએ
  • જેમ જેમ તેમનો વિકાસ થાય છે - આપણે દરેક શિષ્યને શીખવવું જોઈએ કે ઈસુએ જે આદેશ આપ્યો છે તે બધાનું કેવી રીતે પાલન કરવું.

તેમણે આપેલા આદેશોમાંથી એકઆદેશ શિષ્યો બનાવવાવિષે છે, તેનો અર્થ ઈસુને અનુસરતા દરેક શિષ્યને પણ શિષ્યો કેવી રીતે બનાવવા તે શીખવાની જરૂર છે.

તે શિષ્યો એ શિષ્યો બનાવવાજોઈએ. અને તેમના શિષ્યોએ પણ શિષ્યો બનાવવા જોઈએ.

શિષ્યોનો ગુણાકાર.-ઝૂમે આ જ કામ કરે છે.

તે ખમીર જેવું છે - બધી કણક જ્યાં સુધી ઉભરાઇ ના જાય ત્યાં સુધી કામ કર્યારાખે.

જ્યારે ઈસુએ શિષ્યો બનાવવાનો આ આદેશ આપ્યો ત્યારે તેમણે એક વચન પણ આપ્યું.

ઈસુએ કહ્યું - હું હંમેશા તમારી સાથે રહીશ. યુગ ના અંત સુધી.

ઈસુના દરેક અનુયાયીઓએઆ વચન પર વિશ્વાસ રાખવો જોઈએ કે ઈસુ હંમેશાંઆપણી સાથે છે. કારણ કે તેઓ છે!

પરંતુ તેનો અર્થ એ પણ છે કે ઈસુના દરેક અનુયાયીઓ એ હકીકત માટે કટિબદ્ધ થવું જોઈએ કે ઈસુ આપણા દરેક પાસે શિષ્યો બનાવવાની ઇચ્છા રાખે છે. કારણ કે તેઓ રાખે છે.

ઈસુએ કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી જાઓ અને શિષ્યો બનાવો.

જ્યારે ઈસુ આપણને મોકલે ત્યારે જે સત્તા પર તેઓ આધાર રાખે છે - તે તેમની સત્તા છે.

ઈસુ કહે છે કે તેનાથી વધુ કોઈને સત્તા નથી. કોઈ પરંપરાને વધારે સત્તા નથી.

કોઈ સંસ્કૃતિને વધારે સત્તા નથી. પૃથ્વી પરના કોઈપણ કાયદામાં વધુ સત્તા નથી.

ઈસુએ કહ્યું - જાઓ અને શિષ્યો બનાવો.

અને ઝૂમેની જેમ - ખમીરની જેમ - આપણે જ્યાં સુધી બધા કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ વધતા રહીશું.

ચર્ચા કરો

(10 min)

  1. જો ઈસુએ પોતાના દરેક શિષ્યોને પોતાની મહાન આદેશ ની આજ્ઞાનું પાલન કરવાનું કહ્યું હોય, તો પછી બહુ ઓછા લોકો શા માટે શિષ્યો બનાવે છે?

READ

(5 min)

શિષ્યો અને ચર્ચ

ઝુમે તાલીમ પર આપનું ફરીથી સ્વાગત છે. આ સત્રમાં, આપણે શિષ્યો અને મંડળી વિશે વાત કરીશું.

શિષ્ય એટલે શું? અને તમે કેવી રીતેકોઈને બનાવશો?

તમે ઈસુના અનુયાયીને તેની બધી જ આજ્ઞાઓનું પાલન કરવા કેવી રીતે શીખવશો? જેમણે તેમનું જીવન વિશ્વના બંદી બનીને જીવ્યું હોય તેનેપરમેશ્વર ના રાજ્યના નાગરિક બનવા માટેકઈ રીતે સજ્જ કરશો?

શિષ્ય શબ્દનો અર્થ અનુયાયી છે. તેથી શિષ્ય પરમેશ્વર નો અનુયાયી છે. ઈસુએ કહ્યું - સ્વર્ગ અને પૃથ્વીની તમામ સત્તા મને આપવામાં આવી છે. તેથી દેવના રાજ્યમાં, ઈસુ આપણા રાજા છે. આપણે તેમના નાગરિકો છીએ, તેમની ઇચ્છાને આધીન. તેની ઇચ્છાઓ,હેતુઓ,ઇરાદાઓ, અગ્રતા અને મૂલ્યો સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે. તેમના શબ્દ કાયદો છે. તો રાજ્યનો કાયદો શું છે?ઈસુએ તેમના નાગરિકોને શું કરવાનું કહ્યું છે?

ઈસુએ કહ્યું - દેવ ને તમારાપૂરા હૃદયથી,તમારા આત્માથી, તમારા પૂરા મનથી અને તમારી બધી શક્તિથી પ્રેમ કરો. ઈસુએ કહ્યું - તમારા પાડોશીને પોતાની જાત પ્રમાણે પ્રેમ કરો. ઈસુએ કહ્યું કે જૂના ટેસ્ટામેન્ટમાં થી દેવના આદેશો - બધા નિયમ અને પ્રબોધકોનો - આ બે બાબતોમાં સારાંશ આપી શકાય છે -દેવ ને પ્રેમ કરો અને લોકોને પ્રેમ કરો. ઈસુએ કહ્યું - શિષ્યો બનાવો. ઈસુએ કહ્યું - તેમને મારી આપેલી બધી આજ્ઞાનું પાલન કરવાનું શીખવો.

શિષ્યો બનાવવાનો અર્થ એ છે કે તે બધાને ઈસુએ જે આદેશ આપ્યો તે શીખવવાનો છે - નવા ટેસ્ટામેન્ટનો આ એક વાત માં સારાંશ આપી શકાય - શિષ્ય બનાવો.

શિષ્ય ઈસુનો અનુયાયી છે જે દેવને પ્રેમ કરે છે, લોકોને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે.

તો મંડળી એટલે શું?

તમે મંડળી(ચર્ચ ) ને બિલ્ડિંગ તરીકે વિચારવાના આદી હોઇ શકો છો - તે જગ્યા જ્યાં તમે જાઓ છો. પરંતુ પરમેશ્વર ના શબ્દ માં,મંડળી ભેગા થવા વિશે વાત કરે છે - તે લોકો જેને તમે જાણો છો.

બાઇબલમાં "મંડળી " શબ્દનો ઉપયોગ ત્રણ જુદી જુદી રીતે કરવામાં આવે છે:

  • સાર્વત્રિક મંડળી - તે બધા લોકો જે ઈસુના અનુયાયીઓ હતા,છે અને રહેશે
  • શહેરની અથવા પ્રાદેશિક મંડળી - એવા બધા લોકો જે ઈસુને અનુસરે છે અને વિશ્વના કોઈ ચોક્કસ વિસ્તારમાં અથવા તેની આસપાસ રહે છે
  • ઘરનીમંડળી - બધા લોકો જે ઈસુને અનુસરે છે અને જ્યાં એક અથવા વધુ લોકો સાથે રહે છે.

એક આધ્યાત્મિક કુટુંબ - ઈસુના અનુયાયીઓ જે દેવને પ્રેમ કરે છે, લોકોને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે અને જે સ્થાનિક રીતે મળે છે તે આ છેલ્લા પ્રકારનું મંડળી બનાવે છે - ઘરમાંમંડળી અથવા સરળમંડળી .

જ્યારે આ સરળ મંડળી ના જૂથો કંઈક મોટું કરવા માટેભેગા થાય છે, ત્યારે તેઓ એક શહેરની અથવા પ્રાદેશિક મંડળી બનાવી શકે છે.

તે બધી સરળ મંડળી,પ્રદેશોમાં સંકડાયેલા છે અને સમગ્ર ઇતિહાસમાં વિસ્તરીને સાર્વત્રિક મંડળી બનાવે છે.

આ બધા કેપિટલ "સી" સાથેના ચર્ચ (મંડળી )છે

**સરળ મંડળી, તેમના કેન્દ્ર અને તેમના રાજા તરીકે ઇસુને અપનાવ્યા હોય એવા આધ્યાત્મિક પરિવારો છે. **સરળ મંડળી એ આધ્યાત્મિક કુટુંબ છે જે પરમેશ્વર ને પ્રેમ કરે છે,બીજાઓને પ્રેમ કરે છે અને શિષ્ય બનાવે છે જે શિષ્યો નો ગુણાકાર કરે છે. કેટલાક દેવળો માં મકાનો અનેકાર્યક્રમો અને અંદાજ પત્ર અને કાર્યકર્તાઓ હોય છે. પરંતુ સરળ મંડળી ને પરમેશ્વર ને પ્રેમ કરવા, બીજાઓને પ્રેમ કરવા અને શિષ્ય બનાવવા જે ગુણાકાર કરે છે તે માટે આમાંથી કોઈ પણ વસ્તુની જરૂર નથી. અને વધારાનું કંઈપણ, એક મંડળી ને ગુણાકાર કરવાનું વધુ જટિલ અને મુશ્કેલ બનાવે છે, અમારી તાલીમ મકાનો અને કાર્યક્રમો અનેઅંજાદપત્ર અનેકાર્યકર્તા જેવી ચીજોને શહેર અથવા પ્રાદેશિક દેવળો માટે છોડી દે છે, જે સરળ મંડળી ના ગુણાકારથી બનાવેલા છે.

યાદ રાખો કે "ઝુમે" નો અર્થ "ખમીર" છે - એક સરળ, એક જ કોષ જીવતંત્ર જે ઝડપથી પુનરુત્પાદન કરાવે છે.

ઝુમે તાલીમ સાથે - આપણે તે ખમીર જેવા બનીશું - સરળ અને ગુણાકારકરનારા. પરંતુ આપણે ગુણાકાર કરવાનું શરૂ કરતા પહેલા - ચાલો ખાતરી કરી લઈએ કે આપણે જાણીએ છીએ કે દેવ શું ફરીથી ઉત્પન્ન કરવવા માંગે છે. કારણ કે ગુણાકાર સારો હોઈ શકે છે - પરંતુ હંમેશાં નહીં. કેન્સર ગુણાકારથી થાય છે. અને તે જીવલેણ છે. તો પછી આપણે જીવનને કેવી રીતે ઉત્પન્ન કરીશું અને મૃત્યુને નહીં ? અને આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે ફરીથી પુનરુત્પાદન કરવા યોગ્ય શિષ્ય છીએ?

ચર્ચા કરો

(10 min)

  1. જ્યારે તમે ચર્ચ વિશે વિચારો છો, ત્યારે તમારા મનમાં શું આવે છે?
  2. તે ચિત્ર અને વિડિઓમાં "સરળ ચર્ચ" તરીકે વર્ણવવામાં આવ્યું છે તેમાં શું તફાવત છે?
  3. તમને લાગે છે કે કયું ગુણાત્મક કરવું વધુ સરળ હશે અને શા માટે?

READ

(5 min)

સાંભળવું અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું

ઝુમે તાલીમ પર તમારું ફરીથી સ્વાગત છે. આ સત્રમાં, આપણેદેવ પાસેથી સાંભળવાની અને આપણે જે સાંભળીએ છીએ તેનું પાલન કરવાની વાત કરીશું.

શ્વાસ લેવું એ જીવન છે. આપણે શ્વાસ લઈએ છીએ. આપણે શ્વાસ છોડીએ છીએ.તે જીવનછે.

દેવ ના રાજ્યમાં શ્વાસ લેવાનું એટલું જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, દેવ તેમના આત્માને કહે છે - "શ્વાસ"

રે આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે દેવ ના શબ્દ,તેમના દ્વારા સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ.- બાઇબલ. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા દેવ તરફથી સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ - તેની સાથેની આપણી વાતચીત. આપણે તેમના શરીર દ્વારા દેવ નો અવાજ સાંભળીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ-દેવળ , ઈસુના અન્ય અનુયાયીઓ. જ્યારે આપણે તેમના કામો દ્વારા દેવપાસેથી સાંભળીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ - ઘટનાઓ, અનુભવો અને કેટલીક વખતતો સતાવણી અને વેદનાઓ પણ તેમના બાળકોનેતે સહન કરવા દે છે.

રાજયમાં જ્યારે આપણે દેવ પાસેથી જે સાંભળીએ છીએ તેના પર કાર્ય કરીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે આજ્ઞા નું પાલન કરીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ.

કેટલીકવાર આજ્ઞા નું પાલન કરીને શ્વાસ લેવાનો અર્થ થાય છે આપણાં વિચારો,આપણાં શબ્દો અથવા આપણી ક્રિયાઓ બદલવીને,ઇસુ અને તેમના આદેશ પ્રમાણે વર્તતા શીખવું.

કેટલીકવા આજ્ઞા નું પાલન કરીને શ્વાસ લેવાનો અર્થ થાય છે કે ઈસુએ આપણી સાથે જ વેહચ્યું છે તે બીજાને વહેંચવું - જે તેમણે આપ્યું છે તે આપવું - જેથી દેવ આપણને જેમ આશિષ આપે છે તે રીતે બીજાઓને પણ આશિષ મળે.

ઈસુના અનુયાયી માટે - આ શ્વાસ લેવો અને શ્વાસ છોડવો એ મહત્વપૂર્ણ છે. તે જે આપણું પોતાનું જીવન છે. ઈસુએ કહ્યું - દીકરો જાતે કંઈ કરી શકતો નથી. તે એટલું જ કરી શકે છે જે તે પિતાને કરતા જુએ છે, જે પિતા કરે છે તે પુત્ર પણ કરે છે.

ઈસુએ કહ્યું - હું મારી પોતાની સત્તા પર બોલતો નથી. મને મોકલનાર પિતાએ મને આદેશ આપ્યો છે કે શું બોલવું અને કેવી રીતે બોલવું.

ઈસુએ કહ્યું કે તેમણે બોલેલા દરેક શબ્દો અને તેમણે પૂર્ણ કરેલા દરેક કામો દેવ ની સુનાવણી અને તેમણે જે સાંભળ્યું તેના આધારે છે.

શ્વાસ લો - દેવ પાસેથી સાંભળો. શ્વાસ બહાર કાઢો - તમે જે સાંભળો છો તેનું પાલન કરો અને તેને અન્ય લોકો ને જણાવો.

ઈસુએ કહ્યું કે તેમના અનુયાયીઓ પણ તેમના પવિત્ર આત્માને કારણે દેવ પાસેથી સાંભળશે - તેમના શ્વાસ - જે આપણાં માના તેમને અનુસરે છે તે દરેકના શ્વાસમાં લેવામાં આવશે.

ઈસુએ કહ્યું - સહાયક, પવિત્ર આત્મા, જેને પિતા મારા નામે મોકલશે, તે તમને બધી બાબતો શીખવશે અને મેં તમને જે કહ્યું છે તે બધું તમને યાદ કરાવી દેશે.

શ્વાસ લો - દેવ પાસેથી સાંભળો. શ્વાસ બહાર કાઢો - તમે જે સાંભળો છો તેનું પાલન કરો અને તેને અન્ય લોકોને જણાવો.

ઈસુએ આપણ ને બતાવ્યું કે કેવી રીતે જીવવું.

તો આપણે દેવ નો અવાજ કેવી રીતે સાંભળી શકીએ? આપણે શેનું પાલન કરવું તે કેવી રીતે જાણી શકીએ?

ઈસુએ પોતાને "સારો ભરવાડ " કહ્યું. ઈસુએ તેમના અનુયાયીઓને તેમના "ઘેટાં" કહ્યા. ઈસુએ કહ્યું - મારા ઘેટાં મારો અવાજ સાંભળે છે, અને હું તેમને જાણું છું, અને તેઓ મારી પાછળ આવે છે. ઈસુએ કહ્યું - જે કોઈ દેવ નો છે તે દેવ ની વાતો સાંભળે છે.જો તમે સાંભળતા નથી તેનું કારણ એ છે કે તમે દેવ ના નથી.

ઈસુના અનુયાયીઓ તરીકે, આપણે તેનો અવાજ સાંભળવા કટિબદ્ધ બનવું પડશે.

  • આપણેસ્થિર રહીને તેમનો અવાજ સાંભળીએ છીએ.
  • ઈસુ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે તેમનો અવાજ સાંભળીએ છીએ.
  • આપણે તેમનો અવાજ, આપણા વિચારો, દ્રષ્ટિકોણ, આપણી લાગણી અને પ્રભાવ માં સાંભળીએ છીએ.
  • આપણે તેમનો અવાજ ત્યારે સાંભળીએ છીએ જ્યારે આપણે લખીએ છીએ જેઆપણે સાંભળીએ છીએ અને તે ચકાસીએ છીએ.

દરેક અવાજ, દરેક વિચાર, દરેક દ્રષ્ટિ, લાગણી અથવા પ્રભાવદેવ નો અવાજ નથી. કેટલીકવાર તે દુશ્મનનો અવાજ હોય છે. ઈસુએ કહ્યું કે આપણો દુશ્મન જૂઠો છે અને જૂઠાઓનો બાપ છે. ઈસુએ કહ્યું કે આપણો દુશ્મન ચોરી કરવા, મારવા અને નાશ કરવા આવે છે.

પરંતુ દેવ કહે છે કે આપણે તેમની પાસેથી સાંભળીશું અને જ્યારે તેઓ બોલે ત્યારે આપણે જાણીશું કે તે તેઓ જ છે. અભ્યાસ અને પ્રાર્થનાથી આપણે દેવ ના અવાજને વધુ સારી રીતે જાણી શકીએ છીએ. આપણે જે સાંભળીએ છીએ તે ઈશ્વરનો અવાજ છે કે અન્યનો તે જાણવાનું આપણે શીખી શકીએ છીએ.

આપણે જે સાંભળીએ છીએ તે ચકાસવાની કેટલીક રીતો અહીં છે:

  • જ્યારે ઈસુ બોલે છે - તેનો અવાજ હંમેશાં તેના લખેલા શબ્દ - બાઇબલ - જે આપણ ને પહેલેથી જ કહ્યા છે તેનાથી સુસંગત રહેશે. તેમનો બોલતો અવાજ તેમના લેખિત અવાજનો ક્યારેય વિરોધાભાસ કરશે નહીં.
  • જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ આપણા હૃદયને આશા અને શાંતિની ભાવના આપશે. તેમનો અવાજ આપણ નેનીંદિત અથવા નિરાશ નહીં છોડશે. ઈસુ નિંદા નથીકરતાં. ઈસુ પ્રેમથી સુધારે છે.
  • ઈસુનો અવાજ માંસના કાર્યોને વ્યક્ત કરશે નહીં - જાતીય અનૈતિકતા અને અશુદ્ધિઓ, બદનક્ષી, મૂર્તિપૂજા અને જાદુગરી, દ્વેષ અને વિસંગતતા, ઈર્ષ્યા અને ક્રોધાવેશ, સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ, મતભેદો, જૂથો અને ઈર્ષ્યા, નશાખોરી અને મધપાન. આ વસ્તુઓ દેવ ના અવાજમાંથી નથી.
  • જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ દેવ ના આત્માના ફળ - પ્રેમ અને આનંદ, શાંતિ અને ધૈર્ય, દયા અને દેવતા, વફાદારી, નમ્રતા અને આત્મ-નિયંત્રણને વ્યક્ત કરશે.
  • જ્યારે ઈસુ બોલે છે - તેમનો અવાજ આપણ ને શંકાને બદલે આત્મવિશ્વાસની ભાવના આપે છે. આપણે આપણી અંદર એક જ્ઞાન અને શાંતિ અનુભવીએ છીએ કે આપણે જે સાંભળીએ છીએ તે દેવ તરફથી છે. આપણે કદાચ એક સાથે બધી વસ્તુ સાંભળી ન શકીએ. આપણને જે જાણવાની જરૂર હશે તેનો ફક્ત એક જ ભાગ આપણે સાંભળી શકીએ છીએ. પરંતુ આપણે જે સાંભળીશું તે નક્કર હશે - સ્થળાંતર અથવા બદલાશે નહીં.

ઈસુના દરેક અનુયાયીઓ માટે એક સારા સમાચાર એ છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને દેવ નો અવાજ સાંભળીએ છીએ અને જ્યારે આપણે શ્વાસ છોડીને જે આપણે સાંભળ્યું છે તેનું પાલન કરીને અન્ય લોકો સાથે વેહચીએ છીએ જે આપણે સંભાળ્યું છે - દેવ હજી વધુ સ્પષ્ટ રીતે બોલે છે.

તેમના શ્વાસ આપણા દ્વારા વધુ શ્વાસ લેશે.

આપણે તેમનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સાંભળીશું. આપણે તેમના અવાજને જાણીશું અને બીજાના નહીં. અમે વિશ્વમાં તેમના કાર્ય જોશું અને તેમાં જોડાવા અને તેમની સાથે કામ કરવામાં સમર્થ થઈશું.

આપણે શ્વાસ લઈએ છીએ. આપણે શ્વાસ છોડીએ છીએ.તે જીવનછે.

ચર્ચા કરો

(10 min)

  1. શા માટે ઈશ્વરનો અવાજ સાંભળતાં અને ઓળખતાં શીખવું જરૂરી છે?
  2. શું સાંભળવું અને ઈશ્વરને પ્રતિસાદ આપવો એ ખરેખર શ્વાસ લેવા જેવું છે? શા માટે કે કેમ નહીં?

READ

(5 min)

S.O.A.P.S. બાઇબલ વાંચન

ઈસુએ કહ્યું - "બધા દેશોના શિષ્યો બનાવો, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો અને મારા આદેશનું પાલન કરવા શીખવો"

જો ઈસુનો દરેક અનુયાયી ઈસુની આજ્ઞાનું પાલન કરવા માંગતો હોય, તો પછી તેઓને ઈસુના આદેશ જાણવાની જરૂર છે.

મહાનઆજ્ઞા અને મહાન પ્રતિનિધિ મંડળ એ દેવ આપણને શું કહેવા માંગે છે પરંતુ કોઈ અનુયાયી,પરમેશ્વરે તેમને જે બનાવવા નિર્માણ કર્યું છે તેમાં સંપૂર્ણ રીતે વધવા જઈ રહયા હોય, તો તેઓએ વધુ જાણવા અને પાલન કરવાની જરૂર છે.

સોપ નો અર્થ છે:

  • ધર્મ શાસ્ત્ર
  • અવલોકન
  • **પાલન **
  • પ્રાર્થના અને
  • વેહચવું

ઈસુના કોઈપણ અનુયાયી માટે ઉપયોગીઅને અસરકારક બાઇબલ અભ્યાસ પદ્ધતિને શીખવાની અને યાદ રાખવાની આ સરળ રીત છે. ચાલો દરેક વિભાગને વધુ વિસ્તાર થી જોઈએ.

જ્યારે તમે બાઇબલ વાંચો અથવા સાંભળો:

  • ધર્મશાસ્ત્ર : આજે, તમને ખાસ અર્થપૂર્ણ લાગ્યા હોય એવા એક અથવા વધુ છંદો લખો.
  • અવલોકન: તેના અર્થને વધુ સારી રીતે સમજવા માટે તે છંદો અથવા તે મુદ્દાઓના મુખ્ય શબ્દો તમારા પોતાના શબ્દોમાં ફરીથી લખો.
  • પાલન: તમારા જીવનમાં આ આદેશો અથવા છંદો નું પાલન કરવાનો અર્થ શું છે તે વિશે વિચારો.તમે અલગથી શું કરવું પડશે? આવિશે લખો.
  • પ્રાર્થના: દેવ ને એક પ્રાર્થના લખો, કે તમે તેમના શબ્દમાં શું વાંચ્યું છે અને તેમના આદેશોનું પાલન કરવા વિશે શું શીખ્યા છો અને તે કામ વિશે તમે શું કરો છો
  • વેહચવું: તમે જે શીખો છો અને પાલન કરી રહ્યાં છો,દેવને પૂછો કે કોની સાથે તમને તે વેહંચવા માંગે છે

તો ચાલો સોપ ને કાર્ય કરવા દો:

  • ધર્મશાસ્ત્ર - બાઇબલ કહે છે - "કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી," દેવ કહે છે. " જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે,તેમ મારા માર્ગો તમારા માર્ગો થી ને મારા વિચારો તમારા વિચારો થી ઉંચા છે." યશાયા ૫૫: ૮-૯
  • અવલોકન - એક માણસ તરીકે, હું જે જાણું છું અને મને શું કરવું તે વિશે મર્યાદિતજાણું છું . દેવ કોઈ પણ રીતે મર્યાદિત નથી. તે બધું જુએ અને જાણે છે. તે કંઈપણ કરી શકે છે.
  • પાલન - દેવ બધું જ જાણે છે અને તેમની રીતો શ્રેષ્ઠ છે, તેથી હું જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરીશ જો હું મારા કાર્યો કરવાની રીત ને બદલે તેમને અનુસરીશ.
  • પ્રાર્થના - પ્રભુ, હું સુખી જીવન જીવવા ની રીત જાણતો નથી જે તમને ખુશ અને અન્યને મદદ કરે છે. મારી રીતો થી ભૂલો થાય છે. મારા વિચારોથી નુકસાન થાય છે. કૃપા કરીનેમને તમારી રીતો અને વિચારો શીખવો. તમારી પવિત્ર આત્મા નેમને માર્ગદર્શન કરવા દો.
  • વેહચવું - હું આ છંદો અનેનિયમો મારા મિત્ર સ્ટીવને જણાવીશ , જે મુશ્કેલીમાં છે અને તેને જે નિર્ણયોનો સામનો કરવાનો છે તેના માટે તેને દિશાની જરૂર છે.

સોપ બાઇબલ અભ્યાસ. ઝૂમ ના સાધનો માંનું એક સરળ સાધન.

પ્રવૃત્તિ

(30 min)

SOAPS બાઇબલ અભ્યાસ

ક્યુ આર કોડ સ્કેન કરો.

માત્થી ૬:૯-૧૩નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ પદ્ધતિ દ્વારા વ્યક્તિગત રીતે કામ કરો. (૨૦ મિનિટ)

સાથે પાછા ફરો અને તમારા S.O.A.P.S. ને બે કે ત્રણના જૂથમાં વહેંચો. (૧૦ મિનિટ)

પવિત્રશાસ્ત્ર

આજે તમને વિશેષ અર્થપૂર્ણ લાગતી હોય એવી એક કે વધારે કલમો લખી લો.

અવલોકન

વધારે સારી રીતે સમજવા માટે એ કલમો અથવા ચાવીરૂપ મુદ્દાઓને તમારા શબ્દોમાં ફરીથી લખી લો.

લાગુકરણ

તમારા પોતાના જીવનમાં આ આજ્ઞાઓને આધીન થવાનો અર્થ શો થાય છે, એ સબંધી વિચાર કરો.

પ્રાર્થના

તમે જે કંઈ શીખ્યા છો અને તેને આધીન થવા માટે તમે જે કંઈ વિચારી રહ્યા છો, એ વિષે ઈશ્વરને વાત કરતી અક પ્રાર્થના લખી લો.

બીજાઓ સમક્ષ વાત કરવી

તમે જે કંઈ શીખ્યા છો / અમલમાં મૂક્યું છે, એ વિષે તમે કોની સમક્ષ વાત કરો એ સબંધી ઈશ્વરની ઈચ્છા જાણવા તમે તેમને વિનંતી કરો.

હવે, ચાલો, આપણે સોપ્સ (એસ.ઓ.એ.પી.એસ.) નો ઉપયોગ કરીએ:

એસ - કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. (યશાયા ૫૫:૮-૯)]

- એક માનવી તરીકે, હું જે કંઈ જાણું છું અને મારે કેવી રીતે કાર્ય કરવું જાઈએ એ સંબંધી જાણવામાં મારી મર્યાદાઓ છે. ઈશ્વર કોઈપણ રીતે સીમીત નથી. તે દરેક બાબતને નિહાળે છે અને દરેક સમજે છે. તે કોઈપણ બાબત કરી શકે છે.

- ઈશ્વર દરેક બાબતને સમજે છે અને તેમના માર્ગો ઉત્તમ છે,તેથી કાર્યો કરવાની બાબતો હું મારા પોતાના માર્ગો પર આધાર રાખવાને બદલે જા હું ઈશ્વરને અનુસરીશ, તો મારા જીવનમાં હું વધારે સફળતાઓ પ્રાપ્ત કરીશ.

પી - ઓ, પ્રભુ તમને પસંદ પડે તથા બીજાઓને મદદરૂપ થાય એવું એક ઉત્તમ જીવન કેવી રીતે જીવવું, તેની મને ખબર નથી. મારા વિચારો મને નુકશાન પહોંચાડે છે. એને બદલે કૃપા કરીને મને તમારા માર્ગો અને તમારા વિચારો શીખવો. હું જ્યારે તમારી પાછળ ચાલતો હોઉં છું ત્યારે તમારા પવિત્ર આત્માને મને દોરવણી આપવા દો.

એસ - હું આ કલમો તથા આ લાગુકરણ સંબંધી સ્ટીવ નામના મારા મિત્ર સાથે વાત કરીશ કે જે એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે; અને જે પરિસ્થિતિનો સામનો તેણે કરવો પડી રહ્યો છે, એ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે તેને માર્ગદર્શનની જરૂર છે.

READ

(5 min)

જવાબદારી પૂર્ણ જૂથો

ઈસુએ કહ્યું - "દરેકને, જેને ઘણું આપવામાં આવ્યું છે,તેમની પાસેથી ખૂબ માંગ કરવામાં આવશે; અને જેમની પાસે વધારે સોંપવામાં આવ્યું છે તેમની પાસેથી ઘણું વધારે માંગવામાં આવશે."

ઈસુએ જવાબદારીની ઘણી વાર્તાઓ કરી છે અને આપણે જે કરીએ અનેકહીયે છીયે તેના માટેકેવી રીતે જવાબદાર હશું તેની ઘણી સત્ય વાતો જણાવીછે.

ઈસુએ આ બાબતો આપણનેહમણાં કહી છે, જેથી પછી માટે તૈયાર રહીએ. કેમ કે એક દિવસ તેમના પ્રત્યે જવાબદાર હોઈશું, તેથી હમણાં એક બીજા માટે જવાબદાર બનવાનો પ્રયત્ન કરવો સારું છે.

જવાબદાર જૂથો એક જ જાતિના બે કે ત્રણ લોકોથી બને છે - પુરુષો સાથે પુરુષો, મહિલા સાથે મહિલાઓ - જે અઠવાડિયામાં એકવાર એવા પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળે છે કે કઈ વસ્તુઓ બરાબર થઈ રહી છે અનેકયા ક્ષેત્રો માં સુધારણાની જરૂર છે.

ઈસુના દરેક અનુયાયીને જવાબદાર ગણવામાં આવશે, તેથી તેમણે અન્ય લોકો સાથે જવાબદારીનો અભ્યાસ કરવો જોઈએ.

જવાબદાર જૂથો. ઝૂમ સાધનો માં નું બીજું એક સરળ સાધન.

પ્રવૃત્તિ

(20 min)

જવાબદારી જૂથો

ક્યુ આર કોડ સ્કેન કરો.

એક જ લિંગના બે કે ત્રણ લોકોના જૂથોમાં પ્રવેશ કરો.

જવાબદારી વાળા જૂથો પ્રશ્નો દ્વારા સાથે મળીને કામ કરવામાં આગામી ૨૦ મિનિટ વિતાવો.

  1. શું તમે ઈશ્વરને કાર્ય કરતાં નિહાળ્યા છે ?
  2. શું તમે તમારા શબ્દો અને કૃત્યો મારફતે આ અઠવાડિયે ઈસુ ખ્રિસ્તના મહાનપણાને પ્રગટ કરતી સાક્ષી પૂરી છે ?
  3. શું તમારી સમક્ષ જાતીય વૃત્તિને ઉત્તેજીત કરનાર કોઈ બાબત પ્રગટ થઈ છે ખરી કે જેને પરિણામે તમારા મનમાં જાતીય વ્યવહાર કરવાને લગતા અયોગ્ય વિચારો આવ્યા હોય ?
  4. નાણાંનો ઉપયોગ કરવાની બાબતમાં તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે એ નાણાંના માલિક તો ઈશ્વર પોતે છે ?
  5. શું તમે કોઈ બાબતનો લોભ રાખ્યો છે ?
  6. શું તમે તમારી વાણી મારફતે કોઈકના મોભા કે લાગણીઓને ઠેસ પહોંચાડી છે ?
  7. શું તમે તમારી વાણી કે વર્તનમાં અપ્રમાણિક બન્યા છો ? અથવા તો અતિશયોક્તિ દેખાડી છે ?
  8. શું તમે કોઈ વ્યસનના બંધાણી બનીને અયોગ્ય રીતે વર્ત્યા છો (જેમાં આળસ કે અશિસ્ત પ્રગટ થતી હોય) ?
  9. શું તમે વસ્ત્રપરિધાન, મિત્રો, પ્રવૃત્તિ કે ધનદોલતના ગુલામ બની ગયા છો ?
  10. શું તમે કોઈકને માફ કરવાની બાબતમાં નિષ્ફળ ગયા છો ?
  11. તમે કેવા પ્રકારની ચિંતાઓ કે બેચેનીનો સામનો કરી રહ્યા છો ?
  12. શું તમે ફરિયાદ કે કચકચ કરી છે ?
  13. શું તમે આભારીભાવ સાથેનું હૃદય જાળવી રાખ્યું છે ?
  14. શું તમે તમારા મહત્ત્વપૂર્ણ સંબંધોમાં બીજાઓનો આદર રાખનારા, સમજુ અને ઉદાર રહ્યા છો ?
  15. વિચાર, વાણી અને વર્તનમાં તમારે કયા કયા પરીક્ષણોનો સામનો કરવો પડ્યો હતો અને તમારો પ્રતિભાવ કેવો હતો ?
  16. બીજાઓ અને વિશેષ કરીને વિશ્વાસીઓની સેવા કરવાની અથવા તેઓને માટે આશીર્વાદરૂપ બનવાની તકો શું તમે ઝડપી લીધી હતી ?
  17. શું તમે પ્રાર્થનાનો સ્પષ્ટ પ્રત્યુત્તર મળેલો જાયો છે ?

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ વિભાગો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
  • શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
  • ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
  • SOAPS બાઇબલ વાંચન
  • જવાબદાર જૂથો

NEXT STEP

આધીન

હમણાંથી અને તમારી હવે પછીની મુલાકાતની વચ્ચે S.O.A.P.S. બાઇબલ વાંચનની પ્રેક્ટિસ શરૂ કરો. મેથ્યુ 5-7 પર ધ્યાન આપો, દિવસમાં ઓછામાં ઓછું એક વાર તો જરૂર વાંચો. S.O.A.P.S. પધ્ધતિનો ઉપયોગ કરીને દૈનિક નોધપોથી રાખો.

જણાવવું

એક જવાબદાર ભાગીદાર (સમાન લિંગ) શોધો અને સાપ્તાહમાં એક વાર તેમની સાથે મળવાનું શરૂ કરો.

સત્ર ૨

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 2468

પ્રાર્થના

(5 min)

પૂછો કે શું જૂથમાં કોઈને પણ ખાસ જરૂરિયાતો છે, તો તેઓ ઇચ્છે છે કે તે જૂથ માટે પ્રાર્થના કરે.

ઈશ્વરનો આભાર માનું છું કે જ્યારે તેના લોકો પ્રાર્થના કરે છે ત્યારે તે સાંભળે છે અને કાર્ય કરે છે ત્યારે તે તેના શબ્દમાં વચન આપે છે.

ઈશ્વરના પવિત્ર આત્માને કહો કે તમે સાથે મળીને તમારો સમય વિતાવે.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી
  • કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો
  • સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી

READ

(5 min)

ઉત્પાદક ઉપભોક્તા નથી

આ સત્રમાં, આપણે કેવી રીતે ઈસુના અનુયાયીને દેવના રાજ્યમાં ઉપભોક્તા બનવા કરતાં ઉત્પાદક બનવા કઈ રીતે મદદ કરી શકીએ તેના વિશે વાત કરીશું.

તેમની સંપૂર્ણ યોજનામાં, દેવે આપણને સંતુલનમાં રહેવા માટે સર્જ્યા છે - ઉત્પાદન કરવું અને વાપરવું,બનાવવા માટે અને ઉપયોગ કરવા માટે,રેડી દેવું જેથી ફરીથી ભરી શકાય જેથી આપણે ફરીથી રેડી શકીએ. પરંતુ, આપણા દુખી વિશ્વમાં, લોકોએ દેવની યોજનાને નકારી છે, અને ઘણા લોકો તેમની ઉર્જા દેવના સંપૂર્ણ સમીકરણના તે ભાગની બહાર જ ખર્ચ કરે છે. તેઓ શીખ્યા પરંતુ તેઓ વેહંચતા નથી. તેઓ ભરેલા છે પરંતુ તેઓ ક્યારેય રેડતા નથી. તેઓ વાપરે છે પરંતુ તેઓ ઉત્પન્ન કરતા નથી.

જો આપણે ગુણાકાર કરનારા શિષ્યો બનાવતા હોઈએ, તો પછી આપણે તેઓની સાથે તે વેહંચવાની જરૂર છે કે તેઓ ફક્ત ઉપભોક્તા નહીં પણ ઉત્પાદક કેવી રીતે બની શકે.

આપણને આધ્યાત્મિક રીતે વિકસાવવા માટે - દેવ તેમના લેખિત શબ્દનો ઉપયોગ કરે છે - જેને આપણે સ્ક્રિપ્ચર અથવા બાઇબલ કહીએ છીએ તે આ પ્રમાણે છે.

દરેક શિષ્યને ધર્મશાસ્ત્ર શીખવા, સમજવા અને પાલન કરવા માટે સજ્જ હોવું જરૂરી છે. હજારો વર્ષોથી અને ઘણા જુદા જુદા લેખકો દ્વારા, દેવ તેમના વચન વિશ્વાસુ માણસોના હૃદયમાં થી બોલ્યા, જેમણે જે સાંભળ્યું હતુંઅને જેમેળવ્યું હતું તે વ્હેંચ્યું હતું. શાસ્ત્ર આપણને દેવની વાર્તા, તેમની યોજનાઓ, તેમનું હૃદય, તેમની રીત શીખવે છે.

પહેલાના સત્રમાં, તમે બે સરળ સાધનો શીખ્યા - એસ.ઓ.પી.એસ. બાઇબલ અભ્યાસ અને જવાબદાર જૂથો. આગામી સત્રમાં, તમે એક વધુ સરળ સાધન - 3/3 rds જૂથો શીખી શકશો. દેવના લેખિત શબ્દને શીખવા, અર્થઘટન કરવા અને તેનું પાલન કરવા માટે નવા અનુયાયીઓને સજ્જ કરવામાં સહાય માટે આ ત્રણ સાધનો એક સાથે કાર્ય કરે છે. તેઓ દેવના શબ્દને માત્ર સાંભળવાનું નહીં પણ પાલન કરનારાઓ અને વહેંચણી કરનારાઓ બનવાનું શીખી શકશે.

દેવ તેમના બોલાયેલા શબ્દનો પણ ઉપયોગ કરે છે - જે આપણે પ્રાર્થના દ્વારા જાણી શકીએ છીએ - પોતાને આધ્યાત્મિક રીતે વધારવા માટે. પ્રાર્થના દેવસાથે બોલવું અને સાંભળવું છે. પ્રાર્થનાથી આપણે દેવને વધુ નજીકથી જાણી શકીએ છીએ અને તેનું હૃદય, તેની ઇચ્છા અને તેના માર્ગો સમજી શકીએ છીએ. પ્રાર્થના આપણને કાર્યશીલ બનાવામાં અને અન્યની સેવા કરવામાં મદદ કરે છે, અને વિશિષ્ટ રીતે શીખવવામાં અને વેહંચવામાં મદદ કરે છે.જેથી વ્યક્તિઓને અથવા જૂથને દેવને વધુ સારી રીતે ઓળખવામાં સહાય થાય છે.

બે સરળ સાધનો - પ્રાર્થનામાં ચાલવું અને પ્રાર્થના ચક્ર અનુયાયીઓને વ્યક્તિગત પ્રાર્થના જીવન વિકસાવવામાં અને અન્યની સેવા થાય તે રીતે પ્રાર્થના કરવાનું શીખવે છે. આ સાધનો નિરંતર પ્રાર્થના કરવાની આદતો ને વિકસાવે છે. અને જે પણ આપણે જોઈ શકીએ છીયે તેની પર આધાર રાખ્યા વિનાવિશ્વ ને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવાનું શીખવે છે.

જ્યારે તેનો સતત ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ઈસુના અનુયાયીને મદદ કરે છે, પ્રાર્થના માટેની તેમની ક્ષમતામાં વધારો કરે છે અને દેવ પાસેથી સાંભળવાની અને તેઓ જે સાંભળે છે તે વેહંચવાની ક્ષમતામાં વધારો કરે છે.

દેવ તેમના વિશ્વાસીઓના શરીરનો ઉપયોગ કરે છે - જેને આપણે મંડળી અથવા ઈસુના અનુયાયીઓ કહીએ છીએ - આપણને આધ્યાત્મિક રીતે વધારવા માટે. વિશ્વાસીઓના મેળાવડા તરીકે, અમે સંકડાયેલા છીએ. દેવનો શબ્દ કહે છે કે ઈસુમાં - આપણે એક શરીરના ઘણા ભાગ છીએ, અને આપણે બધા એક બીજાના છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે ફક્ત દેવસાથે જોડાયેલા નથી - અમે એકબીજા સાથે જોડાયેલા છીએ. દેવ કહે છે એક બીજાને સમર્પિત કરો. દેવ એક બીજાની સેવા કરવાનું કહે છે. આપણામાંના દરેકની શક્તિ જુદી જુદી હોય છે અને દરેકમાં નબળાઇઓ હોય છે. દેવઅપેક્ષા રાખે છે કે આપણે નબળા હોઈ શકે તેવા લોકોને મદદ કરવા માટે આપણી શક્તિનો ઉપયોગ કરીએ. અને તે અપેક્ષા રાખે છે કે તેમણે આપેલ શક્તિઓનો ઉપયોગ કરીને બીજાઓને આપણે પોતાની નબળાઈમાં મદદ કરવાની મંજૂરી આપીએ.

દેવનો શબ્દ કહે છે કે દેવે તમને દરેકને કેટલીક વિશેષ ક્ષમતાઓ આપી છે; દેવના અનેક પ્રકારના આશીર્વાદો વેંચીને એકબીજાની મદદ કરવા માટે તેમનો ઉપયોગ કરવા ચોક્કસ તૈયાર રહો. સરળ સાધનો જેમ કે ૩/3rd જૂથો, જવાબદાર જૂથો અને સચોટ માર્ગદર્શક,આપણને એકબીજાને પ્રેમ કરવાનો અને સારો કામો કરવાનો ઉત્સાહ આપે છે,દેવઆપણને જે કહે છે તેનું પાલન કરવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ આપણે જે શીખીએ છીએ તે બીજા સાથે વેંહચવાના માર્ગો શોધવામાં મદદ કરે છે.

દેવ, સતાવણી અને દુખ - બલિદાનઅને ખોટનો ઉપયોગ કરે છે જે આપણે ઈસુના વતી ભોગવીએ છીએ - આપણને આધ્યાત્મિક રીતે વધારવા માટે. જ્યારે લોકોઆપણો વિરોધ કરે છે અને આપણ ને દુખ આપે છે કેમ કે આપણે ઈસુને ચાહીયે છે અને તેનું પાલન કરીએ છીયે,અથવા જ્યારે આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ, ત્યારે પણ ખરાબ વસ્તુઓ થાય છે, ત્યારે આપણાં ચરિત્ર ને સુધારવા અને આપણને ઈસુ જેવા બનાવવા માટે દેવતે સતાવણીઓ અને વેદનાઓનો ઉપયોગ કરે છે. તે આપણું ચરિત્ર વિકસાવે છે, આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે અને શુદ્ધ કરે છે, પાદરી બનવા માટે સજ્જ કરે છે અને આપણને ખાસ રીતે પીડિત એવા બીજા લોકોની સેવા કરવાની મંજૂરી આપે છે - તેથી દરેકલોકો તેમને વધુ સ્પષ્ટ રીતે જાણીશકે જે આપણને જુવે છે અને આપણી પીડા ને જાણે છે. દેવઆપણને કહે છે કે ઈસુના અનુયાયીઓ તરીકે આપણે સતાવણીની અપેક્ષા રાખવી જોઈએ.

ઈસુએ કહ્યું - જ્યારે લોકો મારા કારણે તમારું અપમાન કરશે, દુર્વ્યવહાર કરશે, અને મારા વિશે તમારા વિશે તમામ પ્રકારના દુષ્ટ જુઠ્ઠાણા કહેશે ત્યારે દેવ તમને આશીર્વાદ આપશે. ખુશ અને ઉત્સાહિત બનો! તમને સ્વર્ગમાં એક મહાન ઈનામ મળશે. લોકોએ આવું જ પ્રબોધકો સાથે કર્યું જે ઘણા સમય પહેલા રહેતા હતા.

સરળ સાધનો જેમ કે ૩/3rdજૂથો અને જવાબદાર જૂથો જેવા ઇસુના અનુયાયીઓને તેઓ દ્વારા થતા સતાવણીઓ અને વેદનાઓને જણાંવવાની તક આપે છે.

આ જૂથો તમને શિષ્યોને શીખવવાની તક આપે છે કે દેવનો શબ્દ કહે છે કે આપણે મુશ્કેલ સમયની અપેક્ષા રાખવી જોઈએ અને કોઈ બાબતોમાં ભૂલ થાય છે ત્યારે પણ દેવના પ્રેમ પર વિશ્વાસ રાખીને કેવી રીતે સારી પ્રતિક્રિયા આપી શકાય તે અંગે સજ્જ કરવા જોઈએ.

શાસ્ત્ર. પ્રાર્થના. શારીરિક જીવન. સતાવણી અને વેદના. આ બધી રીતો છે કે દેવ આપણને તેમના સંપૂર્ણ પુત્ર, ઈસુ જેવા જેવા બનવા માટેઆપે છે.

સરળ સાધનો આપણને દેવ દ્વારા આપેલી આ સારી ચીજોના ઉપભોક્તા બનવા માટે નહીં પણ ઉત્પાદકો અને વહેંચણી કરનારા બનવા માટે મદદ કરે છે.

ચર્ચા કરો

(10 min)

  1. ઉપર જણાવેલાં ચાર ક્ષેત્રોમાંથી (પ્રાર્થના, ઈશ્વરનો શબ્દ વગેરે) કયાં ક્ષેત્રોનો તમે અમલ કરો છો?
  2. તમે કયા લોકો વિશે અનિશ્ચિતતા અનુભવો છો?
  3. જ્યારે બીજાને તાલીમ આપવાની વાત આવે છે ત્યારે તમે કેટલા તૈયાર છો?

READ

(5 min)

પ્રાર્થના ચક્ર

ઈસુએ વારંવાર તેમના અનુયાયીઓને પ્રાર્થના ના હેતુ, પ્રથા અને વચનો વિશે શીખવ્યું.

ઈસુએ કહ્યું - "માંગો તો તમને અપાશે ;શોધો તો તમને જડશે . ઠોકો તો તમારા સારું ઉઘાડાશે .કેમકે જે હરેક માંગે છે તે પામે છે;અને જે શોધે છે તેને જડે છે; અને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે "

ઈસુએ તેમના અનુયાયીઓને શીખવ્યું કે પ્રાર્થના જાહેર પ્રશંસા , એક સ્વાર્થી ઈચ્છા પત્ર અથવા ભાષણ નથી જેનું આપણે વારંવાર પુનરાવર્તન કરીએ છીએ.

ઈસુએ કહ્યું કે પ્રાર્થનામાં શક્તિ છે કેમ કે તે સ્વર્ગમાંના પિતા જે આપણ ને પ્રેમ કરે છે તેની સાથેની સીધી અને અવરીત વાતચીત છે. કોઈપણ સારી વાતચીતની જેમ, સારી પ્રાર્થનાનો અર્થ એ છે કે બંને બાજુએ સંભળાય અને - બોલાય. પરંતુ બ્રહ્માંડની રચના કરનાર દેવ સાથે બોલવું ભયાનક લાગે છે. અને ખરેખર કંઇક પાછું સાંભળવુંપણ - મોટાભાગના લોકો માટે તે ખૂબ ડરામણું હોઈ શકે છે.

સારા સમાચાર એ છે કે દેવ સાથ પ્રાર્થના વધુ સારી રીતે કરવી- જે આપણને પ્રેમ કરે છે તે - ફક્ત શક્ય જ નથી - તે જે દેવ ને જોઈએ પણ છે.

પરંતુ પ્રાર્થના કોઈ નવી ભાષા શીખવાજેવું છે - તમે કેવી રીતે સારા થશો? જવાબ સરળ છે -અભ્યાસ કરો . પ્રાર્થના ચક્ર એ પ્રાર્થનાના અભ્યાસ માટેનું એક સરળ સાધન છે જેનો તમે જાતે અને કોઈ પણ અનુયાયી સાથે ઉપયોગ કરી શકો છો.

ફક્ત ૧૨ સરળ પગલાં ઓમાં - દરેકની ૫ મિનિટ,બાઇબલઆપણને પ્રાર્થના કરવાનું શીખવે છે. અંતે, તમે એક કલાક માટે પ્રાર્થના કરી હશે. બાઇબલ જણાવે છે કે - અવરિત પ્રાર્થનાકરો." આપણામાંના ઘણા એવું નથી કરતાં. પરંતુ આ પ્રાર્થનાના કલાક પછી - તમે એક પગલું નજીક આવશો.

પ્રાર્થના ચક્ર - ઝૂમે સાધનો માનું એક વધુ સરળ સાધન.

પ્રવૃત્તિ

(60 min)

પ્રાર્થના ચક્ર

ક્યુ આર કોડ સ્કેન કરો.

વ્યક્તિગત રીતે એક કલાક માટે પ્રાર્થના યાત્રાની પ્રાર્થના કરો

જૂથને ફરીથી જોડાવા માટે સમયે નક્કી કરો. પ્રાર્થના કરવા માટે એક શાંત જગ્યા શોધવા માટે અને જૂથમાં ફરીથી જોડવા માટે દરેકને થોડી વધારાનો સમય આપવાનું ભૂલશો નહીં.

કેવળ ૧૨ જેટલા સીધાંસાદાં પગથિયાંમાં જ - દરેક માટે ૫ મિનિટ - પ્રાર્થનાચક્ર તમને એવી બાર રીતે દોરવણી પૂરી પાડે છે કે જેની મારફતે બાઈબલ આપણને પ્રાર્થના કરતાં શીખવે છે. જેને પરિણામે તમે એક કલાક માટે પ્રાર્થના કરી હોય.

prayer cycle

સ્તુતિ: પ્રભુની સ્તુતિ કરીને તમારી પ્રાર્થનાની શરૂઆત કરો. અત્યારે તમારા મનમાં જે બાબતો આવતી હોય, તે માટે તેમની સ્તુતિ કરો. ગયા અઠવાડિયામાં તમારા જીવનમાં તેમણે જે કોઈ વિશેષ બાબત કરી હોય, એ માટે તેમની સ્તુતિ કરો. તમારા કુટુંબ પ્રત્યે તેમણે પ્રગટ કરેલી તેમની ભલાઈ માટે તેમની સ્તુતિ કરો.

રાહ જુઓ: પ્રભુની વાટ જાવામાં સમય વીતવો. શાંત રહો અને પ્રભુને તમારે માટે એક સાથે પ્રતિભાવો ખેંચવા દો.

કબૂલાત કરો: ઈશ્વરને નાપસંદ એવી તમારા જીવનની કોઈપણ બાબત તમારી સમક્ષ પ્રગટ કરવા માટે પવિત્ર આત્માને વિનંતી કરો. ખોટાં વલણો તેમ જ અમુક કૃત્યો કે જેને માટે તમે હજી સુધી કબૂલાતની પ્રાર્થના કરી નથી, એ બાબતો પ્રત્યે ધ્યાન દોરવા પ્રભુને વિનંતી કરો. હવે પ્રભુની સમક્ષ કબૂલાત કરો કે જેથી કરીને તમે શુધ્ધ થઈ શકો.

વચન વાંચો: ગીતશાસ્ત્રના પુસ્તકમાં, પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા પ્રાર્થના સંબંધી નવા કરારમાં આપવામાં આવેલા શાસ્ત્રભાગોનું વાચન કરવામાં સમય ગાળો.

મધ્યસ્થી: બીજાઓ વતી વિનંતીઓ રજૂ કરો.

વિનંતી કરો: તમારા વતી વિનંતીઓ રજૂ કરો.

વચન પ્રમાણે પ્રાર્થના કરો: અમુક શાસ્ત્રભાગો પ્રમાણે પ્રાર્થના કરો. પવિત્રશાસ્ત્ર આધારિત પ્રાર્થનાઓ તેમ જ ઘણાંબધાં ગીતો પોતે જ આ હેતુને સાર્થક કરે છે.

આભાર માનો: તમારા જીવનની બાબતો માટે તમારા કુટુંબ વતી, અને તમારી મંડળી વતી પ્રભુનો આભાર માનો.

ગીતો ગાઓ: સ્તુતિ કે આરાધના પ્રગટ કરનારાં અથવા અન્ય કોઈ સ્તોત્ર કે આત્મિક ગીત ગાઓ.

મનન કરો: તમારી સાથે વાત કરવા માટે પ્રભુને વિનંતી કરો. પ્રભુ તમને જે કંઈ કહે, તે નોંધી લેવા માટે એક પેન અને ડાયરી તૈયાર રાખો.

ધ્યાનથી સાંભળો: તમે જે કંઈ વાંચ્યું છે, તમે જે બાબતો માટે પ્રાર્થના કરી છે અને તમે જે બાબતો માટે ગીતો ગાયાં છે. એ બધી બાબતોને એકરૂપ કરવામાં સમય વીતાવો અને જુઓ કે તમારી સાથે વાત કરવા માટે પ્રભુ એ બધી બાબતોને કેવી રીતે એકરૂપ કરી દે છે.

સ્તુતિ કરો: પ્રભુની સાથે ગાળવાનો જે સમય તમને પ્રાપ્ત થયો છે અને તેમણે તમારા પર જે મહોર મારી છે, એ માટે પ્રભુની સ્તુતિ કરો. તેમના મહિમાવંત ગુણો માટે પ્રભુની સ્તુતિ કરો.

ડિક ઇસ્ટમેનના પુસ્તક ધ અવર ધેટ ચેન્જીસ ધ વર્લ્ડ (C) 2002 પરથી ડિક ઇસ્ટમેન, પસંદ કરેલા બુક્સ, ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઇ (MI) નો પરવાનગી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચર્ચા કરો

(10 min)

  1. એક કલાક પ્રાર્થનામાં વિતાવવા અંગે તમારૂ મંતવ્ય શું છે?
  2. તમને કેવું લાગે છે?
  3. તમે કંઈપણ શીખ્યા કે સાંભળ્યું?
  4. જો તમે આ પ્રકારની પ્રાર્થનાને નિયમિત ટેવ બનાવી દો તો જીવન કેવું હશે?

READ

(5 min)

૧૦૦ ની યાદી

ઈસુએ કહ્યું - "જાઓ અને શિષ્યો બનાવો…" અને તેના અનુયાયીઓએ તેવું જ કર્યું.

તેઓ તેમના પરિવાર પાસે ગયા. તેમના મિત્રો પાસે ગયા. શહેરમાં તેઓના જાણતા લોકો પાસે ગયા. તેમની સાથે કામ કરેલા લોકો પાસે ગયા. બસ ગયા.

ઈસુએ કહ્યું "જાઓ" અને તેઓએ પાલન કર્યું. અને દેવ નું કુટુંબ વધ્યું.

ઈશ્વરે આપણને પહેલેથી જ સંબંધો આપ્યા છે જેથી આપણે "જવું અને શિષ્યો બનાવવા" જરૂરી છે. આ છે અમારું કુટુંબ, મિત્રો, પડોશીઓ, સહકાર્યકરો અને સહપાઠીઓ - જે લોકોને આપણે જાણીએ છીએ, કે જેને હમણાં મળ્યા છીએ.

ઈશ્વરે આપણા જીવનમાં પહેલેથી મૂકેલા લોકો સાથે વિશ્વાસુ બનવું એ શિષ્યોના ગુણાકારમાં ઉત્તમ પ્રથમ પગલું છે. અને તે સૂચિ બનાવવાના સરળ પગલાથી શરૂ થઈ શકે છે.

ઝૂમે સાધનો માં ૧૦૦ ની સૂચિ એક સરળ સાધન છે જે શિષ્યોનો ગુણાકાર કરે છે.

પ્રવૃત્તિ

(30 min)

તમારી પોતાની ૧૦૦ વ્યક્તિ ની યાદી બનાવો

ક્યૂઆર કોડ સ્કેન કરો અથવા કાગળના ટુકડાનો ઉપયોગ કરો.

તમારા જૂથના દરેકને તેમના પોતાના સંબંધોની યાદી તૈયાર કરવા માટે ૩૦ મિનિટનો સમય લેશો. તમે કરી શકો તેટલી યાદી બનાવો.

તો પછી ઈશ્વર સાથેના તેમના સંબંધ વિશેની તમારી શ્રેષ્ઠ સમજણ જણાવો: શિષ્ય, અવિશ્વાસી કે અજ્ઞાત.

તમારી સંબંધોની કારભારી યાદી બનાવો: તમારા પ્રભાવના વર્તુળોમાં આવેલા લોકોના નામ લખો. દરેક વ્યક્તિ શિષ્ય, અવિશ્વાસી કે અજ્ઞાત છે તે ચિહ્નિત કરો.

જૂથ તરીકે સમય લો જેથી દરેક વ્યક્તિ પોતાની યાદી બનાવી શકે. તમે કાગળ અથવા તમારી તાલીમ સામગ્રીમાંના ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી શકો છો.

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી
  • કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો
  • સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી

NEXT STEP

આધીન

આ અઠવાડિયે તમારી ૧૦૦ ની યાદીમાંથી પાંચ લોકો માટે પ્રાર્થના કરવામાં સમય પસાર કરો, જેને તમે "અવિશ્વાસી" અથવા "અજ્ઞાત" તરીકે ટીકમાર્ક કર્યા છે. ઈશ્વરને કહો કે તેઓ તેમના હૃદયને તેની વાર્તા માટે ખુલ્લા રહેવા માટે તૈયાર કરે.

જણાવવું

ઈશ્વર ને પૂછો કે તે કોની સાથે ૧૦૦ સાધનની યાદી જણાવવા માંગે છે. તમે જાઓ અને આગળના સત્ર પહેલાં તેમના સુધી પહોંચો તે પહેલાં આ વ્યક્તિનું નામ જૂથમાં જણાવો.

સત્ર ૩

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 6543

પ્રાર્થના

(5 min)

તમે છેલ્લા સત્રમાં જે રીતે ઈશ્વરનો અનુભવ કર્યો તે માટે પ્રાર્થના કરો અને તેમનો આભાર માનો અને સાથે મળીને તમારો સમય પસાર કરવા માટે તેમના પવિત્ર આત્માને આમંત્રિત કરો.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • રાજ્યની અર્થવ્યવસ્થા
  • સુવાર્તા અને કેવી રીતે સુવાર્તા આપવી
  • બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય

READ

(5 min)

આધ્યાત્મિક વ્યવસ્થા

આ સત્રમાં, આપણે દેવના આત્મિક અર્થશાસ્ત્ર વિશે વાત કરીશું. આ દુખી વિશ્વમાં,લોકો જ્યારે લે છે,જ્યારે મેળવે છે અને જ્યારે આસપાસના લોકો કરતા વધારે પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાભ સમઝે છે.

તેમના શાસ્ત્રોમાં, દેવ તેમના લોકોને કહે છે - મારા વિચારો તમારા વિચારો નથી, કે તમારી રીતો મારી રીતો નથી. દેવ આપણને તેમના રાજ્યની અર્થવ્યવસ્થામાં બતાવે છે કે આપણને જે મળે છે તેનાથીલાભનથી થતો - પરંતુ આપણે જે આપીએ છીએ તેનાથી થાય છે. દેવ કહે છે - હું તમને બચાવીશ, અને તમે આશીર્વાદ પામશો. ઈસુએ કહ્યું - પ્રાપ્ત કરવા કરતાં આપવું વધુ સારું છે. દેવ આપણને જે આપે છે તે આપી દેવું અને જ્યારે દેવ આપણને આશીર્વાદ આપે છે ત્યારે બીજાઓને આશીર્વાદ આપવો તે આધ્યાત્મિક સંસાધનનો પાયો છે એ આપણે પેહલા શીખ્યા. આપણે શ્વાસ લઈએ છીએ અને દેવ પાસે થી સાંભળીએ છીએ. આપણે શ્વાસ છોડીએ છીએ અને જે સાંભળીએ છીએ તેનું પાલન કરીયે છીએ અને અન્ય લોકોને વેંહચીએ છીએ.

જ્યારે આપણે પાલન કરવા માટે વફાદાર હોઈએ અને દેવે આપણને જે આપ્યું છે તે બીજાઓને આપીએ, ત્યારે તે વધુ આપવાનું વચન આપે છે. ઈસુએ કહ્યું - જેનો બહુ થોડો વિશ્વાસ કરી શકાય છે તેના પર ખૂબ વિશ્વાસ પણ કરી શકાય છે.

આ ઊંડી અંતદૃષ્ટિ, વધુ આત્મીયતા અને વિપુલ જીવન જીવવાનો માર્ગ છે જે દેવે આપણા માટે બનાવ્યો છે. દેવે આપણા માટે જે કરવાનું વિચાર્યું છે તે પ્રમાણે સારા કાર્યોકરીને આ માર્ગ પર આપણે ચાલી શકીએ છીએ. જો આપણે ઈશ્વરના સર્વશ્રેષ્ઠ પુરસ્કાર સાથે વળતર મેળવવા માંગીએ છીએ, તો પછી આપણે તે બે બાબતોનો અભ્યાસ કરવો પડશે જેનું આશિષ આપવાનું તેમણે વચન આપ્યું છે.

આપણે આટલું કરવું જ જોઈએ -

  • પાલન કરો અને વહેંચો
  • કરો અને શીખવો
  • અભ્યાસ કરો અને બીજાઓને કરાવો

- દેવ જે પણ આપણને કરવાનું કહે છે તે બધું.

જો આપણે ઇચ્છીએ છીએ કે બીજાઓને દેવનું સૌથી મોટું ઈનામ મળે, તો પછી આપણે તેમને પણ તે જ વસ્તુ કેવી રીતે કરવી તે બતાવવું પડશે. આ શિષ્ય બનવાનો મોટો ભાગ છે અને શિષ્યો બનાવવાનો મોટો ભાગ છે.

  • આપણે અનુયાયીઓ અને અગ્રણીઓછીયે
  • આપણે વિદ્વાન અને શિક્ષકો છીયે
  • અમે આશીર્વાદ પામ્યા છીએ અને અમે આશીર્વાદ છીએ

દેવ ઇચ્છતા નથી કે પાલન કરવા પેહલા અને બીજાઓને આપતાં પેહલા આપણે રાહ જોઈએ જ્યાં સુધી આપણે બધું જાણીના લઈએ. તે દિવસ ક્યારેય નહીંઆવે. આપણે ગુણાકાર કરવાનું શરૂ કરતા પહેલાં દેવ આપણને સંપૂર્ણ પરિપક્વ થવાની અપેક્ષા રાખતા નથી. તે ઈચ્છે છે કે આપણે તરત જ ગુણાકાર કરીએ.

દેવ ઇચ્છે છે કે આપણે જે જાણીએ છીએ તેનું પાલન કરીએ અને આપણે જે સાંભળ્યું છે તે વહેંચીએ. અને પછી તે ઈચ્છે છે કે આપણે બીજાઓને પણ આવું શીખવવું જોઈએ. છેવટે - તેમણે પહેલેથી જ આપણને પાલન કરવાનું અને વ્હેંચવાનું કહ્યું છે. આ પરિપક્વતા અને વૃદ્ધિનો માર્ગ છે.

ચર્ચા કરો

(10 min)

  1. ઈશ્વરની આધ્યાત્મિક વ્યવસ્થા અને કામ પાર પાડવાની આપણી પૃથ્વી પરની રીત વચ્ચે તમે શું તફાવતો જુઓ છો?

ઈસુએ કહ્યું," જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમને સાર્મથ્ય પ્રાપ્ત થશે. તમે મારા સાક્ષી બનશો. તમે દરેક જગ્યાએ મારા વિષે લોકોને વાત કરશો. યરૂશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી."

ચર્ચા કરો

(10 min)

  1. જ્યારે તમે ઈશ્વરની "સાક્ષી" બનવાના અને તેમની વાર્તા કહેવાની આજ્ઞા સાંભળો છો, ત્યારે તમને શું યાદ આવે છે?
  2. તમે શા માટે વિચારો છો કે ઈસુએ પોતાના શુભ સમાચાર જાહેર કરવા માટે બીજી કોઈ રીતને બદલે સામાન્ય લોકોને પસંદ કર્યા?
  3. ઈશ્વરની વાત કહેવામાં તમને વધારે અનુકૂળતા અનુભવવાની શી જરૂર પડશે?

સુવાર્તા

ઈશ્વરની વાત કહેવાનો બીજો કોઈ એક "શ્રેષ્ઠ માર્ગ" નથી (જેને સુવાર્તા કહેવામાં આવે છે), કારણ કે શ્રેષ્ઠ માર્ગ તમે કોને જણાવી રહ્યા છો તેના પર આધાર રાખે છે. દરેક શિષ્યએ ઈશ્વરની સુવાર્તાને એવી રીતે કહેવાનું શીખવું જોઈએ કે જે શાસ્ત્ર માટે સાચું હોય અને તેઓ જે પ્રેક્ષકો જાણવી રહ્યા છે તેમની સાથે જોડાય.

નીચેના બે પ્રસ્તુતિઓની સમીક્ષા કરો અને પ્રેક્ટિસ માટે એક પસંદ કરો.

READ

(5 min)

પ્રસ્તુતિ ૧

આ સત્રમાં, આપણે શીખીશું કે દેવ ની વાર્તા - સુવાર્તા - સર્જનથી લઈને ચુકાદા સુધી, માનવજાતની શરૂઆતથી આ યુગના અંત સુધી કેવી રીતે બીજાને કરવી. દેવ ની વાર્તા કરવાનીબીજી ઘણી રીતો છે.

શ્રેષ્ઠ રસ્તો જેને તમે સુવાર્તા કહી રહ્યાં છો,તે વ્યક્તિ અને તેના વિશ્વના દૃષ્ટિકોણ અને તેના જીવનના અનુભવો પર આધારીત છે.

દેવ સાંભળવા માટે તૈયાર અને વહેંચવા માટે તૈયાર તેવા હૃદયનો ઉપયોગ કરે છે.

તે તેમનું કામ છે. તે ફક્ત આપણને જોડાવામાટે આમંત્રણ આપે છે.

દેવ ની વાર્તા બીજાને કરવાની એક રીત એ છે કે આ યુગના અંતમાં દેવ ની સૃષ્ટિથી તેમના ન્યાય સુધી સુધી શું બન્યું છે તે સમજાવવું. જ્યારે આપણે આ રીતે દેવ ની કથા કહીએ છીએ, ત્યારે આપણે તેને લાંબી કે ટૂંકી, વિગતવાર અથવા ફક્ત થોડા મુદ્દા માં જણાવી શકીએ છીએ પરંતુ જે સાંભળે છે તેની સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલ હોઈએ છીએ. વિવિધ સંસ્કૃતિઓ અને વિશ્વના દૃષ્ટિકોણોવાળા લોકો ને તેમની વાર્તા કહેવામાં સહાય કરવા માટે, તમે હાથની મુદ્રા નો પણ ઉપયોગ કરી શકો છો જે શીખવા અને શીખવવાનું સરળ બનાવે છે.

અહીં દેવ ની ખુશખબરની વાર્તા છે -

શરૂઆતમાં, દેવે આખું વિશ્વ અને તેમાંની બધી વસ્તુઓ બનાવી. તેમણે પ્રથમ માણસ અને પ્રથમ મહિલા બનાવી. તેમણે તેમને એક સુંદર બગીચામાં મૂક્યા. તેમણે તેમને તેમના પરિવારનો ભાગ બનાવ્યો અને તેમની સાથે ગાઢ સંબંધ રાખ્યો. તેમણે તેમને હંમેશ માટે જીવંત બનાવ્યાં. મૃત્યુ જેવી કોઈ વાત નહોતી. આવા સંપૂર્ણ સ્થાને પણ, માણસે દેવ ની વિરુદ્ધ બળવો કર્યો અને પાપ અને દુખ ને વિશ્વમાં લાવ્યો. દેવે બગીચામાં માણસનેપ્રતિબંધ કર્યો. માણસ અને દેવ વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો. હવે માણસને મૃત્યુનો સામનો કરવો પડશે.

ઘણા સેંકડો વર્ષોથી, દેવ વિશ્વમાં દુત મોકલતા રહ્યા. તેઓએ માણસને તેના પાપની યાદ અપાવી પણ સાથે તેને દેવ ના વિશ્વાસ અને વિશ્વમાં તારણહાર મોકલવાની ખાતરી આપી.

તારણહાર,દેવ અને માણસ વચ્ચેના ગાઢસંબંધોને ફરીથી સ્થાપિત કરશે. તારણહાર માણસને મૃત્યુથી બચાવશે. તારણહાર માણસ ને અનંતજીવન આપશેઅને હમેશાં તેની સાથ રહશે.

દેવ આપણને એટલો પ્રેમ કરે છે કે જ્યારે સમય યોગ્ય હતો, ત્યારે તેણે તેમના પુત્રને તારણહાર તરીકે વિશ્વમાં મોકલ્યો. ઈસુ દેવ નો પુત્ર હતો. દુનિયા માં તેમનો જન્મ કુમારિકા દ્વારા જ થયો હતો. તેમણે એક સંપૂર્ણ જીવન જીવ્યું. તેમણે ક્યારેય પાપ નહોતું કર્યું .

ઈસુએ લોકોને દેવ વિષે શીખવ્યું. તેમણે તેમની મહાન શક્તિ દર્શાવતા ઘણા ચમત્કારો કર્યા. તેણે ઘણા રાક્ષસો ને હરાવ્યા. તેમણે ઘણા લોકોને સાજા કર્યા. તેમણે આંધળાઓને દેખતા કરી દીધા. તેમણે બહેરાઓને સાંભળતા કર્યા. તેમણે લંગડાઓને ચાલતા કર્યા. ઈસુએ મરેલાને પણ ઉભા કર્યા. ઈસુથી ઘણા ધાર્મિક નેતાઓ ડરતા હતા અને ઈર્ષા કરતા હતાં. તેઓ ઇચ્છતા હતાં કે તેમને મારી નાખવામાં આવે.

તેમણે ક્યારેય પાપ કર્યું ન હોવાથી, ઈસુએ મરી જવું જરૂરી ન હતું. પરંતુ તેમણે આપણા બધા માટે બલિદાન તરીકે મૃત્યુ પામવાનું પસંદ કર્યું, તેમના દુખદાયક મૃત્યુએ માનવજાતનાં પાપોને ઢાંકી દીધાં. આ પછી, ઈસુને એક કબરમાં દફનાવવામાં આવ્યા. દેવે ઈસુએ આપેલું બલિદાન જોયું અને સ્વીકાર્યું. દેવે ત્રીજા દિવસે ઈસુને મરણમાંથી જીવતા કરીને તેની સ્વીકૃતિ દર્શાવી.

દેવે કહ્યું કે જો આપણે આપણા પાપો માટે ઈસુના બલિદાનને માનીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ - જો આપણે આપણા પાપોથી પાછા વળીને ઈસુને અનુસરીયે ,તો દેવ આપણને બધા પાપથી મુક્ત કરે છે અને આપણને તેના કુટુંબમાં પાછા આવકારે છે.

દેવ પવિત્ર આત્મા ને આપણી અંદર રહેવા અને ઈસુને અનુસરવા માટે સમર્થ બનાવવા માટે મોકલે છે. આ પુન:સ્થાપિત સંબંધોને બતાવવા અને મજબૂત કરવા માટે અમે પાણીમાં બાપ્તિસ્મા પામીયે છીએ. મૃત્યુના પ્રતીક તરીકે આપણે પાણીની નીચે દફનાઇએ છીએ. નવા જીવનના પ્રતીક તરીકે આપણે ઈસુને અનુસરવા માટે પાણીમાંથી ઉભા થયા છીએ. જ્યારે ઈસુ મરણમાંથી ઊભા થયા, ત્યારે તેમણે પૃથ્વી પર ૪૦ દિવસ વિતાવ્યા.

ઈસુએ તેમના અનુયાયીઓને દરેક જગ્યાએ જવા અને વિશ્વભરના દરેકને તેમના મુક્તિના સારા સમાચાર જણાવવાનું શીખવ્યું. ઈસુએ કહ્યું - જાઓ અને બધા દેશોના શિષ્ય બનાવો, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો;અને મેં જે આજે જે આજ્ઞા કરી છે તે બધાનું પાલન કરવા તેમને શીખવો. હું હંમેશા તમારી સાથે રહીશ - આ યુગના અંત સુધી પણ.

ઈસુને પછી તેમની આંખો આમે સ્વર્ગ માં લઈ જવામાં આવ્યા. એક દિવસ, ઈસુ જે રીતે ગયા તે જ રીતે ફરીથી આવશે. જેઓ તેમને ચાહતા ન હતા અને તેમનું પાલન કરતા ન હતા તેઓને તે હંમેશાં સજા કરશે. તેમને પ્રેમ કરનારા અને તેમની આજ્ઞા પાળનારાઓ હંમેશા પ્રાપ્ત કરશે અને તેમને બદલો મળશે. આપણે તેમની સાથે નવા સ્વર્ગ અને નવી પૃથ્વી પર હંમેશ માટે જીવીશું.

ઈસુએ મારા પાપો માટે જે બલિદાન આપ્યું છે તે મેં માનું છું અને પ્રાપ્ત કરું છે. તેમણે મને દેવ ના પરિવારના ભાગ રૂપે સ્વચ્છ અને પુનર્સ્થાપિત કર્યો છે. તેઓ મને પ્રેમ કરે છે, અને હું તેમને પ્રેમ કરું છું અને તેમના રાજ્યમાં કાયમ તેની સાથે રહીશ.

દેવ તમને પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે તમે પણ આ ભેટ પ્રાપ્ત કરો. શું તમે હમણાં તે કરવા માંગો છો?

READ

(5 min)

૩- વર્તુળો

ઝુમ તાલીમમાં આપનું સ્વાગત છે.

આ વિભાગમાં , આપણે "ત્રણ વર્તુળ" નામના સાધનનો ઉપયોગ કરીને ઈશ્વરની વાત -સુવાર્તા - ને કેવી રીતે જણાવવી તે શીખીશું.

ઈશ્વરની સુવાર્તા જણાવવાની ઘણી રીતો છે.

શ્રેષ્ઠ માર્ગ તમે જેમને જણાવી રહ્યાં છો તે વ્યક્તિ અને દુનિયાના તેમના દૃષ્ટિકોણ અને તેમના જીવનના અનુભવો પર આધારિત છે. ઈશ્વર સાંભળવા માટે હૃદય તૈયાર કરે છે અને બીજાને જણાવવા માટે હૃદયનો ઉપયોગ કરે છે. તે તેમનું કામ છે. તે ફક્ત આપણને તેમાં જોડાવા માટે આમંત્રણ આપે છે.

ઈશ્વરની સુવાર્તા જણાવવાની એક રીત એ છે કે એક સરળ ચિત્રને દોરવું અને તેનું વર્ણન કરવું જેને આપણે ત્રણ વર્તુળો કહીએ છીએ

આપણે બધા ખૂબ જ કચડાયેલી દુનિયામાં જીવીએ છીએ

આપણે દુ:ખ, મૃત્યુ, યુદ્ધ, રોગ, વ્યસનોની વાર્તાઓ જોઈએ છીએ અને સાંભળીએ છીએ. એ બધી જગ્યાએ છે. પણ આ ઈશ્વરની મૂળ રચના નથી.

ઈશ્વરની મૂળ રચના તો પ્રેમ, આનંદ, એકતા અને શાંતિથી ભરેલી દુનિયા છે.

જે રીતે આપણે ઈશ્વરની સંપૂર્ણ રચનામાંથી બહાર નીકળીને કચડાયેલી દુનિયામાં આવ્યા, એ રીતે બાઇબલમાં તેને "પાપ" કહેવાય છે.
પાપ એ ઈશ્વરના માર્ગથી વિમુખ થઈ રહ્યું છે અને આપણી પોતાની રીતે ચાલી રહ્યું છે. પાપ આપણને ઈશ્વરથી જુદા પાડે છે. પાપ આપણને કચડાયેલી દુનિયામાં ફેંકી દે છે. પાપ આપણને આધ્યાત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે.

લોકો કચડાયેલી દુનિયામાંથી બહાર નીકળવા માગે છે. અને બહાર નીકળવા માટે આપણે તમામ પ્રકારની વિવિધ બાબતોનો પ્રયાસ કરીએ છીએ. આપણામાંના કેટલાક નશીલી દવા અને દારૂનો ઉપયોગ કરે છે. આપણામાંના કેટલાક સારી નોકરી મારફતે અથવા ઘણા પૈસા કમાઈને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આપણામાંના કેટલાકને લાગે છે કે સંબંધો તેમને બહાર કાઢશે. કેટલાક ધર્મનો પ્રયાસ પણ કરે છે - આપણે વિચારીએ છીએ કે સારી વર્તણૂક અથવા બીજાને મદદ કરવાથી આપણને મુક્ત કરવામાં આવશે.

આમાંની કોઈ પણ વસ્તુ ખરેખર કચડાયેલી સમસ્યાને ક્યારેય ઠીક કરી શકતી નથી. જ્યારે આપણને એવું લાગે છે કે આપણે એક ક્ષણ માટે પણ દૂર થઈ જઈએ છીએ ... આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી જ આપણે પાછા સ્થિર થઈ ગયા છીએ. અહીંયા એક કડવું સત્ય છે. જો આપણે હજી પણ - કચડાયેલી દુનિયામાં છીએ - જ્યારે આ જીવનનો અંત આવે છે, ત્યારે બાઇબલ કહે છે કે આપણે કાયમ માટે ઈશ્વરથી અલગ થઈ ગયા છીએ. હંમેશ ને માટે.

બાઇબલ એ જગ્યાને "નરક" કહે છે.

પણ ઈશ્વર નથી ઇચ્છતો કે આપણે કચડાયેલી દુનિયામાં રહીએ.

બાઇબલ જણાવે છે - ઈશ્વરે આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાના એકના એક પુત્રને આપણા માટે માર્ગ બનાવવા મોકલ્યો. ઈસુ આપણા પાપને ધોઈ નાખવા અને આપણને આ કચડાયેલી દુનિયામાંથી દૂર લઈ જવા માટે પૃથ્વી પર આવ્યા હતા.

તેથી, દેવના પુત્ર ઈસુએ, તેમના મૃત્યુ સાથે આપણા પાપોનો નાશ કર્યો.

ઈસુ મૃત્યુ પામ્યા અને તેમને દફનાવવામાં આવ્યા તેના ત્રણ દિવસ પછી, તેઓ મૃત્યુમાંથી ઊઠ્યા. તેમના મહાન બલિદાનને કારણે, ઈશ્વરે ઈસુને સ્વર્ગની દરેક વસ્તુ અને પૃથ્વી પરની દરેક વસ્તુઓનો અધિકારી બનાવ્યો.

રાજા ઈસુએ અમારા માટે કચડાયેલી દુનિયામાંથી રસ્તો બનાવ્યો. ઈશ્વરે કહ્યું કે જો...

… આપણે આપણા પાપમાંથી ફરીએ છીએ...

… અને વિશ્વાસ કરો કે ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યા છે...

… અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા પામ્યા છે...

પછી ઈશ્વર આપણને - ઈસુની જેમ જ - ઈશ્વરના કુટુંબના ભાગ રૂપે એક નવા પ્રકારના જીવનમાં ચાલવા માટે - હંમેશને માટે ઉછેરે છે.

પછી આપણે આ કચડાયેલી દુનિયામાં આ નવા જીવનનું નમૂનારૂપ બનીએ છીએ. પછી આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ઈસુ એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી બનાવશે, જ્યાં આપણે સદાને માટે સંપૂર્ણ રીતે તેમની સાથે રહી શકીશું.

ઈશ્વર ઇચ્છે છે કે આપણે તેમની સાથેના આપણા સંબંધમાં આગળ વધીએ. ઈશ્વર ઇચ્છે છે કે આપણે તેની મૂળ સંપૂર્ણ રચનામાં પાછા આવીએ.

ઈશ્વરના કુટુંબના ભાગ રૂપે, ઈસુ આપણને એક હેતુ આપે છે - જે જીવન જીવવાનું કારણ છે - અને શ્રેષ્ઠ સંભવિત જીવન જીવવાની રીત આપે છે.

ઈસુનો આપણા માટેનો હેતુ જાઓ અને સુવાર્તા આપો.

ઈસુ આપણને મોકલે છે - જેમ કે તેમના પિતા ઈશ્વરે તેમને મોકલ્યા હતા - અન્ય લોકોને મુક્ત કરવા અને ઈશ્વરના કાયમના કુટુંબનો હિસ્સો બનવામાં મદદ કરવા માટે આ કચડાયેલી દુનિયામાં આવ્યા.

આ ત્રણ વર્તુળના દુનિયામાં, ફક્ત બે જ પ્રકારના લોકો છે - -

જે લોકો ... ઈશ્વરની મૂળ રચનાનો એક ભાગ, જે ઈશ્વરના બચાવ અભિયાનને જીવંત કરે છે ... ઈશ્વર તેમના હંમેશના કુટુંબ સાથે ફરીથી જોડવામાં મદદ કરે છે.

અથવા...

જે લોકો ... હજી પણ કચડાયેલી દુનિયામાં ... મુક્ત થવા માટે બધું જ અજમાવી રહ્યા છે .. આશા છે કે કોઈ તેમને બચાવશે

  • તમે જાણો છો કે તમે હવે ક્યાં છો?
  • શું તમે જાણો છો કે તમે શું બનવા માંગો છો?

ઈશ્વરની સુવાર્તાને જણાવવાની ઘણી રીતો છે. મહત્વની વાત સુવાર્તા જણાવવાની છે. ઈશ્વર સાંભળવા માટે હૃદય તૈયાર કરે છે અને સુવાર્તા જણાવવા માટે હૃદયનો ઉપયોગ કરે છે. તે તેમનું કામ છે. તે ફક્ત આપણને તેમનામાં જોડાવા માટે આમંત્રણ આપે છે.

પ્રવૃત્તિ

(45 min)

સુવાર્તા જણાવવી

ક્યુ આર કોડ સ્કેન કરો.

તમે જોયેલા બે પ્રસ્તુતિઓમાંથી એક પસંદ કરો.

બે કે ત્રણના જૂથમાં વિભાજીત કરો.

એકબીજાને ગોસ્પેલ કહેતા વારા લો.

ઈશ્વરની વાર્તા: નિર્ણયશૈલીનું સર્જન

આરંભમાં ઈશ્વરે સમસ્ત સૃષ્ટિ તથા તેમાં જે કંઈ છે, એ દરેક બાબતનું સર્જન કર્યું હતું.

તેમણે પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીનું સર્જન કર્યું. તેમણે તેઓને એક સુંદર વાડીમાં વસાવ્યા. તેમણે તેઓને પોતાના કુટુંબના ભાગરૂપ બનાવ્યા અને તે તેઓની સાથે એક ગાઢ સંબંધ ધરવતા હતા.

તેઓ સદાકાળ જીવે, એ હેતુથી ઈશ્વરે તેઓનું સર્જન કર્યું હતું. મૃત્યુ જેવી કોઈ બાબત ત્યાં હતી જ નહિ. "આ સંપૂર્ણ જગ્યાએ પણ માણસે ઈશ્વરની વિરૂધ્ધ બળવો પોકાર્યો અને જગતની અંદર તેઓ પાપ અને દુઃખ લાવ્યા. ઈશ્વરે તેઓને વાડીમાંથી બહાર તગેડી મૂક્યા. માણસ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ તૂટી ગયો. હવે માણસે મૃત્યુનો સામનો કરવાનો વારો આવ્યો." "સેંકડો વર્ષો પૂર્વે, ઈશ્વરે જગતની અંદર સંદેશવાહકો મોકલવાનું ચાલુ રાખ્યું. એ સંદેશવાહકો માણસને તેણે કરેલા પાપની યાદ દેવડાવતા હતા, વળી તેઓએ તેને ઈશ્વરના વિશ્વાસુપણા તથા જગતની અંદર એક તારનાર મોકલી આપવાની ખાતરી સંબંધી પણ વાત કરી.

તારનાર ઈશ્વર અને માણસ વચ્ચેના ગાઢ સંબંધને પુનઃ સ્થાપિત કરવાનો હતો. તારનાર માણસને મૃત્યુમાંથી ઉગારી લેવાનો હતો. તારનાર અનંતજીવન આપીને માણસની સાથે સદાકાળ રહેવાનો હતો. ઈશ્વર આપણા પર એટલો બધો પ્રેમ રાખે છે કે યોગ્ય સમયે તેમણે પોતાના દીકરાને તારનાર થવા માટે જગતમાં મોકલી આપ્યો.

"ઈસુ ઈશ્વરના પુત્ર હતા. એક કુંવારી મારફતે તેમણે આ જગતમાં જન્મ લીધો. ઈસુ એક સંપૂર્ણ જીવન જીવ્યા હતા. તેમણે ક્યારેય કોઈ પાપ કર્યું ન હતું. ઈસુએ લોકોને ઈશ્વર સંબંધી ઉપદેશ કર્યો. તેમણે પોતાનું મહાન સામર્થ્ય પ્રગટ કરીને ઘણાબધા ચમત્કારો કર્યા. તેમણે ઘણાબધા અશુધ્ધ આત્માઓને દૂર કર્યા. તેમણે ઘણાબધા લોકોને સાજાં કર્યા. તેમણે આંધળાઓને દેખતા કર્યા. તેમણે બહેરાઓને સાંભળતા કર્યા. તેમણે અપંગોને ચાલતા કર્યા. ઈસુએ મૃત્યુ પામેલાઓને સજીવન પણ કર્યા." ઘણા ધાર્મિક આગેવાનો ઈસુથી ગભરાઈ ગયા હતા અને તેઓ ઈસુની ઈર્ષ્યા રાખતા હતા.

તેઓ તેમને મારી નાખવા માગતા હતા. તેમણે ક્યારેય પાપ કર્યું ન હોવાને લીધે ઈસુએ મૃત્યુ પામવાની જરૂર ન હતી.

પરંતુ તેમણે આપણા બધાને ખાતર બલિદાન સ્વરૂપે મૃત્યુ પામવાનું પસંદ કર્યું હતું. તેમનાં પીડાદાયક મૃત્યુએ માનવજાતનાં બધાં જ પાપોને ભૂંસી નાખ્યાં. આ ઘટના પછી ઈસુને એક કબરમાં દાટવામાં આવ્યા. ઈસુએ આપેલા બલિદાનનો ઈશ્વરે સ્વીકાર કર્યો. ઈશ્વરે ત્રીજા દિવસે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડીને તેમણે કરેલા સ્વીકારને પ્રગટ કર્યો.

ઈશ્વરે કહ્યું કે જો આપણે આપણા પાપો માટે ઈસુના બલિદાનને માનીએ અને સ્વીકારીએ - જો આપણે આપણા પાપોથી દૂર થઈ જઈએ અને ઈસુને અનુસરીએ, તો ઈશ્વર આપણને બધા પાપોમાંથી મુક્ત કરે છે અને તેમના પરિવારમાં આપણને પાછા આવકારે છે.

ઈશ્વર પવિત્ર આત્માને આપણી અંદર પવિત્ર જીવન જીવવા મોકલે છે અને આપણને ઈસુને અનુસરવા સમર્થ બનાવે છે. આ પુન:સ્થાપિત સંબંધોને બતાવવા અને સાબિત કરવા માટે અમે પાણીમાં બાપ્તિસ્મા લીધું છે.

મૃત્યુના પ્રતીક તરીકે આપણે પાણીની અંદર દટાઈએ છીએ. નવા જીવનના પ્રતીક તરીકે આપણે ઈસુને અનુસરવા માટે પાણીની બહાર ઉભા થઈએ છીએ.

"ઈસુ જ્યારે મૂએલાંમાંથી પાછા ઊઠ્યા ત્યારે તેમણે આ પૃથ્વી પર ૪૦ દિવસ વીતાવ્યા.

ઈસુએ તેમના અનુયાયીઓને દરેક જગ્યાએ જઈને દુનિયાભરમાં રહેનાર દરેક વ્યક્તિને તેમની મારફતે પ્રાપ્ત થતા તારણ વિષેના શુભ સમાચાર જણાવવા માટે કહ્યું. ઈસુએ કહ્યું - તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો;બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી, તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને તેઓની આંખોની સામે જ ઈસુને આકાશમાં ઊંચકી લેવામાં આવ્યા હતા.

ઈસુ જે રીતે સ્વર્ગમાં પાછા ગયા હતા, એવી રીતે જ તે એક દિવસ ફરીથી પાછા આવશે. જે લોકોએ તેમના પ્રત્યે પ્રેમ રાખ્યો ન હતો અને તેમને આધીન થયા ન હતા, એ સર્વ લોકોને તે અનંતકાલિક શિક્ષા કરશે. તેમના પર પ્રેમ રાખીને તેમને આધીન રહેનાર સર્વ લોકોનો તે સ્વીકાર કરશે અને તેઓને અનંતકાલિક બદલો આપશે. આપણે એક નવા આકાશમાં અને એક નવી પૃથ્વી પર સદાકાળ તેમની સાથે રહીશું.

મારાં પાપો માટે ઈસુએ આપેલા બલિદાન પર મેં વિશ્વાસ કર્યો છે અને તેનો હું સ્વીકાર કરું છું. તેમણે મને શુધ્ધ કર્યો છે અને ઈશ્વરના કુટુંબના એક સભ્ય તરીકે તેમણે મને પુનઃ સ્થાપિત કર્યો છે. તે મારા પર પ્રેમ રાખે છે, અને હું તેમના પર પ્રેમ રાખું છું અને તેમના રાજ્યમાં હું સદાકાળ તેમની સાથે રહીશ. "ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે, વળી તે ઈચ્છે છે કે તમે પણ આ ભેટ પ્રાપ્ત કરો. શું તમે અત્યારે જ એ પ્રમાણે કરવા માટે તૈયાર છો ?"

જ્યાં સુધી તમને સાક્ષી કહેવામાં આરામદાયક ન લાગે ત્યાં સુધી તમારા પોતાના પર સુવાર્તાની આ પ્રસ્તુતિની પ્રેક્ટિસ કરો.

READ

(5 min)

બાપ્તિસ્મા

ઈસુએ કહ્યું - "જાઓ અને બધા દેશોના શિષ્યો બનાવો, તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો ..." બાપ્તિસ્મા - અથવા મૂળ ભાષામાં બાપ્તિઝો - એટલે કે ભીંજવવુંઅથવા ડૂબાવવું - જેમ તમે કોઈ કપડાને રંગ કરો છો અને તે રંગમાં ભીંજાઈને રૂપાંતરિત થાય છે.

બાપ્તિસ્મા એ આપણા નવા જીવનનું ચિત્ર છે, જે ઈસુની છબીમાં ભીંજાયેલું છે,દેવ નીઆજ્ઞાકારીમાં રૂપાંતરિત થાય છે. તે પાપ માટે આપણા મૃત્યુનું ચિત્ર છે, ઈસુ આપણા પાપો માટે મરી ગયા;ઈસુને જે રીતે દફનાવવામાં આવ્યા તે રીતે, આપણી જૂની જીવનશૈલી નું દફન; ઈસુમાં નવા જીવનનો પુનર્જન્મ, જેમ ઈસુ સજીવન થયા અને આજે જીવે છે.

જો તમે ક્યારેય કોઈને બાપ્તિસ્મા આપ્યું ન હોય, તો તે ડરામણું લાગે છે, પરંતુ તેવું ન હોવું જોઈએ. અહીં સરળ પગલાંઆપેલા છે. નવા શિષ્યને ડૂબી જવા દેવા માટે પૂરતુંસ્થિર પાણી શોધો. આ પાણી તળાવ, નદી, સરોવર અથવા સમુદ્રનું હોયશકે છે . તે નહાવા નું ટબ અથવા એકત્રિત પાણી પણ હોઈ શકે છે.

શિષ્યને તમારા એક હાથને પકડી લેવા દો અને બીજા હાથ થી તેમની પીઠને ટેકો આપો.

તેઓએ સમજી ને નિર્ણયલીધો છે તેની ખાતરી કરવા આ બે પ્રશ્નો પૂછો.

  • "શુંદેવ અને તારણહાર તરીકે ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરો છો ?"
  • "શું આજીવન રાજા તરીકેની આજ્ઞા નું પાલન કરીને તેમની સેવા કરશો?"

જો તેઓ બંનેનો જવાબ "હા" આપે છે, તો કહો:

  • "કેમ કે તમે પ્રભુ ઈસુમાં તમે વિશ્વાસ મૂક્યો છે, હવે હું તમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપું છું."

તેમને પાણીમાં ડૂબવા માં મદદ કરો,સંપૂર્ણપણે ડૂબી જાય એટલે તેમને પાછા ઉભા કરો.

તમે ઈસુના નવા અનુયાયી - સ્વર્ગના નવા નાગરિક - જીવંત દેવના નવા સંતાનના રૂપે બાપ્તિસ્મા લીધું છે. આ ઉજવણીનો સમય છે!

બાપ્તિસ્મા - પ્રથમ સંસ્કાર જે ઈસુએ તેમના અનુયાયીઓને આપ્યાં અને ઝૂમ સાધનો માનો પાયો.

ચર્ચા કરો

(10 min)

  1. શું તમે ક્યારેય કોઈને બાપ્તિસ્મા આપ્યું છે?
  2. શું તમે તેના પર વિચાર પણ કરશો?
  3. જો મહાન આદેશ ઈસુના દરેક શિષ્ય માટે હોય, તો શું તેનો અર્થ એ છે કે દરેક શિષ્યો બીજાને બાપ્તિસ્મા આપવાની છૂટ છે? શા માટે કે કેમ નહીં?

મહત્વનું યાદ અપાવો - શું તમે બાપ્તિસ્મા લીધું છે?

જો નથી લીધું , તો અમે તમને આ તાલીમના વધુ એક સત્ર પહેલાં આ યોજના બનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જ્યારે તમે ઈસુને "હા" કહેવાની ઉજવણી કરો ત્યારે તમારા જૂથને આ મહત્વપૂર્ણ દિવસનો ભાગ બનવા માટે આમંત્રિત કરો.

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • રાજ્યની અર્થવ્યવસ્થા
  • સુવાર્તા અને કેવી રીતે સુવાર્તા આપવી
  • બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય

NEXT STEP

આધીન

ઈશ્વરને પૂછો કે તમે સર્જન થી અંત (અથવા ઈશ્વરની વાત શેર કરવાની બીજી કોઈ રીત)નો ઉપયોગ કરવા માટે તાલીમ આપો એવું તમે કોને તાલીમ આપો એમ તે ઇચ્છે છે. તમે જાઓ તે પહેલાં આ વ્યક્તિનું નામ જૂથ માં જણાવો.

જણાવવું

આ અઠવાડિયે ઈશ્વરની વાત પર પ્રેક્ટિસ કરવામાં સમય વિતાવો અને પછી તમારી 100 વ્યક્તિની યાદીમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે તેને શેર કરો, જેને તમે "અવિશ્વાસી" અથવા "અજ્ઞાત" તરીકે ટીકમાર્ક કર્યા છે.

મહત્વપૂર્ણ યાદ અપાવો - તમારું ગ્રુપ આગામી સત્રમાં લોર્ડ્સ સપરની ઉજવણી કરશે. પુરવઠો (બ્રેડ અને વાઇન/જ્યુસ)ને યાદ રાખવાની ખાતરી કરો.

સત્ર ૪

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 8764

પ્રાર્થના

(5 min)

પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો કે તે અમને તેમના શુભ સમાચાર અન્ય લોકો સાથે શેર કરવા આમંત્રણ આપે.

ઈશ્વરને કહો કે તમારા જૂથના દરેક સભ્યને ખ્રિસ્તનું મન આપે અને દરેકને પોતાના આત્માથી ભરી દે.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલો સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ
  • બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી
  • ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો
  • તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો
  • પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી

READ

(5 min)

ત્રણ મિનિટની સાક્ષી

ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું - "તમે આ બાબતોના સાક્ષી છો." ઈસુના અનુયાયીઓ અને સાક્ષી તરીકે, - ઈસુએ આપણા જીવન પર જે અસર કરી છે તે વિશે આપણે "જુબાની આપવી"જોઈએ. દેવ સાથેના સંબંધની તમારી વાર્તાને જુબાની કહેવામાં આવે છે. દરેકની પાસે એક વાર્તા હોય છે. આ તમારી કેહવાની તક છે.

જુબાની માટે એક અથવા બે અનુયાયીઓ પસંદ કરો અને પછી૧૦૦ ની સૂચિમાંથી ૫ નામો પસંદ કરો. ખાતરી કરો કે તમે "બિન-ક્રિશ્ચિયન" અથવા "અજાણ્યા આધ્યાત્મિક દરજ્જા" ના વર્ગમાં લોકોને પસંદ કરો છો. તમારી જુબાનીનો અભ્યાસ કરો - તમારી ઇસુની વાર્તા -અભ્યાસ ના ભાગીદારોને સૂચિમાંથી પસંદ કરેલા ૫ લોકોમાંથી ૧ હોવાનો ડોળ કરવાનું કહો. તમારી વાર્તાને ૫ માંથી દરેક માટે વિશિષ્ટ બનાવવાનો અભ્યાસ કરો. લગભગ ત્રણ મિનિટમાં વાર્તાનું એક નાનું સંસ્કરણ કહેવામાં તમે સમર્થ હોવા જોઈએ.

તમારી વાર્તાને આકાર આપવાની અનંત રીતો છે, પરંતુ અહીં કેટલીક સારી રીતો આપેલી છે: તમે શા માટે ઈસુને અનુસરવાનું પસંદ કર્યું તે વિશે એક સરળ નિવેદન કરો. આ નવા આસ્તિક માટે સારું રહશે. તમારી "પહેલાં" અને "પછીની" વાર્તા કરો - તમે ઈસુને જાણતા હતાં તે પહેલા તમારું જીવન કેવું હતું અને તમારું જીવન હવે કેવું છે. સરળ અને શક્તિશાળી.

તમે તમારી "સાથે" અને "વગર" વાર્તા કરો. તમારું જીવન "ઈસુ સાથે" કેવું છે અને "તેમના વિના" કેવું હશે. જો તમને નાની ઉંમરે વિશ્વાસુ બનો છે, તો તમારી વાર્તાનું આ સંસ્કરણ સારું કાર્ય કરશે.

જ્યારે તમે જુબાની સમાપ્ત કરો, ત્યારે ભાગીદાર ને તેમનો વારો લેવા દો. કહેતા રહો જ્યાં સુધી તમે બંને તમારા પાંચ પૂર્ણ કરી ન લો. વધારે અસર કરવા માંગો છો?

તમારી વાર્તાવખતે, તેને ત્રણ-ભાગ ની પ્રક્રિયાના રૂપે વિચારવામાં મદદરૂપ થાય છે:

  • તેમની વાર્તા - તમે જેની સાથે વાત કરો તે વ્યક્તિને તેમની આધ્યાત્મિક યાત્રા વિશે વાર્તા કરવા કહો.
  • તમારી વાર્તા - પછી તમારા જુબાનીને તેમના અનુભવની જેમ કરો.
  • દેવની વાર્તા - છેવટે દેવની વાર્તાને એવી રીતે કહો કે જે તેમના વિશ્વદર્શન, મૂલ્યો અને અગ્રતા સાથે જોડાય.

તમને કેવી રીતે પ્રારંભ કરવું તે અંગે ચિંતા હોય તો - તેને સરળ રાખો.

ફક્ત તમે શા માટે ઈસુને અનુસરવાનું નક્કી કર્યું તેજણાવો. દેવ તમારી વાર્તાનો ઉપયોગ જીવન બદલવા માટે કરી શકે છે, પરંતુ યાદ રાખો - તમે જ તેને કહી શકો છો.

ઝૂમ સાધનો માં, તમારી ત્રણ-મિનિટ જુબાની એક બીજું સરળ સાધન છે.

પ્રવૃત્તિ

(30 min)

ત્રણ મિનિટની સાક્ષી

ક્યુ આર કોડ સ્કેન કરો.

તમારી સાક્ષી લખવા અને તેને ફક્ત ત્રણ મિનિટ માં પૂર્ણ કરવી. (૧૦ મિનિટ)

બેથી ત્રણના જૂથોમાં સામેલ થાઓ અને જણાવવાની પ્રેક્ટિસ કરો. (૨૦ મિનિટ)

ત્રણ મૂળભૂત પ્રકારની સાક્ષીઓ

તમારી વાતને આકાર આપવા માટેની રીતો અનંત છે, પરંતુ અહીં કેટલીક રીતો વિષે વાત કરવામાં આવી છે કે જેને આપણે બહુ સારી રીતે કામ કરતી નિહાળી છે:

  • સીધુંસાદું કથન - ઈસુની પાછળ ચાલવા માટે તમે શા માટે પસંદ કર્યું, એ સંબંધી તમે એક સીધાસાદા કથન વિષે તમે વાત કરી શકો છો.
  • પહેલાં અને પછી - તમે તમારી "અગાઉ" અને "પછી" ને લગતી વાત કરી શકો છો. - ઈસુની ઓળખ થઈ, એ પહેલાં તમારું જીવન કેવું હતું અને અત્યારે તમારું જીવન કેવું છે ? સીધુંસાદું અને અસરકારક.
  • સહિત અને રહિત - તમે તમારી 'સહિત' અને 'રહિત' વિષેની વાત કરી શકો છો - "ઈસુ સાથેનું" તમારું જીવન શેના જેવું છે, અને "તેમના વગર" નું જીવન કેવું હોત.જા તમે જુવાન વયે તેમના પર વિશ્વાસ કર્યો હશે, તો તમારી વાર્તાનું આ દર્શન સારી રીતે કાર્ય કરે છે.

તમારી સાક્ષીને જણાવવા માટેના ત્રણ ભાગો

તમે જ્યારે તમારી વાર્તા વિષે વાત કરો છો, ત્યારે એ વાર્તાના ત્રણ ભાગની પ્રક્રિયાના એક ભાગ તરીકે તેનો વિચાર કરવા મદદરૂપ બને છે:

  • તેઓના સંબંધી વાર્તા - તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો, એ વ્યક્તિને તેની આત્મિક મુસાફરી વિષે વાત કરવાનું કહો.
  • તમારા વિષેની વાર્તા - એ પછી તમારા અનુભવને આધારે ગૂંથાયેલી તમારી સાક્ષી સંબંધી વાત કરો.
  • ઈશ્વર વિષેની વાર્તા - છેલ્લે ઈશ્વર વિષેની વાર્તા એવી રીતે રજૂ કરો કે જે તમારા દૃષ્ટિકોણ, મૂલ્યો અને અગ્રીમતાઓ સાથે સંકળાયેલી હોય.

તમારી સાક્ષી લાંબી ન હોવી જાઈએ અથવા અસરકારક નીવડે એટલી જ વિગતો વિષે વાત કરો. વાસ્તવમાં તો, તમારી વાર્તા માટે લગભગ ૩ મિનિટનો સમય ફાળવવાથી તમે પ્રશ્નોત્તરી અને સઘન ચર્ચા માટે પૂરતો સમય આપી શકશો. જો તમે શરૂઆત કેવી રીતે કરવી, એ સંબંધી મૂંઝાઓ છો, તો એ વાર્તાને સીધુંસાદું સ્વરૂપ આપો. જીવનોમાં બદલાણ લાવવા માટે ઈશ્વર તમારી વાર્તાનો ઉપયોગ કરી શકે છે, પરંતુ એક વાત એ યાદ રાખો કે - તમારે જ એ વાર્તા કહેવાની છે.

READ

(5 min)

મહાન, મહાન અને મહાન આશીર્વાદ

આ સત્રમાં, અમે દેવના સારા, ઉત્તમ અનેસૌથી ઉત્તમ આશીર્વાદો વિશે અને તે અન્ય લોકો સાથે કેવી રીતે વહેંચી શકીએ તે વિશે વાત કરીશું. જ્યારે કોઈ ઈસુને અનુસરવાનું પસંદ કરે છે, ત્યારે તમે તેમને સાચા રસ્તેથી આગળ વધવામાં કેવી રીતે સહાય કરો છો? તમે તેમને દેવના રાજ્યના ફક્ત ઉપભોક્તા બનવા નહીં પરંતુ ઉત્પાદક બનવામાં કેવી રીતે સહાય કરો છો? દેવ, જે બધા આશીર્વાદ આપવા તૈયાર છે તે પ્રાપ્ત કરવામાં તમે તેમને કેવી રીતે સહાય કરો છો?

હું તેમને આ કહીને પ્રારંભ કરું છું ...

  • ઈસુને અનુસરવાનું આશીર્વાદ છે.
  • ઈસુને અનુસરવા અન્યને દોરવાનું એ એક મહાન આશીર્વાદ છે.
  • નવો આધ્યાત્મિક પરિવાર શરૂ કરવો એ એક મોટો આશીર્વાદ છે.
  • બીજાને નવા આધ્યાત્મિક પરિવારો શરૂ કરવા સજ્જ કરવા સૌથી મોટો આશીર્વાદ છે.

તમે ઈસુને અનુસરવાનું પસંદ કર્યું છે અને તેથી દેવ તમને આશીર્વાદ આપે છે. હું ઈચ્છું છું કે તમે પણ દેવનો સારા આશીર્વાદ, ઉત્તમ આશીર્વાદ અને સૌથી ઉત્તમ આશીર્વાદ મેળવો. શું હું તમને બતાવી શકુંકઈ રીતે ?

જો તેઓ વધુ જાણવા માંગતા હોય, તો હું તેઓને ૧૦૦ લોકોની સૂચિ બનાવવા માટે કહું છું જેમને તેઓ પહેલેથી જાણતા હોય. પછી હું તેમને તે સૂચિમાંથી પાંચ લોકોને પસંદ કરવા કહું છું - પાંચ લોકો જે ઈસુને જાણતા નથી - પાંચ લોકો જેની સાથે તેઓ હમણાં જ વહેંચવા માંગે છે.

ઈસુને અનુસરવાનો આશીર્વાદ છે. તમે આ આશીર્વાદ બીજા કોની સાથે વહેંચવા માંગો છો?

હું તેમને તેમની જુબાની કેહવા કહું છું. દેવ તેમના જીવનમાં શું કરી રહયા છે તેની વાર્તા - . હું તેમને ગોસ્પેલની વાર્તા કરવાનું શીખવું છું - દેવ વિશ્વમાં શું કરે છે તેની વાર્તા. હું તેમને શીખવું છું કે દેવના સારા, ઉત્તમ અને સૌથી ઉત્તમ આશીર્વાદોકેવી રીતે બીજા ને વેહંચવા.

મેં જેમની સાથે વહેંચવા માટે પસંદ કરેલા પાંચ લોકોમાંના દરેક માટે એક વખત આ વસ્તુઓનો અભ્યાસ કરું છું. પ્રથમ તેમની વાર્તા. પછી દેવની વાર્તા. પછી દેવના આશીર્વાદ. દરેક વખતે, હું તેમની સૂચિમાંથી પાંચ લોકોમાંનો એક હોવાનો ડોળ કરું છું. દરેક વખતે, તેઓ તેમની વાર્તા જણાવે કરે છે. તેઓ દેવની વાર્તા જણાવે કરે છે. તેઓ મનેપણ ઈસુના અનુયાયી બનવાનું આમંત્રણ આપે છે. તેઓ દેવના સારા,ઉત્તમ અને સૌથી ઉત્તમ આશીર્વાદ વિશે શીખવે છે. દરેક વખતે, હું તેમને પ્રશ્નો પૂછું છું અથવા ટિપ્પણીઓ કરું છું જે મને લાગે છે કે તે વ્યક્તિ કદાચ કરી શકે છે. અમારો અભ્યાસ કર્યા પછી, હું ફરીથી તેમને મળવા માટે કહું છું - જો શક્ય હોય તો માત્ર બે દિવસ પછી - આ વહેંચણી કેવી રીતે ચાલી રહી છે તે જોવા માટે.

હું તેમને તેમની સૂચિમાંથી પાંચ સાથે મળવા માટે પૂરતો સમય આપવા માંગું છું, પરંતુ હું એટલો સમય આપવા માંગતો નથી કે તેઓ તેને મુકી દે અથવા ભૂલી જાય.

હું હંમેશાં ફોન નંબર અથવા ઇમેઇલ સરનામાં અથવા સંપર્કમાં રહેવાની બીજી એવી રીત માંગું છું. હું તેમની સાથે પ્રાર્થના કરું છું કે દેવ, જેવા મને કહયાં છે તે જ રીતે તેમણે યોગ્ય શબ્દો આપશે.

બે દિવસ પછી, અમે ફરીથી મળીશું અને વહેંચણી કેવી રીતે ચાલી રહી છે તે વિશે વાત કરીશું.

જો તેઓ ન વહેંચે , તો હું તેમની સાથે વધુ અભ્યાસ કરવાની પ્રસ્તાવના કરું છું. હું તે પાંચ માથી જે પણ ઉપલબ્ધ હોય તેની સાથે તરત જ જવાની પ્રસ્તાવના કરું છું. હું તેમને વહેંચવાનું શરૂ કરવામાં સહાય કરવા માટે બનતું બધું જ કરું છું. પરંતુ હું નવી વસ્તુઓ વિશે વાત કરીશ નહીં. હું તેઓને પહેલાથી જે શીખ્યા છે તેને વિશ્વાસુ રહેવાની શ્રેષ્ઠ તક આપવા માંગું છું.

જો તેઓ મનાઈ કરે છે અથવા બહાના કરે છે, તો હું દેવને પૂછું છું કે શું આ ખરેખર "સારી જમીન" છે કે જે તેમના રાજ્ય માટે ફળદાયી થશે અથવા મારે બીજે ક્યાંક જઈને રોપણ કરવું જોઈએ.

જો તેઓ વહેંચે છે -તો અમે ઉજવણી કરીએ છીએ!

ભલે તેમની સૂચિમાં કોઈએ વિશ્વાસ ન કર્યો હોય, પણ હું ઉત્સાહિત છું કે તેઓએ સાંભળ્યું, આજ્ઞાકારી બન્યાં અને વ્હેંચ્યું. તે વિશ્વાસુહોવાની નિશાની છે. અને તેઓ થોડા વિશ્વાસુ બન્યાં હોવાથી, વધુ વ્હેંચવામાં મને આનંદ થાય છે.

હું બાપતિસ્મ વિશે વાત કરું છું અને તેમને બીજા સાધન આપુંછું જેનો તેઓ ઉપયોગ કરી શકે છે જેમકે ____ અથવા _____. તેમની ૧૦૦ ની સૂચિમાંથી કેટલાક લોકોને પસંદ કરવાનું કહો - જે લોકો ઈસુને જાણતા નથી અથવા તેમનું પાલન કરતા નથી.

અને પછી હું તેમની સાથે અભ્યાસ કરું છું - પહેલાની જેમ - તેમની વાર્તા સાથે, દેવની વાર્તા સાથે અને દેવના આશીર્વાદ સાથે. અને આપણે પ્રાર્થના કરીએ છીએ. હવે જો તેઓ જુબાની આપે છે અને તેમની સૂચિમાંના કોઈએ વિશ્વાસ કર્યો છે, તો અમે ખરેખર ઉજવીએ છીએ!

દેવનું કુટુંબ મોટું થઈ રહ્યું છે! હું હંમેશાં પૂછું છું કે શું તેઓએ સારા,ઉત્તમ અને સૌથી આશીર્વાદ વિશે વાત કરી છે, કારણ કે આ તે જ છે જે દેવના કુટુંબને વિકસિત રાખે છે.

જો તેઓએ દેવના આશીર્વાદો વિશે વાત ના કરી હોય, તો અમે ફરીથી તેના પર જઈશું - આશીર્વાદો, ઈસુના નવા અનુયાયીઓ કેવી રીતે સૂચિ બનાવી શકે છે,તેઓ કેવી રીતે તેમની વાર્તા કરી શકે છે, દેવની વાર્તા કરી શકે છે અને આશીર્વાદો વહેંચી શકે છે - આ બધું જેથી ઈસુના નવા અનુયાયી પણ વ્હેંચવાનું શીખી શકે છે.

અમારો અભ્યાસ થયા પછી, હું તેમને તે નવા આસ્તિક પાસે પાછા મોકલીશ જેથી તેઓ વ્હેચવાનું ચાલુ રાખી શકે. પરંતુ તેમના વિશે શું છે જેમણે વ્હેંચ્યું છે અને તેમની સૂચિમાંના કોઈએ વિશ્વાસ કર્યો છે અને તેઓએ પણ આશીર્વાદ વહેંચ્યા છે?

જ્યારે આવું થાય છે ત્યારે હું વધારે પડતો ખુશ થાઉં છુ.

આ વ્યક્તિ છે જેને દેવના શબ્દમાં "સારી જમીન" કહેવાય છે - કોઈક જે દેવના કુટુંબને એવી રીતે વિકાસ કરી શકે છે જેરીતે મેં ક્યારેયકોઈને કરતા જોયાં નથી! જ્યારે પણ મને આવું કોઈ મળે છે, ત્યારે હું તેમની સાથે વારંવાર મળવાની યોજના બનાવું છું. હું તેમના આધ્યાત્મિક વિકાસમાં ભારે રોકાણ કરું છું.

હું બાપતિસ્મ જેવા નવા પાઠ અને ત્રણ-તૃતીય જૂથ કેવી રીતે શરૂ કરવું તે જણાવું છું. ઈસુના તે જ નવા અનુયાયીઓથી શરૂ કરીને - હવે તેઓ આધ્યાત્મિક કુટુંબ વધારવાનું શરૂ કરી શકે છે.

તેઓ ખૂબ જ વિશ્વાસુ હોવાથી, હું જેટલું વહેંચી શકું તે વહેંચવા માટે અને દેવ આગળ શું કરે છે તે જોવા માટે ઉત્સાહિત છું. હંમેશાં એક સમયે એક પગલું. હંમેશા તેઓ જે શીખે છે તે જાણવા, આજ્ઞા નું પાલન કરવા અને વ્હેચવાની તક આપવી.

હું પણ આ વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું - જેટલી વખત હું કરી શકું - મને તેમની સાથે વહેંચવા અને શીખવાની મંજૂરી આપવા માટે દેવનો આભાર માનું છું અને હંમેશાં તેમના ઉત્તમ આશીર્વાદ આપવા નું તેમની પાસે માંગુ છું.

ચર્ચા કરો

(10 min)

  1. શું તમે જ્યારે પહેલી વાર ઈસુને અનુસરવાનું શરૂ કર્યું ત્યારે તમને આ જ રીત શીખવવામાં આવી હતી? જો ના, તો શું અલગ હતું?
  2. તમે વિશ્વાસમાં આવ્યા પછી, તમે બીજાને શિષ્ય બનવાનું શરૂ કર્યું તે પહેલાં કેટલો સમય થયો?
  3. તમને શું લાગે છે કે જો નવા શિષ્યો તરત જ બીજાઓને વહેંચવાનું અને શિસ્તબદ્ધ કરવાનું શરૂ કરે, તો શું થાયે?

READ

(5 min)

બતકની જેમ શિષ્યપણું

ઝૂમે તાલીમ પર ફરીથી આપનું સ્વાગત છે. આ સત્રમાં, આપણે શીખીશું કે કેવી રીતે બતકનુંટોળું જે ધીમે ધીમે ચાલતાં શીખતું હોય તે આપણને શિષ્ય બનાવટના બે સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંતોને સમજવામાં મદદ કરી શકે.

શું તમે ક્યારેય ફરવા માટે નીકળેલા બતકના ટોળાને જોયો છે?

ભલે તમે વિશ્વમાં ક્યાં હોવ, તે હંમેશા એક સરખા દેખાય છે. એક માં બતક આગળ ચાલતી હોય અને તેના બચ્ચાં તેને અનુસરતા હોય છે - એક પછી એક - એક કતાર માં.માં બતક આગેવાની કરે છે . નાના બતક અનુસરે છે.

પરંતુ જો તમે નજીકથી જોશો, તો તમે જોશો કે કંઈક બીજું પણ થઈ રહ્યું છે. દરેક નાની બતક ખરેખર એક જ સમયે - બે ભૂમિકા ભજવે છે. દરેક નાની બતક એ અનુયાયી છે, કારણ કે તે માં બતક અથવા બીજી બતકની પાછળ છે જે તેની આગળ ચાલે છે.

અને, બરાબર તે જ સમયે - દરેક નાની નાની બતક એ એક લીડર છે, કારણ કે તે બતક (અથવા બતકો) ની આગેવાની કરે છે જે તેની પાછળ ચાલે છે.

તો શું બતક એક અનુયાયી અથવા આગેવાન છે? તે બંને છે. અને તેથી જબહાર ફરવા જનાર બતક સાથે શિષ્ય બનાવવાની બાબત નું સામ્ય છે.

દેવ ઇચ્છે છે કે તેમનું કુટુંબ વધતું જાય - અને તેથી તેઓ અપેક્ષા રાખે છે કે દરેક અનુયાયી નેતા બને, દરેક આસ્તિક ભાગીદાર બને અને દરેક શિષ્ય, શિષ્ય બનાવનાર બને - બરાબર એક જ સમયે.

શિષ્યો અને શિષ્યો-બનાવનાર તરીકે, આપણે જે ઝાંસા માં આવીએ છીએ તેમાંથી એક, ખોટી માન્યતા તે છે કે આપણે કંઈપણ વ્હેંચતા પહેલા, આપણે બધું જ જાણવું જોઈએ, અથવા ઘણી બધી વસ્તુઓખબર હોવી જોઈએ. પરંતુ શિષ્યવૃત્તિ આ રીતે નથીકરતી.

શિષ્ય બતક જેવા છે. આગેવાન બનવા માટે, તેઓએ બધું જ જાણવાનું જરૂરી નથી. તેઓએ માત્ર એક પગલું આગળ હોવું જોઈએ. દેવ ઇચ્છે છે કે તેમનું કુટુંબ વફાદારીમાં વૃદ્ધિ કરે - અને તેથી તેઓ અપેક્ષા રાખે છે કે દરેક આગેવાન અનુયાયી બને, દરેક ભાગીદાર આસ્તિક બને, અને દરેક શિષ્ય બનાવનાર શિષ્ય બને - બરાબર એક જ સમયે.

શિષ્યો અને શિષ્ય બનાવનારાઓ તરીકે આપણે જે વધુ એક ઝાંસા માં આવીએ છીએ તે ખોટી માન્યતા તે છે, કોઈકને બધુંજ ખબર છે અને જો આપણે તેને શોધી કાઢીએ અને તેનું પાલન કરીએ,તો પછી આપણે સફળ થઈ ગયા છીએ.

પરંતુ શિષ્યવૃત્તિ આ રીતેપણ કાર્ય નથીકરતી.

દેવના રાજ્યમાં, ફક્ત એક જ "માં બતક" છે જે આપણે બધા અનુસરીએ છીયે - અને તે -ઈસુ ખ્રિસ્ત છે. કોઈ મિશનરી નથી. કોઈ પાદરી નથી. સેમિનારી પ્રોફેસર નથી. ફક્ત ઈસુ જ આપણી આસ્થાના સંપૂર્ણ માપદંડને પાત્ર છે.

આપણા માનાં બાકીના "પ્રક્રિયામાં છે." ઈસુની નજીક હંમેશા કોઈ એવું હશે કે જેને આપણે અનુસરી શકીએ. અને હંમેશાં કોઈક આગળ હશે જે આપણે દોરી શકે. પરંતુ આપણી સ્થિતિજે પણ હોય , આપણી આંખો - અને આપણા હૃદય - હંમેશા ઇસુ પર સંપૂર્ણ રીતે નિશ્ચિત હોવી જોઈએ.

બાઇબલમાં, પાઉલ, જેમણે ન્યુ ટેસ્ટામેન્ટનું ઘણું લખ્યું હતું અને ઘણા પ્રથમ મંડળી શરૂ કરી હતી,તેમણે ફક્ત એવું લખ્યું નથી કે - "મને અનુસરો." તેમણે લખ્યું, "હું ખ્રિસ્તને અનુસરું છું તેથી તમે મારી પાછળ આવો."

પાઉલ જાણતા હતા કે બધાં બતકશું જાણે છે અને દરેક શિષ્યને શું જાણવું જોઈએ, - દેવના રાજ્યના દરેક નેતાને અનુયાયી બનવું જોઈએ - અને આપણે બધાએ ઈસુને અનુસરવું જોઈએ.

બાઇબલમાં, પાઉલે એમ પણ લખ્યુંછે : "તમે મારી પાસેથી જે સાંભળ્યું છે ... વિશ્વાસુ માણસો સાથે વહેંચો , જે અન્ય લોકોને પણ શીખવવામાં સમર્થ હશે."

પાઉલ જાણતો હતો કે દરેક જગ્યાના બતકો શું જાણે છે અને દરેક શિષ્યને શું જાણવું જોઈએતે પણ. દેવ ના રાજ્યના દરેક અનુયાયીએ એક આગેવાન બનવું જોઈએ - અને આપણે બધાએ ઈસુની જેમ જીવવું જોઈએ, અને બીજા માટે જીવન સમર્પવું જોઈએ.

જો તમે દેવનું કુટુંબ દૂરદૂર સુધી વફાદારીમાં વધતું જોવા માંગતા હોવ, તો પછી શિસ્ય બનાવવાનો વિચાર કરો - બતકો જેવા - બરાબર એક જ સમયે અનુયાયી અને આગેવાન બનો.

ચર્ચા કરો

(10 min)

  1. શિષ્યાપણાનું એક ક્ષેત્ર કયું છે જેના વિશે તમે વધારે જાણવા માગો છો? (બાઇબલ વાંચવું/સમજવું, પ્રાર્થના કરવી, ઈશ્વરની વાત કહેવી વગેરે). એવી વ્યક્તિ કોણ છે જે તમને શીખવામાં મદદ કરી શકે?
  2. શિષ્યપણાનું એવું કયું એક ક્ષેત્ર છે જે તમને લાગે છે કે તમે બીજા લોકો સાથે વહેંચી શકો છો? કોઈ એવી વ્યક્તિ કોણ છે જેની સાથે તમે શેર કરી શકો?

READ

(5 min)

ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો

આ સત્રમાં, આપણે શીખીશું કે જ્યારે દેવ નું રાજ્ય ન હોય ત્યારે શિષ્ય કેવી રીતે દૂર સુધી અને ઝડપથી ગુણાકાર કરી શકે છે.

મનુષ્ય તરીકે, આપણે વિચારીએ છીએ, આપણે જે વસ્તુ જોઈ શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએઅને તેના માટે કામ કરીએ છીએ. આપણે તેને વાસ્તવિકતા કહીએ છીએ. આજ રીતે વસ્તુઓ હોય છે. પરંતુ રાજ્ય ત્યારે વધુ ઝડપથી વિકસે છે જ્યારે આપણે જોઈ ન શકીએ તેવી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જે વસ્તુઓ ત્યાં નથી. અથવા જે વસ્તુઓહજુ સુધી ત્યાં નથી.

આપણી આજુબાજુમાં એવી જગ્યાઓ છે જ્યાં દેવ ની ઇચ્છાપ્રમાણે પૃથ્વી પર કરવામાં નથી આવી રહી જેમ કે તે સ્વર્ગમાં કરવામાં આવે છે - વિશાળ દુખો, જ્યાં લાચારી છે, સતાવણીની વેદના, વેદનાઓ અને મૃત્યુ પણ સામાન્ય, રોજિંદા જીવનનો એક ભાગ છે.

દરેક શિષ્ય - ઈસુના પ્રત્યેક અનુયાયી - ફક્ત દેવ નું રાજ્ય ક્યાં છે તે જોવા માટે સમર્થ હોવા જરૂર નથી, પરંતુ જ્યાં દેવ નું રાજ્ય નથીત્યાં પણ જોવા સમર્થ હોવા જોઈએ. રાજ્યનું કામ છે પૃથ્વી પર આપણા સમય દરમિયાન એ દુખ અને તે અંધારાવાળા સ્થળોમાં પ્રવેશવું અને અંધારપટને હટાવવું અને અંધારું બંધ કરીને પ્રકાશ અને જીવન લાવવાનું કામ કરે છે.

આપણે આ બે રીત થી જોઈ શકીએ કે દેવ નું સામ્રાજ્ય ક્યાં નથી- એવા લોકો દ્વારા કે જેને આપણે પહેલેથી જ જાણીએ છીએ અને જે લોકો દ્વારા જેને આપણે હજી સુધી મળ્યા નથી.

પ્રથમ રસ્તો એ લોકો દ્વારા છે જેને આપણે પહેલાથી જાણીએ છીએ - મિત્રો અને કુટુંબીઓ, સહકર્મીઓ, સહપાઠીઓ, પડોશીઓ અને ઘણાં બીજા આપણાં જૂના સંબંધો. દેવ ની વાર્તા આ રીતે ઝડપી મુસાફરી કરે છે. આપણે આ લોકો માટે પ્રેમ અને કાળજી રાખીએ છીએ કારણ કે આપણે તેમને પહેલાથી જ જાણીએ છીએ. તે સ્વાભાવિક છે.

ઇસુએ એક સ્વાર્થી શ્રીમંત માણસની વાર્તા કહી હતી -જે જીવનમાં ઘમંડી હતો અને હવે તેને નરકમાં શિક્ષા કરવામાં આવી રહી હતી. શ્રીમંતે વિનંતી કરી - "લાજરસને મારા પિતાના ઘરે મોકલો. તેને મારા પાંચ ભાઈઓને ચેતવણી આપવા દો, જેથી તેઓ આ ભયાનક સ્થળે ના આવે."

ઈસુએ આપણને બતાવ્યું કે કેવી રીતે સ્વાર્થી અને દુખી લોકો માં પણ નજીકના લોકો માટેથોડો પ્રેમ અને ચિંતા હોય છે.

જે લોકોને આપણે જાણીએ છીએ તે આપણા જીવનમાં આવે છે કારણ કે દેવ આપણને પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે આપણે તેઓને પ્રેમ કરીએ. આપણે પ્રેમ અને ધૈર્ય અને દ્રઢતાથી તે સંબંધોના સારા કારભારીઓ બનવાની જરૂર છે. શિષ્ય ગુણાકાર કરે છે જ્યારે તેઓ દેવ ની આસપાસના લોકોની ચિંતા કરે છે અને તેઓ આ વિશે કંઈક કરવાની યોજના ધરાવે છે.

તમે તેમની સંભાળ વધારવામાં અને ફક્ત થોડા પગલાઓમાં ગુણાકારની એક સરળ યોજના બનાવવામાં મદદ કરી શકો છો. જુઓ કઈ રીતે - તેમને ૧૦૦ લોકોની સૂચિ લખવા દો જેમને તેઓ પહેલેથી જ જાણે છે. તેમને તે સૂચિને 3 વિભાગ માં વહેંચવા દો.

  • જેઓ ઈસુને અનુસરે છે.
  • જેઓ ઈસુને અનુસરતા નથી.
  • જેમને ખાતરી નથી કે તેઓ અનુસરે છે કે નહીં.

અનુયાયીઓ માટે - શિષ્યો તેમને વધુ ફળદાયી અને વિશ્વાસુ બનવા માટે સજ્જ કરી પ્રોત્સાહિત કરી શકે છે. બિન અનુયાયીઓ માટે - શિષ્યો તેમને પ્રેમાળ દેવ સાથે કેવી રીતે વહેંચવું અને તેમનો પરિચય કરાવવો તે શીખી શકે છે. જેમને ખાતરી નથી - શિષ્યો તેમના સમયનું રોકાણ કરવાનું અને વધુ શીખાડવાનું શીખી શકે છે.

દેવ નું રાજ્ય ક્યાં નથી તે જોવાનોહજુ એક રસ્તો છે,જે લોકોને આપણે ક્યારેય મળ્યાં નથી. આ લોકો આપણી સંબંધોની બહારના છે - જે લોકોને આપણે નથી જાણતા, પડોશીઓ જેને આપણે ક્યારેય "હેલ્લો"સિવાય કઇં નથી કહ્યું, ઉદ્યોગપતિઓ અને સ્ત્રીઓ જેને આપણે શેરીમાં પસાર થતાં જોઈએ છીએ, દરેક ગામ, નગરી અથવા શહેરમાં અજાણ્યા લોકો જેની આપણે ક્યારેય મુલાકાત લીધી નથી.

ઈસુએ કહ્યું - બધા દેશોના શિષ્યો બનાવો. ઈસુએ કહ્યું - તમે બધાને મારા વિષે યરૂશાલેમમાં, બધા જુદિયામાં, સમરૂઆમાં અને પૃથ્વીના અંત સુધી કહો.

આપણે જાણીએ છીએ તે લોકો સાથે વહેંચી નેદેવ ની વાર્તા જે ઝડપી રીતે મુસાફરી કરે છે. આપણે ના જાણતા લોકો સાથે દેવની વાર્તા વ્હેંચીએ તો તે દૂરસુધી મુસાફરી કરે છે.

જો લોકોનેઆપણે નથી જાણતાં તેને પ્રેમ અને કાળજી કરીએ છીએ, તે કુદરતી નથી. તે અલૌકિક છે અને આપણા જીવનમાં કાર્યરત પવિત્ર આત્માનો પુરાવો છે. દેવ ના પસંદીદા માં બાકી રહેલા, છેલ્લા અને ખોવાયેલા છે. આ તે લોકો છે જેમના માટે તેઓ વારંવાર તેમના હૃદયથી પ્રેમ કરતાં હોય છે.

જો આપણે દેવ જેવા બનવા માંગતા હોઈએ, તો આ તેલોકો છે જેને માટે આપણે આપણા જીવનમાં રોકાણ કરવું જોઈએ. દેવ આપણે ને જવાનો આદેશ આપે છે. અને જવાનો મતલબ તે નથી કે નજીકના લોકો માટે જ જાઓ પણ વિશ્વના આધ્યાત્મિક કાળા ખૂણામાં રહેતા લોકો માટે પણ જવુંજોઈએ - જે લોકો, જેમણે કદીઆ નામ પણ સાંભળ્યું ન હતું, ઈસુ.

દેવ નો શબ્દ કહે છે - દેવ ગર્વનો વિરોધ કરે છે પરંતુ નમ્ર લોકોને આશિષ આપે છે. ઈસુના અનુયાયીઓ તરીકે, તેમણે જે મુજબ કૃપાઆપી છે તે મુજબ આપણે પણ આપવી જ જોઇએ - નમ્રલોકોને, નિરાશ લોકોને અને ખોવાયેલાને. શિષ્ય ગુણાકાર કરે છે જ્યારે તેઓ તેમના જીવનમાં દેવેમૂકેલા લોકોની ચિંતા કરે છે. શિષ્ય ત્યારે વધુ ગુણાકાર કરે છે જ્યારે અમુક લોકો જેને દેવતેમની જરાય નજીક નથી રાખતાં, તેવા લોકો માટે તેઓ ચિંતિત હોય છે. પરંતુ તે છતાંયતેમને માટે પણ યોજના કરે છે.

તમે શિષ્યોની સંભાળ વધારીને અને તેમને તાલીમ આપીને ગુણાકાર કરવાની એક સરળ યોજના બનાવી શકો છો અને તેવા લોકોને શોધવાનીજેઓ દેવ ને સાંભળવા માટે તૈયાર હોય. ઈસુએ કહ્યું - તમે કોઈ ઘરમાં પ્રવેશતાની સાથે જ કહો, "દેવ આ ઘરને શાંતિના આશીર્વાદ આપે છે." જો ત્યાં રહેતા લોકો શાંતિપૂર્ણ હશે, તો શાંતિ માટે તમારી પ્રાર્થના તેમને આશીર્વાદ આપશે. પરંતુ જો તેઓ શાંતિપૂર્ણ નહીં હોય, તો તમારી પ્રાર્થના તમારી પાસે પાછી આવશે."

આપણે એવા કોઈને કોલ કરીએ છીએ જેનેદેવે પહેલેથી જ શાંતિના વ્યક્તિને સાંભળવા તૈયાર કર્યા છે - દેવ ના સંદેશા ને પ્રતિભાવ આપનાર અને આજ્ઞા પાળવામાં અને અન્ય લોકો સાથે વહેંચે તેવો વ્યક્તિ. એવી જગ્યા જ્યાં આપણે બહુ ઓછાને જાણીએ છીએ,આપણાં મિત્રો, પરિવારો,સહકાર્યકરો, સહપાઠીઓને અને પડોશીઓ સાથે વ્હેંચવાને બદલે,આપણે શાંતિની વ્યક્તિને, તેમના સુધી કેવી રીતે પહોંચવું તેની તાલીમ આપીએ છીએ.

જ્યારે આપણે વિશ્વાસુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે હંમેશાં શ્રેષ્ઠ પરિણામો આવે છે. યાદ રાખો કે દેવ જે કહે છે તેનું પાલન કરીને અને તેને બીજાઓ સાથે વહેંચી ને વફાદારી બતાવવામાં આવે છે.

ઈસુએ કહ્યું - થોડા બીજ સારી જમીન પર પડ્યાં જેમાથી ત્રીસ કે સાઠ અથવા સો જેટલા છૂટાછવાયા છોડ ઉગયા હતા.

  • વિશ્વાસુ લોકોમાં સખત હૃદય નથી હોતા જે દેવ ના શબ્દને નકારે છે.
  • વિશ્વાસુ લોકો, જ્યારે સતામણી થાય અથવા જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે હતાશ નથીથતાં.
  • વિશ્વાસુ લોકો આ વિશ્વની ચિંતાઓથી અથવા હમેશાં ન રેહતી સંપત્તિથી વિચલિત થતા નથી.
  • વિશ્વાસુ લોકો ગેરાસેનિસમાં રાક્ષસે કબ્જો કર્યા હોય તેવા માણસ જેવા છે જેમણે ઈસુએ જે બતાવ્યું હતું તેનું પાલન કર્યું અને વ્હેંચ્યું.

એક વિશ્વાસુ માણસ કે જેણે આજ્ઞા પાળી અને વહેંચી, ઘણા, ઘણા લોકો પેદા કર્યા જેઓ ઈસુને વધુ જાણવા ઇચ્છતા હતા.

રાજ્ય ક્યાં નથી તે જોવા માટે આપણે આંખો ખોલીને જોવું જોઈએ અને જે લોકોને આપણે જાણીએ છીયે તેમના દ્વારા, જે લોકોને આપણે હજુ નથી જાણતા ત્યાં સુધી પહોંચવું જોઈએ જેથી શિષ્યોનો ગુણાકારથાય અને દેવનું રાજ્ય ખૂબ ઝડપથી અને ઝડપથી વિકાસ પામે.

ચર્ચા કરો

(10 min)

  1. તમે કોની સાથે શેર કરવામાં વધુ આરામદાયક લાગે છે - જે લોકોને તમે પહેલેથી જ જાણો છો અથવા તમે હજી સુધી મળ્યા નથી તેવા લોકો સાથે શેર કરો છો?
  2. તમે શા માટે વિચારો છો કે એજ છે?
  3. તમે જેની સાથે ઓછા આરામદાયક છો તેમની સાથે શેર કરવામાં તમે કેવી રીતે વધુ સારા થઈ શકો છો?

READ

(5 min)

પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી

ઈસુએ કહ્યું - " હું જીવતો રોટલો છું જે સ્વર્ગમાંથી નીચે આવ્યો. જે આ રોટલો ખાશે તે કાયમ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું વિશ્વના જીવન માટે આપીશ."

પવિત્ર મંડળ અથવા "પ્રભુનું ભોજન" ઇસુ સાથેના આપણા ઘનિષ્ઠ જોડાણ અને નિરંતર સંબંધોની ઉજવણી કરવાની એક રીત છે.

ઉજવણી કરવાની સરળ રીત છે -

જ્યારે તમે ઈસુના અનુયાયીઓ તરીકે ભેગા થશો, ત્યારે શાંતિથી ધ્યાનમાં સમય પસાર કરો, શાંતિથી તમારા પાપોને કબૂલ કરો.

કોઈએ આ ગ્રંથમાંથી આ ફકરો વાંચ્યો છે - _" કેમ કે પ્રભુતરફથી જે મને મળ્યું તે મેં તમનેપણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો,તે રાતે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યુંકે, "એ મારું શરીર છે,એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે " _(કરંથીઓને પહલો પત્ર ૧૧:૨૩-૨૪)

તમારા જૂથ માટે બાજુ પર રાખેલ રોટલી ને બહાર કાઢો અને ખાવ.

વાંચન ચાલુ રાખો - _" એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો,"અને કહ્યું કે આ પ્યાલો મારા રક્ત માં નવો કરાર છે;તમે જેટલી વાર પીઓ છો, તેટલી વાર મારી યાદગીરી ને સારું તે કરો '" _(કરંથીઓને પહલો પત્ર ૧૧:૨૫)

તમારા જૂથ માટેજે રસ અથવા વાઇન રાખ્યો છે તે વહેંચો અને પીવો.

વાંચન સમાપ્ત કરો - "કેમ કે જેટલી વાત તમે આ રોટલી ખાઓ છો અનેપ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો."(કરંથીઓને પહલો પત્ર ૧૧:૨૩-૨૬)

તમે પ્રભુ ના ભોજન માં ભાગીદારી કરી છે.

પ્રાર્થના અથવા ગાયન થી ઉજવણી કરો - તમે તેમના છો અને તે તમારા છે!

પ્રભુનું ભોજન - પ્રથમ મંડળી તરફથી પવિત્ર સંસ્કાર અને ઝૂમ સાધનો માં નો આવશ્યક ભાગ.

પ્રવૃત્તિ

(10 min)

પ્રભુભોજન

ક્યુ આર કોડ સ્કેન કરો.

હવે પછીની ૧૦ મિનિટ તમારા જૂથ સાથે પ્રભુ ભોજનની ઉજવણી કરવામાં વિતાવો.

તમે જ્યારે ઈસુના અનુયાયીઓ તરીકે એકઠા મળો છો:

  1. ત્યારે શાંતિથી યાદ કરીને તમારાં પાપોની કબૂલાત કરીને શાંત મનન કરવામાં સમય ગાળો.
  2. તમે જ્યારે તૈયાર છો, ત્યારે કોઈ એક જણને પવિત્રશાસ્ત્રમાંથી નીચેનો શાસ્ત્રભાગ વાંચવા માટે જણાવો. "કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું છે તે મેં તમને પણ સોંપી દીધું, એટલે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો, તે રાતે તેણે રોટલી લીધી; અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું કે, "એ મારું શરીર છે, એને તમારે સારૂ ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારૂ એ કરો." ૧ કરિંથી ૧૧:૨૩-૨૪
  3. તમારા જૂથ માટે અલગ રાખેલી રોટલી વહેંચો, અને ખાઓ.
  4. વાંચન ચાલુ રાખો - એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો, અને કહ્યું કે "આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે જેટલી વાર એમાંનું પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારૂ તે કરો." ૧ કરિંથી ૧૧:૨૫
  5. તમારા જૂથ માટે અલગ રાખેલો દ્રાક્ષારસ વહેંચો અને પીઓ.
  6. વાંચન પૂરું કરો - "કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો." ૧ કરિંથી ૧૧:૨૬

પ્રાર્થના અથવા ગીત ગાઈને એ વિધિ પાળો. તમે પ્રભુભોજનમાં સહભાગી બન્યા છો. તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત તમારો છે!

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ વિભાગો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ
  • બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી
  • ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો
  • તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો
  • પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી

NEXT STEP

આધીન

આ અઠવાડિયે તમારી ત્રણ મિનિટની સાક્ષીની પ્રેક્ટિસ કરવાનો સમય પસાર કરો, અને પછી તેને તમારી 100 વ્યક્તિની યાદીમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે શેર કરો, જેને તમે "અવિશ્વાસી" અથવા "અજ્ઞાત" તરીકે ટીક કર્યા છે.

જણાવવું

ઈશ્વરને પૂછો કે તમે ત્રણ મિનિટની સક્ષી સાથે તાલીમ લો એવું તે કોને ઇચ્છે છે. તમે જાઓ તે પહેલાં આ વ્યક્તિનું નામ જૂથ સાથે શેર કરો.

સત્ર ૫

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 6542

પ્રાર્થના

(5 min)

પોતાના લોકોની સાક્ષી દ્વારા ઈશ્વર જે રીતે કામ કરે છે તેના માટે પ્રાર્થના કરો અને તેમનો આભાર માનો. સાથે મળીને તમારો સમય પસાર કરવા માટે તેમના પવિત્ર આત્માને આમંત્રિત કરો.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો
  • પ્રાર્થનાની BLESS પદ્ધતિ
  • કેવી રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી જોઇએ

READ

(5 min)

પ્રાર્થના યાત્રા

દેવનું વચન કહે છે કે "આપણે બધા લોકો, રાજાઓ અને સત્તાધિકારીઓ માટે વિનંતી કરવી, પ્રાર્થના કરવી, પક્ષ લેવો જોઈએ અને આભાર માનવો જોઈએ - જેથી આપણે બધાં ધર્મનિષ્ઠામાં અને દેવ ધ્યાનમાં, શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ. આ સારું છે, તારણહાર દેવને ખુશ કરે છે, જે બધા લોકોને બચાવવા અને સત્યના જ માર્ગે આવવા દેવા માંગે છે."

પ્રાર્થનામાં ચાલવું,દેવ માટે અન્ય લોકો માટે પ્રાર્થના કરવાની આજ્ઞા નું પાલન કરવાની એક સરળ રીત છે. પ્રાર્થનામાં ચાલવું એટલે - ચાલતા ચાલતાદેવને પ્રાર્થના કરવી.

આપણી આંખો બંધ કરવા અને માથું ઝુકાવવાને બદલે, આસપાસની જરૂરિયાતો માટે આંખો ખુલ્લી રાખીને દેવને દખલ કરવા નમ્રતાથી પૂછવા માટે હૃદયથી નમવું જોઈએ. તમે બે કે ત્રણ નાના જૂથોમાં અથવા જાતે પ્રાર્થના કરી શકો છો.

જો તમે જૂથમાં જાઓ છો - દરેકને મોટેથી પ્રાર્થના કરાવો, જે તેઓ જુએ છે અને તેમની જરૂરિયાતો જે દેવે તેમના હૃદયમાં લાવવી જોઈએ તે વિશે દેવ સાથે વાતચીત કરો.

જો તમે જાતે જ જાવ છો - જો તમે રસ્તામાં મળતા કોઈની પણ સાથે પ્રાર્થના કરો તો શાંતિથી અથવા મોટેથી પ્રાર્થના કરો.

અહીં ચાર પ્રાર્થનાની રીત છે, ચાલતા દરમિયાન કઈ પ્રાર્થના કરવી જોઈએ:

  • નિરીક્ષણ - તમે શું જુઓ છો? જો તમે યાર્ડમાં કોઈ બાળકનું રમકડું જોશો, તો પડોશના બાળકો, પરિવારો માટે અથવા તે વિસ્તારની શાળાઓ માટે પ્રાર્થના કરવાનું મન થશે.
  • સંશોધન - તમે શું જાણો છો? જો તમે આજુબાજુ વિશે ક્યાંક વાંચ્યું હોય, અથવા તમે ત્યાં રહેતા લોકો વિશે જાણતા હશો અથવા જો તે વિસ્તારમાં ગુના અથવા અન્યાય થતો હોય. આ બાબતો વિશે પ્રાર્થના કરો અને દેવને કાર્ય કરવા પૂછો.
  • પ્રકટીકરણ - કોઈ ખાસ જરૂરિયાત અથવા પ્રાર્થનાના ક્ષેત્ર માટે પવિત્ર આત્મા તમારા હૃદયને દોરી શકે છે. સાંભળો - અને પ્રાર્થના કરો!
  • ધર્મ શાસ્ત્ર - તમારા ચાલવાની તૈયારીમાં દેવના શબ્દનો અમુક ભાગ વાંચ્યો હશે ત્યારે પવિત્ર આત્મા કોઈ શાસ્ત્ર ધ્યાનમાં લાવી શકેછે. તે માર્ગ વિશે અને તે વિસ્તારના લોકોને તેની કેવી અસર પડે છે તે વિશે પ્રાર્થના કરો.

અહીં પ્રભાવના પાંચ ક્ષેત્રો છે જેની પર તમે ત પ્રાર્થના દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરી શકો છો:

  • સરકાર - કોર્ટ્ કચેરી,પ્રતિનિધિ મંડળ કચેરી અથવા કાયદા અમલીકરણ કચેરીઓ જેવા સરકારી કેન્દ્રો પર ધ્યાન આપો અને પ્રાર્થના કરો. તેના નેતાઓ માટે આ ક્ષેત્રની સુરક્ષા, ન્યાય અને દેવીય ડહાપણ માટે પ્રાર્થના કરો.
  • વ્યવસાય અને વાણિજ્ય - નાણાકીય જિલ્લાઓ અથવા વાણિજ્યિક કેન્દ્રો પર ધ્યાન આપો અને પ્રાર્થના કરો. પ્રામાણિક રોકાણો અને સંસાધનોની સારી દેખરેખ માટે પ્રાર્થના કરો. ઉદાર અને દેવીય સહાય આપનારાઓ, જેમણે નફા કરતાં લોકોને આગળ મૂક્યા, તેવા લોકો માટે આર્થિક ન્યાય અને તક માટે પ્રાર્થના કરો.
  • શિક્ષણ - શાળાઓ અને વહીવટી ઇમારતો, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો, સમુદાય કોલેજો અને યુનિવર્સિટીઓ જેવા શૈક્ષણિક કેન્દ્રો પર નજર કરો અને પ્રાર્થના કરો. દેવના સત્યને શીખવવા અને તેમના વિદ્યાર્થીઓના દિમાગને સુરક્ષિત રાખવા ન્યાયી શિક્ષકો માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ જુઠ્ઠાણા અથવા મૂંઝવણને પ્રોત્સાહન આપવાના દરેક પ્રયત્નોને નિષ્ફળ કરે. પ્રાર્થના કરો કે આ સ્થાનો સમજદાર નાગરિકોને મોકલશે જેઓ પાસે સેવા આપવા અને દોરી જવા માટેનું હૃદય છે.
  • સંદેશા વ્યવહાર - રેડિયો સ્ટેશનો, ટીવી સ્ટેશન્સ અને અખબારના પ્રકાશકો જેવા સંદેશાવ્યવહાર કેન્દ્રોને શોધો અને પ્રાર્થના કરો. દેવની વાર્તા અને તેના અનુયાયીઓની જુબાની માટે પ્રાર્થના કરો કે તે શહેર અને સમગ્ર વિશ્વમાં ફેલાય. પ્રાર્થના કરો કે તેમનો સંદેશ તેમના માધ્યમ દ્વારા તેમના લોકોમાં પહોંચાડવામાં આવે અને તેથી દેવના લોકો દરેક જગ્યાએ દેવનું કાર્ય જોશે.
  • આધ્યાત્મિકતા - આધ્યાત્મિક કેન્દ્રો જેમ કે દેવળ ઇમારતો, મસ્જિદો અથવા મંદિરો પર ધ્યાન આપો અને પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રત્યેક આધ્યાત્મિક સાધકને ઈસુમાં શાંતિ અને દિલાસો મળે અને ખોટા ધર્મથી ગેરમાર્ગે દોરે નહીં અથવા મૂંઝવણમાં ન આવે.

છેવટે, અહીં પાંચ પ્રાર્થનાઓ દરમિયાન તમે મળતા લોકો માટે પ્રાર્થના કરો તેની પાંચ રીતો છે:

જ્યારે પ્રાર્થના કરો ત્યારે, તકો માટે સાવધ રહો અને માર્ગમાં મળતા વ્યક્તિઓ અને જૂથો માટે પ્રાર્થના કરવા માટે દેવના આત્મા દ્વારા સંકેતો સાંભળો. તમે કહી શકો છો, "અમે આ સમુદાય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, શું અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ?" અથવા કહો, "હું આ ક્ષેત્ર માટે પ્રાર્થના કરું છું. તમે કંઈ છેજેને માટે અમારે પ્રાર્થના કરવી જોઈએ? " તેમના પ્રતિસાદ સાંભળ્યા પછી તમે તેમની જરૂરિયાતો વિશે પૂછી શકો છો. જો તેઓ કહે, તો તરત જ તેમના માટે પ્રાર્થના કરો. જો દેવ દોરે છે, તો તમે અન્ય જરૂરિયાતો વિશે પણ પ્રાર્થના કરી શકો છો.

પ્રાર્થના કરવાની૫ જુદી જુદી રીતો યાદ રાખવા માટે BLESS શબ્દનો ઉપયોગ કરો:

  • શરીર (આરોગ્ય)
  • મજૂર (નોકરી અને ધિરાણ)
  • ભાવનાત્મક (મનોબળ)
  • સામાજિક (સંબંધો)
  • આધ્યાત્મિક

મોટાભાગે, લોકો પ્રાર્થના માટે પૂરતી કાળજી લેતા લોકોના આભારી હોય છે.

જો તે વ્યક્તિ ખ્રિસ્તી નથી, તો તમારી પ્રાર્થના આધ્યાત્મિક વાતચીતનો માર્ગ ખોલી શકે છે અને તમારી અને દેવની વાર્તા વ્હેચવાની તક આપી શકે છે. તમે તેઓને બાઇબલ અધ્યયનનો ભાગ બનવા આમંત્રણ આપી શકો છો અથવા તો તેમના ઘરે જઈ શકો છો.

જો તે વ્યક્તિ ક્રિશ્ચિયન છે, તો તેને તમારા પ્રાર્થનાપથમાં જોડાવા આમંત્રણ આપી શકો છો અથવા કેવી રીતે પ્રાર્થના કરવી તેની તાલીમ આપી શકો છો અને પ્રભાવના ક્ષેત્રો માટે પ્રાર્થના કરવા અથવા દેવના કુટુંબને વધુ વધારવા માટે BLESS પ્રાર્થના જેવા સરળ પગલાઓનો ઉપયોગ કરી શકો છો.

પ્રાર્થનામાં ચાલવું - ઝૂમે સાધનો માનું બીજું એક સરળ સાધન.

READ

(5 min)

શાંતિની વ્યક્તિ

ઝૂમે તાલીમ પર આપનુંફરીથી સ્વાગત છે. પહેલાના સત્રમાં તમને શાંતિના વ્યક્તિ ના વિચાર સાથે પરિચય કરાયો હતો. આ સત્રમાં આપણે તે વ્યક્તિ કોણ હોઈ શકે અને તમે તેને કેવી રીતે ઓળખી શકો તે વિશે વધુ વિગતવાર જોઈશું.

શાંતિનો વ્યક્તિ શિષ્ય બનાવવાનું કામ ઝડપથી તે સ્થળે પણ કરી શકે છે જ્યાં ઈસુના અનુયાયીઓ ઓછા અને દૂર દૂર હોય છે.

જ્યારે ઈસુએ તેમના શિષ્યોને શિષ્યો બનાવવા માટે નવા પ્રદેશમાં મોકલ્યા, ત્યારે તેમણે તેઓને એ સરળ પણ વ્યૂહાત્મક આદેશઆપ્યો.

ઈસુએ કહ્યું - કોઈ પૈસા ના પટ્ટા નહીં, બેગ નહીં, પગરખાં નહીં; રસ્તામાં કોઈને નમસ્કાર ન કરો. તમે જે ઘરમાં પ્રવેશ કરો છો, પહેલા કહો, 'આ ઘરમાં શાંતિ રહે.' જો કોઈ શાંતિનો માણસ હોય, તો તમારી શાંતિ તેના પર રહેશે; પરંતુ જો નહીં, તો તે તમને પાછી મળશે. તે જ ઘરમાં રહો, તેઓ તમને જે આપે છે તે ખાઈ પી લો;કેમકે મજૂર તેમના વેતન માટે લાયકહોય છે. ઘરે ઘરે ફરતા ન રહો.

પરંતુ તે બધાનો અર્થ શું છે?

જ્યારે આપણે શિષ્યો બનાવવાનું વિચારીએ છીએ, ત્યારે આપણો પ્રથમ વિચાર હોઈ શકે છે - અમે અમારી આર્થિક વ્યવસ્થાને વધુ સારી રીતે સંભાળીશું. સ્પષ્ટ લક્ષ્ય પસંદ કરીશું અને ક્રિયાની સ્પષ્ટ યોજના બનાવીશું. જો ઈસુએ કહ્યું - "જાઓ", તો સારું છે કે આપણેજઈએ અને જવાનું ચાલુ રાખીએ! દરેકને કહો! સર્વત્ર !! હમેશાં !!!

પરંતુ ઈસુ, તેમની સૂચનાઓમાં, નાણાં અને ઉત્સાહ વિશે ઘણું ઓછા ચિંતિત લાગ્યા, અને એ ધ્યાનઆપવા વિશે વધુ ચિંતિતલાગ્યા. ઈસુ ઇચ્છતા હતા કે તેમના શિષ્યો શાંતિના વ્યક્તિની શોધ કરે અને રોકાણ કરે.

જ્યારે તમે એવી જગ્યાએ શિષ્યો બનાવવાની ઇચ્છા ધરાવતા હોવ જ્યાં ઘણા - અથવા કદાચ કોઈપણ -વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય, તો પછી તમારું શાંતિની વ્યક્તિની શોધ કરવી એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય હોઈ શકે છે.

શાંતિનો વ્યક્તિ :

  • કોઈ એવી વ્યક્તિ કે જે તમારી વાર્તા, દેવ ની વાર્તા અને ઈસુના સારા સમાચાર સાંભળવા માટે તૈયાર છે.
  • કોઈ પણ વ્યક્તિ જે આતિથ્યશીલ છે અને તમને તેમના ઘરે અથવા તેમના કાર્યસ્થળમાં અથવા કુટુંબ અને મિત્રો સાથેના કાર્યક્રમોમાં જોડાવા માટે તમારું સ્વાગતકરે છે.
  • એવી વ્યક્તિ કે જે અન્ય લોકોને જાણે છે (અથવા અન્ય લોકો તેને જાણે છે) અને જે નાના જૂથ અથવા તો ભીડને પણ ભેગા કરવા માટે ઉત્સાહિત છે.
  • ઈ વ્યક્તિ જે વિશ્વાસુ છે અને તે અન્ય લોકો સાથે જે શીખે છે તે વહેંચે છે - તમારા ગયા પછી પણ.

બાઇબલમાં, આપણે શીખીએ છીએ કે ઈસુ અને તેના અનુયાયીઓ શાંતિના માણસોને મળતા હતા જે થોડા અણધાર્યા હોય છે- .

ગાદરીનેસના પ્રદેશમાં, ઈસુ એક રાક્ષસ-ગ્રસ્ત માણસને મળ્યા, જે એકલો અને સાંકળોમાં રહેતો હતો. આપણે તેને શાંતિના વ્યક્તિ તરીકે ક્યારેય નહીં વિચારીએ, પરંતુ તે ઈસુ પાસેથી સાંભળવા તૈયાર હતો. તે આતિથ્યશીલ હતો અને ઈસુનું, જ્યાંતે રહેતો હતો ત્યાં તેમનું સ્વાગત કર્યું. તે સારી રીતે જાણીતો હતો અને સરળતાથી તેની ભીડભેગી કરી શકતો હતો, પચી ભલે તે તેના વિચિત્ર વર્તન માટે હોય.

અને ઈસુએ શોધી કાઢ્યું કે તે વિશ્વાસપાત્ર છે અને ઈસુતેના માટે શું હતા એ તેણે તેના પરિવાર, સમુદાય અને તેના સમગ્ર દેશ સાથે વ્હેંચ્યું. હકીકતમાં, જ્યારે ઈસુ તે વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે ત્યાં ઘણા લોકો એકઠા થયા, અને તેઓએ જે માણસ વિશે તે ઘણું સાંભળ્યું હતું તેને જોઈને ઉત્સાહિત થયા.

સમારિયામાં, ઈસુ કુવા પર એક સ્ત્રીને મળ્યા. તેણી ઈસુને સાંભળવા તૈયાર હતી, આતિથ્ય શીલ રહેવા અને પીણા માટેની તેમની વિનંતીનો જવાબ આપવા તૈયાર હતી. આપણે જાણીએ છીએ કે તેના પાંચ પતિ હતાં અને છતાય હજી બીજા પુરુષ સાથે રહેતી હતી, અને તેથી નાના શહેરમાં, તેને અન્ય લોકો જાણતા હોય તેની ખાતરી હતી. અને ઈસુએ તેની સાથે વાત કર્યા પછી, તે વિશ્વાસુ હતી અને વ્હેંચતી હતી - એટલુ બધું અને એટલીઝડપથી કે આખા નગરે ઈસુને તેમની સાથે રહેવા અને તેમની સાથે વાત કરવાનું કહ્યું. અને તેમણેતેવું કર્યું.

તેથી, કોઈ શાંતિપૂર્ણ વ્યક્તિ લગભગ ક્યાંય પણ રહી શકેછે, કંઇ પણકરી શકે છે , અને તે આપણે જાણતા હોઈએ અથવા મળતા હોઈએ તેવા કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે - આપણે તેણે કેવી રીતે શોધી શકીએ ?

અહીં ત્રણ સરળ રીતો આપેલી છે -

આપણે સમુદાયના લોકોની ભલામણો માંગીશકીએ છીએ - અહીં વિશ્વાસ કરનાર કોણ છે?શું આ સ્થાન પર કોઈ એવું છે જે પોતાને પહેલાં બીજાઓનો વિચાર કરે છે? જો આપણે તે જ નામ ફરીથી અને ફરીથી સાંભળીએ - તો આપણે તેમને મળવાનો, આધ્યાત્મિક વિચારો આપવાનો પ્રયત્ન કરીવો જોઈએ, અને તેઓ સાંભળવા અને વહેંચવા માટે તૈયાર છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરવો જોઈએ.

પ્રાર્થનામાં ચાલતી વખતે, અથવા કામ પર, અથવા રમતમાં - જ્યાં કોઈ પણ તક હોય ત્યાં આપણે કોઈની માટે પ્રાર્થના કરવાની પ્રસ્તાવના કરીએ છીએ, અને પછી તે પ્રાર્થનાને આધ્યાત્મિક વાતચીતમાં ફેરવવીજોઈએ.

દેવ દરેક વ્યક્તિના જીવનમાં કાર્યરત છે કે નહીં તે જોવા માટે આપણે દરેક વાતચીતમાં આધ્યાત્મિક વિચારોનો પરિચય કરાવવો જોઈએ . જો તેઓ ખુલ્લા અને તૈયાર હોય, તો આપણે પૂછવું જોઈએ કે શું તેઓ જૂથ ભેગા કરવા માટેઅને વધુ ચર્ચા કરવા તૈયાર હશે કે કેમ. ભલામણો માટે પૂછો, પ્રાર્થના કરવા માટે, આધ્યાત્મિક વિચારોનો પરિચય કરાવો. આ બધી રીતો છે જેનાથી આપણે શાંતિપૂર્ણ વ્યક્તિ શોધવાની પ્રક્રિયા શરૂ કરી શકીએ છીએ.

અને પછી ભલે આપણે તેમને કેવી રીતેપણ શોધીએ, પણ યાદ રાખો કે ઈસુએ કહ્યું હતું કે શાંતિ નો વ્યક્તિ તે વ્યક્તિ છે જેની સાથે આપણે આપણા શિષ્ય બનાવવાનો મોટાભાગનો સમય પસાર કરવો જોઈએ.

આપણા સમયનો સૌથી વધુ "ન્યાયી" ઉપયોગ, દરેકને માટેપોતાનો થોડોક સમય આપવો એવિચારવું બહુજ સરળ છે. પરંતુ ઈસુએ કહ્યું - અને બતાવ્યું - કે તેઓ નથી ઇચ્છતા કે આપણે દરેક સાથે છીછરા રહીએ પરંતુ થોડા લોકોને ઊંડાળથી આપીયે.

ઈસુ ઘણીવાર ભીડને આકર્ષિત કરતા હતા, પણ બાઇબલ આપણને વારંવાર કહે છે કે ઈસુ તે ટોળાંથી દૂર હટી જતાં અને તેમનો મોટાભાગનો સમય ફક્ત તેના નજીકના બાર અનુયાયીઓસાથે પસાર કરતાં હતાં.

એવુંઘણી વાર થયું હતું,કે ઈસુ ફક્ત ત્રણ જ લોકોના નાના જૂથ સાથે વધારે સમયનું રોકાણ કરતાં.

જો ઈસુ, જેમની પાસે ઘણી વધારે શક્તિહતી, ઘણી વધારે શશકતા, વધુ સત્તા,શિસ્ત, શાણપણ,જ્ઞાનસમજણ અને કરુણા હતી, તેમણે પોતાનો સમય ફક્ત થોડા જ લોકોમાં ગાળવાનું પસંદ કર્યું અને તેમના પોતાના શિષ્યોનેપન એવું જ કરવાનું કહ્યુંહતું, તો તે અર્થપૂર્ણ નથી કે આપણે પણ તેમના સંપૂર્ણ ઢાંચા ને અનુસરીએ અને વ્હેંચીએ ?

શાંતિ નો વ્યક્તિ.

તેઓને શોધવા સરળ નથી - કદાચ એક હજારમાં એકહોય. પરંતુ મૂલ્યવાન છુપાયેલા ખજાનોજે શોધવાને લાયક હોય, વધતા જતા દેવના કુટુંબમાં તેમનું મૂલ્ય માપી શકાતું નથી.

ચર્ચા કરો

(10 min)

  1. જે વ્યક્તિની "ખરાબ પ્રતિષ્ઠા" છે (જેમ કે સમરૂની સ્ત્રી અથવા ગદરેનીઓમાં રાક્ષસી પુરુષ) તે ખરેખર શાંતિની વ્યક્તિ હોઈ શકે? શા માટે અથવા કેમ નહીં?
  2. તમારી નજીકનો એવો કયો સમુદાય કે સમાજ છે, જેમની પાસે ઈશ્વરના રાજ્યની બહુ ઓછી (અથવા ના) હાજરી હોય એમ લાગે છે?
  3. શાંતિની વ્યક્તિ (જે ખુલ્લા મન વાળી ,આદરસત્કાર હોય છે, બીજાને જાણે છે અને શેર કરે છે) તે સમુદાયમાં સુવાર્તાના પ્રસારને કેવી રીતે ઝડપી બનાવી શકે?

પ્રવૃત્તિ

(10 min)

બ્લેસ પ્રાર્થના

ક્યુ આર કોડ સ્કેન કરો.

બે કે ત્રણના ગૃપ પાડો અને B.L.E.S.S. પ્રાર્થનાનાં પાંચ ક્ષેત્રો એકબીજા પર પ્રાર્થના કરવાની પ્રેક્ટિસ કરો.

BLESS પ્રાર્થના પધ્ધતિ

BLESS પ્રાર્થનાની પધ્ધતિ પાંચ રીતો જણાવે છે જે તમે કોઈ પણ સમયે મળો છો તેવા લોકો માટે, પરંતુ ખાસ કરીને પ્રાર્થના યાત્રા વખતે.

  • Body - શરીર - (તંદુરસ્તી)
  • Labor (શ્રમ) - (વ્યવસાય અને નાણાં)
  • Emotional (સંવેદના) - (લાગણીશીલ)
  • Social (સામાજીક સંબંધો)
  • Spiritual (ઈશ્વરને વધારે નિકટથી ઓળખવા અને તેમના પર પ્રેમ રાખવો)

પ્રવૃત્તિ

(90 min)

પ્રાર્થના યાત્રા

ક્યુ આર કોડ સ્કેન કરો.

બે કે ત્રણના જૂથ પાડો અને પ્રાર્થના યાત્રાની પ્રેક્ટિસ કરવા માટે વિસ્તારમાં જાઓ.

સ્થળ પસંદ કરવું એ તમે અત્યારે જ્યાં છો ત્યાંથી બહાર જવા જેટલું સરળ હોઈ શકે છે, અથવા તમે કોઈ ચોક્કસ મંતવ્ય પર જવાનું વિચારી શકો છો.

ઈશ્વર દોરવણીઆપે તે મુજબ આગળ વધો અને આ પ્રવૃત્તિમાં ૬૦-૯૦ મિનિટ નો સમય વિતાવવાની યોજના બનાવો.

આ સત્ર પ્રાર્થના યાત્રાની પ્રવૃત્તિ સાથે સમાપ્ત થાય છે.

ચાર સ્ત્રોત જે તમારી પ્રાર્થનાને દોરવણી આપી શકે છે:

  1. અવલોકન - તમે શું જુઓ છો ? જા તમે વાડામાં બાળકનું એક રમકડું જુઓ છો, તો તમને પાડોશમાં રહેનારાં બાળકો માટે, કુટુંબો માટે કે એ વિસ્તારની શાળાઓ માટે પ્રાર્થના કરવાનું ઉત્તેજન મળી શકે છે.
  2. સંશોધન - તમે શું જાણો છો ? જા તમે પાડોશ સંબંધી કંઈક વાંચ્યું હોય, તો ત્યાં રહેનારા લોકો સંબંધી તમે કંઈક જાણી શકો છો, અથવા તો, એ વિસ્તાર ગુનાખોરી કે અન્યાયીપણાથી પીડાય છે કે નહિ એ બાબતની તમને ખબર પડે છે. આ બાબતો માટે પ્રાર્થના કરો અને ઈશ્વરને કાર્ય કરવા માટે વિનંતી કરો.
  3. પ્રક્ટીકરણ - પવિત્ર આત્મા તમારા હૃદયને કદાચ ઢંઢોળી નાખે અને તમારા મનમાં ચોક્કસ જરૂરિયાત કે પ્રાર્થના વિનંતીનો વિચાર લાવે. ધ્યાનથી સાંભળો અને પ્રાર્થના કરો !
  4. પવિત્રશાસ્ત્ર - તમારી યાત્રાની તૈયારી માટે તમે કદાચ ઈશ્વરનાં વચનોમાંથી કોઈક શાસ્ત્રભાગ વાંચ્યો હશે અથવા તો, તમે જ્યારે ચાલો છો ત્યારે પવિત્ર આત્મા તમારા મનમાં પવિત્રશાસ્ત્રની કોઈક કલમ લાવી શકે છે. એ શાસ્ત્રભાગ સંબંધી પ્રાર્થના કરો અને એ વિસ્તારના લોકો એ કલમોથી કેવી રીતે પ્રભાવિત થઈ શકે, એ માટે પ્રાર્થના કરો.

પ્રભાવિત પાંચ ક્ષેત્રો કે જેના ધ્વારા પ્રાર્થના પર ધ્યાન કેન્દ્રિત કરવું:

  1. પવિત્રશાસ્ત્ર - તમારી યાત્રાની તૈયારી માટે તમે કદાચ ઈશ્વરનાં વચનોમાંથી કોઈક શાસ્ત્રભાગ વાંચ્યો હશે અથવા તો, તમે જ્યારે ચાલો છો ત્યારે પવિત્ર આત્મા તમારા મનમાં પવિત્રશાસ્ત્રની કોઈક કલમ લાવી શકે છે. એ શાસ્ત્રભાગ સંબંધી પ્રાર્થના કરો અને એ વિસ્તારના લોકો એ કલમોથી કેવી રીતે પ્રભાવિત થઈ શકે, એ માટે પ્રાર્થના કરો.
  2. સરકાર - અદાલતો, કાયદાપાલન સંલગ્ન કચેરીઓ જેવાં સરકારી કેન્દ્રો શોધી કાઢો અને તેઓના માટે પ્રાર્થના કરો. તે વિસ્તારની સુરક્ષા માટે, ન્યાયપ્રક્રિયા માટે તથા એ વિસ્તારના આગેવાનો ન્યાયી વલણ અપનાવે, એ માટે પ્રાર્થના કરો.
  3. ધંધા -રોજગાર - બજારો કે ખરીદી વિસ્તારો જેવાં વ્યવસાયિક કેન્દ્રો શોધી કાઢો અને તેઓને માટે પ્રાર્થના કરો. યોગ્ય રોકાણ અને સ્રોતોના યોગ્ય વહીવટ માટે પ્રાર્થના કરો. આર્થિક ન્યાય, ધંધા રોજગાર માટેની તકો, તથા પોતાના નફાને બદલે લોકોનું કલ્યાણ ઈચ્છનાર ઉદાર અને પ્રામાણિક રોકાણકારો માટે પ્રાર્થના કરો.
  4. શિક્ષણ - શાળાઓ અને વહીવટી ઓફિસો, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો, કોલેજા અને વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) જેવી શૈક્ષણિક સંસ્થાઓની માહિતી ભેગી કરો અને તેઓને માટે પ્રાર્થના કરો. ઈશ્વર વિષેનું સત્ય શીખવીને પોતાના વિદ્યાર્થીઓનાં મનોને સુરક્ષિત રાખનાર સારા કેળવણીકારો માટે પ્રાર્થના કરો. ખાસ પ્રાર્થના કરશો કે જૂઠાણાં કે ગૂંચવાડાને પ્રોત્સાહિત કરવાના દરેક પ્રયાસમાં ઈશ્વર હસ્તક્ષેપ કરે. પ્રાર્થના કરો કે આ સ્થળો સેવા કરનાર તથા દોરવણી આપનાર હૃદય ધરાવનાર શાણા નાગરિકો મોકલી આપે.
  5. સંદેશાવ્યવહાર - રેડિયો સ્ટેશન, ટીવી સ્ટેશન અને સમાચારપત્ર પ્રકાશકો જેવા સંદેશાવ્યવહારનાં કેન્દ્રો શોધી કાઢો અને તેઓને માટે પ્રાર્થના કરો. ઈશ્વર વિષેની વાત અને ઈશ્વરના અનુયાયીઓની સાક્ષી આખા શહેર અને દુનિયાભરમાં પ્રસરી જાય, એ માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરશો કે ઈશ્વરનો સંદેશ તેમના માધ્યમ મારફતે તેમના લોકો સુધી પહોંચી જાય અને ઈશ્વરના દરેક જગ્યાના લોકો ઈશ્વરનું કાર્ય જાઈ શકે.
  6. આત્મિકપણું - પ્રભુમંદિરો, મસ્જિદો અથવા મંદિરો જેવાં આત્મિક કેન્દ્રો શોધી કાઢો અને તેઓને માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરશો કે દરેક આત્મિક શોધકમિત્ર ઈસુમાં શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત કરે અને કોઈ ખોટા ધર્મ મારફતે અવળે માર્ગે ફંટાઈ ન જાય કે ગૂંચવાડામાં ન પડે.

પ્રાર્થના

(5 min)

તમે તમારી પ્રાર્થના યાત્રાની પ્રવૃત્તિ કરો તે પહેલાં તમારા જૂથ સાથે મળીને તમારો સમય પૂરો કરવા માટે પ્રાર્થના કરવાનું ભૂલશો નહીં..

ઈશ્વરનો આભાર કે તે આપણા સહિત ખોવાયેલા, છેલ્લા અને છેલ્લા માં છેલ્લા લોકોને ચાહે છે!

ઈશ્વરને કહો કે તે તમારા હૃદયને અને તમારી યાત્રા વખતે જે વ્યક્તિને તમે મળશો તેમના હૃદયને તેના કાર્ય માટે ખુલ્લા રહેવા માટે તૈયાર કરે.

સત્ર ૬

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 1235

પ્રાર્થના

(5 min)

છેલ્લા સત્રમાં ઈશ્વરે જે કંઈ કર્યું તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો અને તેમનો આભાર માનો, જ્યારે તમને આજ્ઞાનું પાલન કરવામાં મુશ્કેલી પડે ત્યારે ઈશ્વરને મદદ કરવા કહો અને તેમના પવિત્ર આત્માને સાથે મળીને તમારો સમય ગાળવા આમંત્રણ આપો.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ બાબતને અમારી યાદીમાં ઉમેરીશું:

  • જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

READ

(5 min)

વિશ્વાસુતા

આ સત્રમાં, આપણે જાણીશું કે કેવી રીતે વિશ્વાસ એ જ જ્ઞાન અને તાલીમ કરતાં આધ્યાત્મિક પરિપક્વતાનું વધુ સારું માપદંડ છે. આજ એવા બે વિચારો છે જેણે મંડળી માં અનેક સમસ્યાઓ .ઉભી કરી છે.

પ્રથમ વિચાર એ છે કે કોઈની આધ્યાત્મિક પરિપક્વતા, તે વ્યક્તિ દેવના શબ્દ વિશે કેટલું જાણે છે તેની સાથે જોડાયેલ છે. તેઓ જાણે ખરી આસ્થા - અથવા રૂઢિવાદી હોવું - કોઈની આસ્થાનું સારું માપદંડ હોય તેમ વર્તે છે.

બીજો વિચારએ છે કે કોઈની પણ આગેવાની કરવાની ક્ષમતા માટે, તેઓએ પ્રચારની શરૂઆત કરતા પહેલા "સંપૂર્ણ તાલીમ" લેવી જરૂરી છે. તેઓ એમ વર્તે જાણે છે કે પૂર્ણ જ્ઞાન - કોઈની સેવા કરવાની ક્ષમતાનો સારો માપદંડ છે.

પ્રથમ વિચાર સાથે સમસ્યા તે છે કે -રૂઢિવાદી પર - અથવા "સાચી આસ્થા "વાળાપર વિશ્વાસ કરીએ તો, શેતાન, પોતે, કોઈ પણ મનુષ્ય કરતાં વધુ શાસ્ત્ર જાણે છે. દેવનો શબ્દ કહે છે - તમે માનો છો કે એક દેવ છે.

સારુંછે! પણ શેતાનો પણ તેમ જ માને છે કે - અને ધ્રુજારીથાય છે.

કોઈની આધ્યાત્મિક પરિપક્વતાનું વધુ સારું માપદંડ - "યોગ્ય અભ્યાસ" છે. આપણે ફક્ત જે જાણીએ છીએ તેના આધારે પરિપક્વતાને માપવા કરતાં,આજ્ઞા પાલન અને વહેંચણીમાં વિશ્વાસ સાથે વધુ ધ્યાન આપવું જોઈએ.

બીજા વિચારની સમસ્યા -તે છે કે કોઈને તેઓની આગેવાની લેતા પહેલા સંપૂર્ણ પ્રશિક્ષણ હોવું આવશ્યક છે, તેમાંથી કોઈ એક પણ સંપૂર્ણ પ્રશિક્ષિત નથી.

ઈસુએ યુવા નેતાઓને મોકલવાનું ચાલુ કર્યું હતું જેમની પાસે રાજ્યની કેટલીક સૌથી મહત્વપૂર્ણ કામગીરી કરવાનું શીખવાની ઘણી વસ્તુઓ હતી.

દેવનો શબ્દ કહે છે - ઈસુએ તેના બાર પ્રેરિતોને સાથે રાખીને બધા રાક્ષસો અને રોગો પર સંપૂર્ણ શક્તિ આપી. પછી તેમણે તેઓને દેવના રાજ્ય વિષે જણાવવા અને બીમાર લોકોને સાજા કરવા મોકલ્યા.

આ માણસોને પીટરે ઈસુ તારણહાર છે તેવી માન્યતા બધાને કરી તે પહેલાં આ માણસોને મોકલવામાં આવ્યા હતા - જેને આપણે વિશ્વાસના પ્રથમ પગલા તરીકે વિચાર કરીશું. અને મોકલ્યા પછી પણ ઈસુએ પીટરને ઘણી વખત ભૂલો બદલ ઠપકો આપ્યો અને પીટર પછી પણ ઈસુને સંપૂર્ણપણે નકારતો રહ્યો. અન્ય અનુયાયીઓએ દલીલ કરી કે દેવના ભાવિ રાજ્યમાં કોણ મહાન છે અને દરેકની શું ભૂમિકા હશે.

તેઓ બધાને હજી ઘણું શીખવાનું હતું પરંતુ ઈસુએ તેઓને તેઓ જે પહેલેથી જ જાણતા હતા તે વહેંચવાનું કામ આપ્યું.

વિશ્વાસ - જ્ઞાન કરતા વધારે હોય -આ એવી વસ્તુ છે જેને કોઈએ ઈસુને અનુસરવાનું શરૂ કર્યુંત્યારે તરત જ શરૂ કરી શકાય.

વિશ્વાસ - તાલીમ કરતાં વધુ હોય - તે કંઈકએવું છે જે આપણને જે આપવામાં આવ્યું છે તેનાથી આપણે શું કરીશું તે માપી શકાય છે.

જો આપણે અન્ય લોકો સાથે જે સાંભળીએ છીએ તેનું પાલન કરીએ છીએ અને વ્હેંચીએ છીએ, તો આપણે વિશ્વાસુ છીએ.

જો આપણે સાંભળીએ છીએ પણ આપણે આજ્ઞા પાળવા અને વહેંચવાનું નકારીએ છીએ, તો આપણે અવિશ્વાસુ છીએ.

જે રીતે આપણે શિષ્યોનો ગુણાકાર કરીએ છીએ, ચાલો ખાતરી કરીએ કે આપણે સાચી વસ્તુઓને માપી રહ્યા છીએ.

ચર્ચા કરો

(10 min)

  1. ઈશ્વરની આજ્ઞાનો વિચાર કરો, જે તમે જાણો છો. એ આજ્ઞા ને માનવા અને શેર કરવાની બાબતમાં તમે કેટલા "વફાદાર" છો?

READ

(75 min)

૩/૩ જૂથ સભા

ઝુમ ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે. આ સત્રમાં આપણે શીખીશું કે કેવી રીતે 3/3 (નોંધ: "ત્રણ તૃતીયાંશ " તરીકે ઉચ્ચારણ કરો) ગ્રુપ એ મળવાની એક પદ્ધતિ છે, જે ઈસુના શિષ્યો ઈસુના શિષ્યોને ઈસુની વધુ નજીકથી અનુસરવા મદદ કરે છે.

ઈસુએ કહ્યું- "જ્યાં બે કે ત્રણ લોકો મારા નામે ભેગા થયા છે, ત્યાં હું તેઓની વચ્ચે છું." આ એક શક્તિશાળી વચન છે, અને તે એક એવું વચન છે જેનો ઈસુના દરેક શિષ્યએ લાભ લેવો જોઈએ. પરંતુ જ્યારે તમે એક જૂથ તરીકે એકઠા થાવ છો, ત્યારે તમારે તમારો સમય કેવી રીતે વિતાવવો જોઈએ?

3/3 (નોંધઃ "ત્રણ તૃતીયાંશ" તરીકે ઉચ્ચારણ કરો)નું ગ્રુપ એક એવું જૂથ છે જે તેમના સમયને એકસાથે 3 ભાગમાં વિભાજિત કરે છે, જેથી તેઓ ઈસુએ આદેશ આપ્યો હોય તેવી કેટલીક સૌથી મહત્ત્વની બાબતોનું પાલન કરવાની પ્રેક્ટિસ કરી શકે.

તે આ રીતે કામ કરે છે:

  • પાછળ જુઓ(દૃષ્ટિ - ૧/૩) જૂથનો પ્રથમ ત્રીજો ભાગ અમે સાથે રહ્યા ત્યારથી શું બન્યું છે તેના પર નજર ફેરવવામાં જ પસાર થાય છે.
  • ઉપર જુઓ ( દૃશ્ય - ૨/૩) જૂથનો વચલો ત્રીજો સમય શાસ્ત્રો, ચર્ચા અને પ્રાર્થના દ્વારા ઈશ્વરના જ્ઞાન અને માર્ગદર્શનની શોધમાં પસાર કરવામાં આવે છે.
  • આગળ જુઓ (દૃષ્ટિ - ૩/૩) ગ્રુપનો છેલ્લો ત્રીજો સમય આપણે જે શીખ્યા છીએ તેને કેવી રીતે લાગુ પાડી શકીએ અને તેનું પાલન કરી શકીએ તેની રાહ જોવામાં પસાર થાય છે.

આ સત્રમાં તમારા જૂથને 3/3 જૂથને ટુંકમાં પૂર્વભૂમિકા સાથે માર્ગદર્શન આપવામાં આવશે, જે તમને વાસ્તવિક જીવનમાં સંપૂર્ણ પૂર્વ ભૂમિકા માટે તૈયાર કરવામાં મદદ કરશે. આધ્યાત્મિક શ્વાસોચ્છવાસનું સૂત્ર યાદ છે? શ્વાસ અંદર લો, ઈશ્વર પાસેથી સાંભળો. શ્વાસ બહાર કાઢો, તમે જે સાંભળો છો તેનું પાલન કરો અને તેને અન્ય લોકો સાથે વહેંચો. 3/3નું જૂથ આ જ છે. 3/3સમૂહ એક એવું જૂથ છે જે તેમના સમયને એકસાથે 3 ભાગમાં વિભાજિત કરે છે, જેથી તેઓ ઈશ્વર પાસેથી સાંભળવાની અને ઈસુએ આપેલી કેટલીક સૌથી મહત્ત્વની બાબતોનું પાલન કરવાની અને વહેંચવાની પ્રેક્ટિસ કરી શકે.

આ પ્રેક્ટિસ સેશન એક કલાકથી થોડું વધારે ચાલવું જોઈએ, અને તે ઝડપથી આગળ વધશે. જો તમારી પાસે કોઈ મોટું જૂથ હોય અથવા જે ઊંડી ચર્ચાઓ કરવાનું પસંદ કરતું હોય, તો તમે જૂથના એક સભ્યને તમે ઘડિયાળ અથવા ટાઇમર સાથે નજર રાખવામાં મદદ કરવા માટે કહી શકો છો.

વાસ્તવિક જીવનમાં, આ પગલાં ધીમી ગતિએ આગળ વધશે, પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ કરી રહ્યા હોવ ત્યારે ચોક્કસપણે ચાલુ રાખો જ્યાં સુધી તમારો સમય સમાપ્ત ન થાય. કોઈ પણ પગલાંને ચૂકશો નહીં - તે બધા જ મહત્ત્વના છે!

યાદ રાખો કે ૩/૩ ગ્રુપ એ બાઇબલ અભ્યાસ જેવું નથી- એ તો જાણી જોઈને કરવામાં આવેલું છે! આ અનુભવને મળવાની એક નવી રીત શીખવાની તક તરીકે ગણો અને જુઓ કે ઈશ્વર સાથે મળીને વિતાવેલા સમય માટે શું આયોજન કર્યું છે. જવા માટે તૈયાર છો? ચાલો શરૂ કરીએ!

પાછળ જુઓ

અમે અમારો પ્રથમ ત્રીજો ભાગનો સમય આભાર માનીને, અમારા સંઘર્ષને વહેંચીને અને અમારા જૂથના અન્ય સભ્યો માટે પ્રાર્થના કરીને એકબીજાની સંભાળ રાખીને પાછળ વળીને જોવામાં વિતાવીશું. અમે એ પણ તપાસીશું કે ગ્રુપની દરેક વ્યક્તિને અમે છેલ્લે જ્યારે સાથે હતા ત્યારે જે શીખ્યા હતા તેનું પાલન કરવાની અને જણાવવાની તક મળી છે કે નહીં.

પહેલું પગલું - "આભાર વ્યક્ત કરવો."

દરેક વ્યક્તિ કંઈક એવું જણાવવા માટે થોડો સમય કાઢે કે જેના માટે તેઓ આભારી છે. આ વિડિઓ પર હમણાં પૂર્ણ વિરામ કરો અને હમણાં જ તે કરો ... શું તમે હજી પણ ત્યાંજ છો? ખરેખર, અમે ઇચ્છીએ છીએ કે તમે થોભો અને તમારા જૂથની દરેક વ્યક્તિને કંઈક એવું જણાવો જે માટે તમે ઈશ્વરના આભારી છો. જ્યારે તમે પાછા આવશો ત્યારે અમે અહીં આવીશું. (૨ મિનિટ)

બીજું પગલું - "તમારા સંઘર્ષ જણાવો " અને "એકબીજા માટે પ્રાર્થના કરવી."

હવે તમારા જૂથની દરેક વ્યક્તિને તેઓ જેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે તે કંઈક ટૂંકમાં જણાવો. તેઓ જે જણાવે છે તેના વિશે કોઈ બીજા તેમના માટે પ્રાર્થના કરો. થોભો, જણાવો અને પછી પ્રાર્થના કરો. (૮ મિનિટ)

ત્રીજું પગલું - "જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવું."

તમે જ્યારે પણ મળો ત્યારે તમે સમય કાઢીને એ યાદ રાખવા માગતા હશો કે તમે શા માટે અહી સાથે છો- ઈશ્વરને પ્રેમ કરવા , બીજાઓને પ્રેમ કરવા, ઈસુની સુવાર્તા જણાવવા અને બીજાઓને પણ ઈશ્વરની સુવાર્તા જણાવવામાં મદદ કરવા. આ સેવા પર જૂથને કેન્દ્રિત કરવા માટેની ઘણી બધી રીતો છે, પરંતુ આ પ્રેક્ટીશ કરવા માટે કોઈએ જૂથમાંથી મોટેથી માત્થી ૨૨:૩૭-૩૮ વાંચ્યું છે. થોભો રાહ જોવો , પછી વાંચો. (૨ મિનિટ)

પગલું ચાર - "ભાગ લો ."

આ એ ભાગ છે જે કેટલાક જૂથો છોડવા માંગે છે, કારણ કે તેનો અર્થ એ છે કે પ્રશ્નો પૂછવા જે ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે. મહેરબાની કરીને તેમ કરશો નહીં.

ઈસુ પોતાના શિષ્યોને એટલો પ્રેમ કરતા હતા કે તેઓ કઠોર પ્રશ્નો પૂછી શકે. જો આપણે ઈસુ જેવા બનવું હોય, તો આપણે એકબીજાને એટલો પ્રેમ કરવો જોઈએ કે તે પણ એમ જ કરી શકે. આ પગલામાં, તમે જૂથમાંની દરેક વ્યક્તિને તેમણે જે સાંભળ્યું છે તેનું પાલન કરે છે કે કેમ તે અંગે જણાવશે.

ઈશ્વર તેમને કહે છે કે તમે છેલ્લી વાર તમે સાથે હતા તે કરો. દરેક ઝુમ સત્રમાં અમે આ ખાતરીસાથે અમારા આગળના પગલામાં જવાની તૈયાર કરીએ છે, જેમાં અમે તમને આજ્ઞાપાલન, સુવાર્તાની વહેચણી અને પ્રાર્થના કરવાનું કહીએ છીએ. અમે અમારા પાછળ જુઓના પગલામાં જવાબદારીનું મોડેલ તૈયાર કરીએ છીએ, જ્યાં અમે તમને તે જ ખાતરી સાથે ભાગ લેવાનું કહીએ છીએ.

જો તમે તાલીમના અત્યાર સુધી આ પગલામાં વધારે સમય નથી વિતાવી રહ્યા, તો શરૂ કરવા માટે આ સમય સારો છે.

ઈશ્વરને પ્રેમ કરવાનો એક ભાગ એ છે કે ઈશ્વર આપણને જે કહે છે તેનું પાલન કરવું. એક બીજાને પ્રેમ કરવાનો એક ભાગ એટલે કોઈને ઈશ્વર પાસેથી જે કંઈ સાભળ્યું છે તેનું પાલન કરવામાં મદદ કરવી. પ્રેમનો અર્થ થાય છે કોઈની ખાત્રીઓને ગંભીરતાથી લેવી - અને તેમને આદરપૂર્વક પ્રેમ બતાવવો - આ બધું એકજ સમયે.

થોડા થોભો અને દરેક વ્યક્તિને નીચેના પ્રશ્નોના જવાબ આપવા કહો:

  • તમે અત્યાર સુધી જે શીખ્યા છો તેનું પાલન કેવી રીતે કર્યું છે?
  • તમે જે શીખ્યા છો તેમાં તમે કોને તાલીમ આપી છે?
  • તમે એક જૂથ તરીકે સાથે રહ્યા છો ત્યારથી તમે કોની સાથે તમારી સાક્ષી કે ઈશ્વરની સુવાર્તા જણાવી છે?

(૧૨ મિનીટ)

અમે અમારા 3/3જૂથનો પાછળ જુઓ નો વિભાગ પૂરો કરી રહ્યા છીએ, ત્યારે તમારા વિભાગને વધુ સારી રીતે આગળ લઈ જવામાં મદદરૂપ થાય તેવું અહી છે:

**ઝૂમો પ્રશિક્ષણ ની નોધ **

કેટલીકવાર જૂથમાં, એક વ્યક્તિ એવી હોઈ શકે છે જે મોટાભાગનો સમય વાતો કરવામાં પસાર કરે છે. આવું ન થવા દો. જૂથમાં દરેકનું મૂલ્ય હોય છે, તેથી ખાતરી કરો કે દરેકને જણાવવાની તક મળે. જો બીજાને બોલવાની તક ન મળતી હોય, તો હળવેથી યાદ કરાવો કે જે સૌથી વધુ વાત કરે છે તેણે દરેક વ્યક્તિને સાંભળવી જોઈએ.

ઉપર જુઓ

સાથે મળીને વિતાવેલા વચ્ચેના ત્રીજા સમય દરમિયાન, અમે ઈશ્વરના પવિત્ર આત્માને આપણા જૂથને ઈશ્વરના વચનને વધુ સારી રીતે સમજવા આમંત્રણ આપીએ છીએ. આપણે બાઇબલમાંથી એક ફકરો મોટેથી વાંચીશું અને પછી કેટલાક સરળ પ્રશ્નો ના જવાબ પૂછીશું, જેથી પરમેશ્વરના હેતુઓ અને યોજનાઓને વધુ સારી રીતે જાણી શકાય અને સમજી શકાય.

**પહેલું પગલું - આગેવાની કરવા માટે ઈશ્વરના પવિત્ર આત્માને આમંત્રિત આપો **

પ્રાર્થના કરવા માટે થોડો સમય કાઢો. ઈશ્વર સાથે સરળ અને સંક્ષિપ્તમાં વાત કરો. તમે જે ફકરાને વાંચવા જઈ રહ્યા છો તેમાંથી તમને શીખવવા માટે તેમના પવિત્ર આત્માને કહો. થોભો અને પ્રાર્થના કરો. (૨ મિનિટ)

બીજું પગલું - ઈશ્વરના વચન વાંચો અને પ્રશ્નો પૂછો

જૂથમાંના કોઈને બાઇબલમાંથી વાંચવાનું કહો . આ પ્રેક્ટિસ વિભાગ માટે લુક ૧૮:૯-૧૪ વાંચો. જ્યારે તમે વાંચવાનું પૂરું કરી લો, ત્યાર પછી જૂથે નીચેના બે પ્રશ્નોના જવાબ આપવા જોઈએ:

  • તમને આ ફકરામાં શું ગમ્યું?
  • તમને કઈ બાબત પડકારજનક કે સમજવામાં અઘરી લાગી?

જો મૌખિક શીખનારાઓ હોય - એવા લોકો કે જેઓ સારી રીતે વાંચી શકતા નથી અથવા તમારા જૂથમાં - સાંભળીને શીખવાનું પસંદ કરે છે, તો ખાતરી કરો કે તમે ઓછામાં ઓછા બે વાર આ ફકરા વાંચો છો.

થોભો રાહ જુઓ, પછી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. (૧૦ મિનિટ)

હવે બીજા કોઈને એ જ ફકરો બીજી વાર વાંચવાનું કહો અને પછી જૂથને આ બે પ્રશ્નોના જવાબ આપવા કહો:

  • આ ફકરામાંથી આપણે લોકો વિશે શું શીખી શકીએ?
  • આ ફકરામાંથી આપણે ઈશ્વર વિષે શું શીખી શકીએ?

યાદ રાખો કે ફકરાને વળગી રહો અને તેને સરળ રાખો! (૧૦ મિનિટ)

તે અમારા 3/3જૂથના ઉપર જુઓ વિભાગનો અંત છે, અને તમારા વિભાગોને વધુ સારી રીતે આગળ લઈ જવા માટે અહીં કંઈક છે:

ઝુમ પ્રશિક્ષણ નોધ

જ્યારે તમે ઈશ્વરના વચનનો અભ્યાસ કરતા હો, ત્યારે અન્ય પુસ્તકો, શિક્ષકો અથવા અભિપ્રાયોને બદલે તેમના શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરો. "તમને શું લાગે છે કે આનો અર્થ શું થાય છે?" એવું પૂછવાને બદલે પૂછો, "આ ફકરો શું કહે છે?" જો તમારા જૂથમાં કોઈને શીખવવું ગમતું હોય, તો તેઓને હળવેથી યાદ અપાવો કે ઈશ્વરનો પવિત્ર આત્મા અને વચન જૂથને શીખવી શકે છે. આપણે બધા સાથે મળીને અહી શીખવા માટે આવ્યા છીએ. અને ચર્ચામાં મૌન કે વિરામથી ડરશો નહીં. ઈશ્વર શાંત હોવા છતાં પણ કામ કરે છે. પોતાના શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો, ફકરાને વળગી રહો અને બાકીનું કામ કરવા માટે ઈશ્વર પર ભરોસો રાખો.

આગળ જુઓ

આપણે સમયના છેલ્લા ત્રીજા ભાગમાં છીએ આપણે ઈશ્વરના વચનમાંથી જે શીખ્યા તેના આધારે આપણે કઈ રીતે આજ્ઞાનું પાલન કરી શકીએ અને બીજાઓને તાલીમ આપી શકીએ તે જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. જૂથનો દરેક સભ્ય ઈશ્વરને થોડા સાદા પ્રશ્નો પૂછે અને પછી પ્રાર્થનામાં ઈશ્વરના જવાબની રાહ જુએ. પછી અમે અમારી ખાત્રી જણાવીએ છીએ અને તેનો અમલ કરીએ છીએ અને સાથે મળીને અમારો સમય પૂરો કરવા માટે પ્રાર્થના કરીએ છીએ.

પગલું ૧- ઈશ્વરના હેતુ માટે પ્રાર્થના કરવી

તમારા જૂથમાં દરેક વ્યક્તિને શાંતિથી પ્રાર્થના કરવા અને ઈશ્વરને આવા પ્રશ્નો પૂછવા કહો :

  • હે ઈશ્વર, તમે મને જે શીખવી રહ્યા છો તે હું કેવી રીતે માનીને તેનો અમલ કરી શકું?
  • આ વચન માંથી હું કોને તાલીમ આપી શકું, જેથી તેઓ તમને વધારે પ્રેમ કરવાનું અને આધીન થતાં શીખી શકે?
  • મારી સાક્ષી કે ઈસુ વિષેની તમારી સુવાર્તા કોની સાથે વહેંચવા તમે મને કહેશો?

થોભો અને પછી પ્રાર્થના કરો. (૫ મિનિટ)

ઈશ્વરના પવિત્ર આત્માને પૂછો કે તે તમને ચોક્કસ ઉત્તરો, વિશિષ્ટ નામો અને વિશિષ્ટ પગલાં આપે, જે તમે અત્યારે અને તમારું જૂથ ફરીથી મળે તે વચ્ચેના સમયમાં લઈ શકો.

પગલું ૨ - પ્રતિબદ્ધતાઓ એકઠી કરવી

તમારા જૂથની દરેક વ્યક્તિને કહો કે તેઓએ દરેક પ્રશ્ન માટે ઈશ્વર પાસેથી જે સાંભળ્યું છે તે જણાવે. કોઈકે ઈશ્વર પાસેથી એક, બે કે ત્રણેય પ્રશ્નો પર કશું જ સાંભળ્યું નહીં હોય. તેઓ માત્ર એટલું જ જણાવી શકે છે કે તેઓએ સાંભળ્યું નથી.

પણ યાદ રાખો, જુથે ઈશ્વર પાસેથી સાંભળવું જોઈએ. ઈસુએ કહ્યું- "મારાં ઘેટાં મારી વાણી સાંભળે છે." અને તમારાં આજ્ઞાપાલનનાં પગલાં જેટલાં ચોક્કસ હશે, તેટલાં જ આપણે ફરી મળીએ તે પહેલાં તેનું પાલન કરવાનું સરળ બનશે.

થોભો રાહ જુઓ , અને પછી તમે જે સાંભળ્યું છે તે જણાવો. (૧૦ મિનિટ)

પગલું 3 - તમારા આયોજનની પ્રેક્ટિસ કરવી

તમે સાથે મળીને તમારો સમય પૂરો કરો તે પહેલાં, તમારા 3/3જૂથને બે કે ત્રણના નાના જૂથોમાં વિભાજિત કરો અને તમે સાંભળ્યું છે કે ઈશ્વર તમને જે કરવાનું કહે છે તેની પ્રેક્ટિસ કરો.

યાદ રાખો- પ્રેક્ટિસ એટલે આજ્ઞાપાલન, તાલીમ કે શીખવાડવું નહીં, પરંતુ તમને તે બાબતો વધુ સારી રીતે કરવા માટે સજ્જ કરે છે. દરેક નાના જૂથને પ્રાર્થનામાં સાથે મળીને તેની પ્રેક્ટિસનો સમય પૂરો કરવા કહો. ખાસ કરીને લોકો અને યોજનાઓ માટે પ્રાર્થના કરે જે ઈશ્વરે તમારા હૃદય પર મૂકી છે.

જો તમારા જૂથમાં મૌખિક શીખનારાઓ હોય, તો તમે અગાઉ વાંચેલા ઈશ્વરના વચનના ફકરાને ફરીથી વાંચવા માટે તમારી પ્રેક્ટિસનો અમુક સમય બાજુએ મૂકી દો. આ આખા જૂથને મીટિંગમાં મળતા અન્ય લોકોને જણાવવા માટે તૈયાર રહેવામાં મદદ કરશે.

થોભો રાહ જુઓ, પછી પ્રેક્ટિસ કરવા અને પ્રાર્થના કરવા માટે જૂથોમાં જાઓ. જે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વિશિષ્ટ પ્રતિબદ્ધતાઓ ન હોય તેણે પોતાની સાક્ષી અથવા ઈશ્વરની સુવાર્તા આપવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. (૧૦ મિનિટ)

સાથે મળીને સમય પૂરો કરવો

જ્યારે તમે તમારા જૂથને પાછું ભેગું કરો છો, ત્યારે ઉજવણી કરવા માટે થોડો સમય કાઢો! તમે આગળ જુઓ વિભાગ પૂરો કર્યો છે અને હવે સમગ્ર 3/3 જૂથ પધ્ધતિથી પ્રેક્ટિસ કરી છે.

તમારું જૂથ પછીના વિભાગમાં આ વિડિઓની સહાય વિના પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખશે. અન્ય લોકોને પ્રક્રિયા દરમિયાન જૂથને માર્ગદર્શન આપવા માટે પાછા વળીને ખાતરી કરો. તમારે હોશિયાર શિક્ષક બનવાની જરૂર નથી, ફક્ત આ સરળ પગલાંને અનુસરો. તમે જાઓ તે પહેલાં, તમારા વિભાગોને વધુ સારી રીતે આગળ લઈ જવામાં મદદ કરવા માટે અહીં વધુ એક સૂચન આપવામાં આવ્યું છે:

**ઝુમ પ્રશિક્ષણ નોધ **

સમગ્ર વિશ્વમાં, 3/3જૂથના જૂથો ઘણી વખત પ્રભુ ભોજન,અથવા ભોજન અને વધુ પ્રાસંગિક વાતચીતો સાથે મળીને તે સમયમાં કરતા હોય છે. ઈશ્વરે આપણને આ પ્રકારની સંગત આપી છે - ખાસ પ્રકારનું શિક્ષણ અને વિકાસ અને ખાસ પ્રકારનું જીવન અને સંબંધ, જે આપણને મજબૂત, પ્રોત્સાહિત કરવા અને તેમના પુત્ર, ઈસુ જેવા બનવા માટે વધુ મજબૂત બનવામાં અને નિર્માણ કરવામાં મદદ કરે છે.

અને તે જ છે - તમારા જૂથે હવે ત્રણેય ભાગોની પ્રેક્ટિસ કરી છે - આપણે છેલ્લી વખત મળ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે શું પ્રાપ્ત કર્યું છે તે તપાસવા માટે પાછળ ફરીને જોવું, આ સમયમાં સાથે મળીને ઈશ્વર આપણને શું શીખવાનું છે તે સમજવા માટે આગળ જોવું, અને જ્યારે આપણે અલગ હોઈએ ત્યારે ઈશ્વરે આપણા હૃદય માં જે મૂક્યું છે તેને અમલમાં મૂકવા માટે આગળ જુઓ.

3/3જૂથ - મળવાથી એક સરળ અને વ્યવહારિક રીત જે આપણને ઇસુ જેવા બનવામાં મદદ કરે છે.

ચર્ચા કરો

(10 min)

  1. શું તમે ૩/૩ જૂથમાં અને બાઇબલ સ્ટડી અથવા નાના જૂથ વચ્ચે કોઈ તફાવત જોયો છે, જેનો તમે ભૂતકાળમાં ભાગ લેતા હતા (અથવા તેના વિશે સાંભળ્યું હોય). જો હા, તો તે તફાવતો જૂથને કેવી રીતે અસર કરશે?
  2. 3/3જૂથને નમુના રૂપ ચર્ચ ગણી શકાય? શા માટે અથવા કેમ નહીં?

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળવા મળેલ સાધન:

  • જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

NEXT STEP

આધીન

3/3 જૂથ પ્રેક્ટિસ દરમિયાન તમે જે નિર્ણયો કર્યા છે તેના આધારે આ અઠવાડિયે સમય વીતાવો, તાલીમ અને વહેંચણી કરો.

જણાવવું

પ્રાર્થના કરો અને ઈશ્વરને પૂછો કે તમારું જૂથ ફરી મળે તે પહેલાં તમે કોની સાથે 3/3જૂથ પધ્ધતિ શેર કરો તેવું ઈશ્વર ઇચ્છે છે. તમે જાઓ તે પહેલાં આ વ્યક્તિનું નામ જુથમાં જણાવો .

સત્ર ૭

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 4322

પ્રાર્થના

(5 min)

ઈસુને વફાદારીપૂર્વક અનુસરવા માટે જૂથ નિર્ણય માટે ઈશ્વરને પ્રાર્થના કરો અને તેમનો આભાર માનો અને સાથે મળીને તમારો સમયને આગેવાની કરવા માટે ઈશ્વરના પવિત્ર આત્માને આમંત્રિત કરો.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ બાબતને અમારી યાદીમાં ઉમેરીશું:

  • શિષ્યોને પરિપક્વ બનાવવાનું તાલીમ ચક્ર
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

READ

(5 min)

તાલીમ ચક્ર

આ સત્રમાં, અમે તે તાલીમ ચક્ર શીખીશું જે શિષ્યોને એકથી ઘણાં લોકો સુધી જવામાં મદદ કરે છે અને એક મિશનને આંદોલનમાં ફેરવે છે.

તમે ક્યારેય સાયકલ ચલાવતા શીખી છે? તમે ક્યારેય કોઈ બીજાને શીખવામાં મદદ કરી છે? જો એમ હોય, તો શક્ય છે કે તમે તાલીમ ચક્ર ને પહેલેથી જ જાણતા હો.

તે નમૂનો, સહાયક, જુઓઅને છોડી દો,જેટલું સરળ છે. યાદ કરો - તમે ક્યારેયજાતે સાયકલ ચલાવતા પહેલાં, કદાચ કોઈ બીજાને પહેલા સવારી કરતો જોયો હશે.

તે નમૂનો છે.

નમૂનો , સહાયક, જુઓ અને છોડો.

નમૂનો, કોઈ બીજાને તે કેવી રીતે કરાય તેનું ઉદાહરણ બતાવી રહ્યું છે. જ્યારે બાળક પ્રથમ કોઈ બીજાને સાઇકલ ચલાવતા જુએ છે, ત્યારે તેમને તરત જ સમજાઈ જાય છે. નમૂનો તેવુંજ છે - તેને ઘણી વાર કરવાની જરૂર નથી, અને સામાન્ય રીતે તેને ફક્ત એક જ વાર કરવાની જરૂર છે.

તે પ્રથમ સાઇકલ સવારી ને યાદ કરો. શું તમે માત્ર જોવા માંગતા હતા ?કે તમે તેને અજમાવવા માટે ઉત્સાહિત હતા ? જો તમને ક્યારેય કોઈ તકજ ન આપે તો શું થાય?

ખૂબ જ નમૂના જોવા ખરેખર તાલીમ પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. નમૂનો કોઈને થોડું બતાવવા વિશે છે - અને પછી તેને અજમાવી જોવું જોઈએ. તેથી તે પ્રથમ સવારી પર શું થયુંહતું? શું તેઓએ તમને સાયકલ આપી હતી અને ચાલ્યા ગયા હતા?

કદાચ ના. જ્યારે મોટાભાગના લોકો સાઇકલ ચલાવવાની રીત શીખે છે, ત્યારે કોઈક ત્યાં પ્રથમ પેડલ્સ મારતા શીખવવા માટેહોય છે. સાથે ચાલતા અને તમને ટ્રેક પર રાખતા.

તે સહાયક છે.

મોડેલ, સહાયક , જુઓ અને છોડો.

સહાયતા એ શીખનારને કુશળતાનો અભ્યાસ કરવવા માટે હોય છે પરંતુ સાથે તે ખ્યાલ રાખવામાં આવે છે કે જોરથી પડો નહીં. સહાયતા નમૂના કરતા વધુ સમય લે છે. પણ બહુ લાંબો નહીં. તેમાંકોઈનો હાથ પકડવાની જરૂર છે, થોડીક દિશા અને થોડી શિખામણની જરૂર છે, પરંતુ તે મૂળભૂત બાબતો શીખવા માટે હોય છે. તે કોઈને પરિપૂર્ણ બનાવવા વિશે નથી. તે તેમને પેડલ મારતા શીખવવા વિશે છે.

જ્યારે તમે પેડલ ચલાવવાની શરૂઆત કરી અને થોડી ઝડપ મેળવી લીધી ત્યારે તમે કલ્પના કરી શકો છો કે કોઈ તમારી સાથે ચાલતું હોય?તેઓ લાંબા સમય સુધી સાથે નહીંરહે, નહિતર તમે ક્યારેય તમારું સંતુલન રાખવાનું શીખી શકશો નહીં.

સહાય આપવી તે કોઈને ચાલતા કરવાદેવાનું છે અને તેમને તેના પોતાના મેળે થોડું વાહન ચલાવવા દેવાનું છે. અને જ્યારે તેઓ ચલાવવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ રસ્તામાં આવતા નવા શીખનારા માટે ખરેખર નમૂનો કરી રહ્યાં છે. સાઇકલ પર બીજા કોઈના હાથ ન હોવાથી, તેનો અર્થ એ નથી કે તમે બધા એકલા છો. સામાન્ય રીતે કોઈતમારી પર નજર રાખી રહ્યું હોય છે - પરંતુ દૂરથી.

તે જોવાનું છે.

મોડેલ, સહાયક, જુઓ અને છોડો.

જોવું કોઈ શીખનારને તેમની કુશળતામાં સક્ષમ ન થાય ત્યાં સુધી પ્રભાવિત કરે છે, તેમાં પ્રવેશ્યા વિના અને નિયંત્રણમાં લીધા વિના. સાઇકલ ચલાવવામાં, કોઈ વ્યક્તિ ઝડપથી ઉઠેશકે છે અને ઝડપથી જઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ રસ્તાના બધા નિયમોને જાણે છે. જોવાનું એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ સલામત રહેશે - ભલે કોઈ આસપાસ ન હોય. જોવાનું ફક્ત એ સુનિશ્ચિત કરવાનું નથી કે કોઈને શું કરવું તે જાણે છે, પણ તે પણ કરી લેશેતે છે - કોઈની નજર ન હોય ત્યારે પણ.

તાલીમ ચક્રના આ તબક્કામાં, શીખનાર વધશે અને અન્યને કેવી રીતે વધવું તે શીખવશે ... તેથી તેઓ બીજાને વિકસવાનું શીખવે છે ... તેથી તેઓ બીજાઓને કેવી રીતે વિકસવું તે શીખવે છે. શિષ્ય બનાવનારા શિષ્યો જેને શિષ્યો બનાવે છે તે પણ શિષ્યો બનાવે છે. ત્રીજી અને ચોથી પેઢી સુધી બધી રીતે.

જુઓએ ખાતરી કરવાનું છે કે કોઈ શીખનાર પરિપક્વ થાય છે અને તે ફક્ત તૈયાર જ નથીથતાં, પણ અન્યને મદદ કરવામાં પણ સક્ષમ છે. જોવા માટે થોડો સમય લાગે છે. તે નમૂનો અને સહાયક, બંને મળીને દસ ગણો લાંબું હોઈ શકે છે. તે લાંબા સમય સુધી હોઈ શકે છે. પરંતુ પ્રતીક્ષા કરવી હંમેશાં યોગ્ય છે. આખરે - સવાર સાઇકલ પર સવાર થાય છે.

છોડવાનુંપણ એના વિશેજ છે.

મોડેલ, સહાયક, જુઓ અને છોડો.

છોડવું એ સ્નાતક થવા જેવું છે. વિદ્યાર્થી શિક્ષક બને છે. કામદાર સહકાર્યકર બને છે. શિષ્ય મિત્ર બની જાય છે. સાઇકલ સવારી માં, જે તમને સવારી શીખવે છે તે તમે કરતાં હો તે દરેક સવારી સાથે આગળ વધતો નથી. અમુક સમયે તેઓ તમારી સાથે સવાર થઈ શકે છે. અમુક સમયે તમે જુદા જુદા સવારી કરો છો, અથવા અન્ય લોકો સાથે અથવા એકલા.

છોડવું એ તમને ગમતી વ્યક્તિને છેલ્લી ભેટ આપવા જેવું છે - સ્વતંત્રતાની ભેટ. છોડવું એ કોઈને જવા માટે સજ્જ કરવું છે જ્યાં તમે પહેલેથી જ ગયા છોઅને સાથે જ જ્યાં સુધી તમે હજી સુધી ન પહોંચ્યા ત્યાં જવા માટે પણ તેમને પ્રોત્સાહિત કરો છો.

નમૂનો, સહાયક, જુઓ અને છોડો. તાલીમ ચક્ર.

એકથી ઘણા સુધી. એક હેતુ થી એક આંદોલન.

ચર્ચા કરો

(10 min)

  1. શું તમે ક્યારેય તાલીમ ચક્રનો ભાગ બન્યા છો?
  2. તમે કોને તાલીમ આપી હતી? અથવા તમને કોણે તાલીમ આપી?
  3. શું એક જ વ્યક્તિ જુદી કુશળતાઓ શીખતી વખતે તાલીમ ચક્રના જુદા ભાગોમાં હોઈ શકે?
  4. આવા કોઈને તાલીમ આપવાનું કેવું લાગશે?

પ્રવૃત્તિ

(90 min)

૩/૩ જૂથ મીટીગ

ક્યુ આર કોડ સ્કેન કરો.

પાછળ જુઓ - એકબીજા સાથે ચેક-ઇન કરવા માટે છેલ્લા સેશનના નિરિક્ષણ, તાલીમ, શેર કરો અને પડકારોનો ઉપયોગ કરો. (૩૦ મિનિટ)

ઉપર જુઓ - તમારા જૂથ ના વાંચેલ શાસ્ત્ર ભાગ તરીકે માર્ક ૫:૧-૨૦ નો ઉપયોગ કરો અને ઉપર જુઓ સેક્શન દરમિયાન ૧-૪ પ્રશ્નોના જવાબ આપો. (૩૦ મિનિટ)

આગળ જુઓ - તમે કેવી રીતે આજ્ઞા પાળશો, તાલીમ અને શેર કરશો તે વિકસાવવા માટે આગળ જુઓ સેક્શનમાં પ્રશ્નો ૫,૬,અને ૭ નો ઉપયોગ કરો. (૩૦ મિનિટ)

પાછળ જોઈ ગયા

પગલું ૧- આભાર માનવો

દરેક વ્યક્તિ કંઈક એવું જણાવવા માટે થોડો સમય કાઢો કે જેના માટે તેઓ આભારી છે.

પગલું ૨ - તમારા સંઘર્ષો જણાવવા અને એકબીજા માટે પ્રાર્થના કરવી

તમારા જૂથની દરેક વ્યક્તિને તેઓ જેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે તે ટૂંકમાં જણાવો. તેઓ જે જણાવે છે તેના વિશે બીજા કોઈ તેમના માટે પ્રાર્થના કરે.

પગલું ૩ - જૂથમાં ધ્યાન કેન્દ્રિત કરવું

સમય કાઢો અને યાદ કરો કે તમે શા માટે અહી ભેગા થયા છો- ઈશ્વરને પ્રેમ કરવા, બીજાઓને પ્રેમ કરવા, ઈસુ વિષે જણાવવા અને બીજાઓને પણ તેને જણાવવા મદદ કરો.

પગલું 4 - ભાગ લો

દરેક વ્યક્તિને નીચેના પ્રશ્નોના જવાબ આપવા કહોઃ

  • તમે અત્યાર સુધી જે શીખ્યા છો તેનું પાલન કેવી રીતે કર્યું છે?
  • તમે જે શીખ્યા છો તેમાં તમે કોને તાલીમ આપી છે?
  • તમે એક જૂથ તરીકે સાથે રહ્યા ત્યારથી તમે કોની સાથે તમારી સાક્ષી કે ઈશ્વરની વાત જણાવી છે?)

ઈશ્વર તરફ જોઈએ

પગલું ૧ - આગેવાની કરવા માટે ઈશ્વરના પવિત્ર આત્માને આમંત્રિત કરો

પ્રાર્થના કરવા માટે થોડો સમય કાઢો. ઈશ્વર સાથે સરળ અને સંક્ષિપ્તમાં વાત કરો. તમે જે ફકરાને વાંચવા જઈ રહ્યા છો તેમાંથી તમને શીખવવા માટે તેમના પવિત્ર આત્માને કહો.

પગલું ૨ - ઈશ્વરના વચનો વાંચો અને પ્રશ્નો પૂછો

જૂથમાંથી કોઈને બાઇબલમાંથી વચન વાંચવા દો. જ્યારે તમે વાંચવાનું પૂરું કરી લો, ત્યારે જૂથે નીચેના બે પ્રશ્નોના જવાબ આપવા જોઈએ:

  • તમને આ ફકરામાં શું ગમ્યું?
  • તમને કઈ બાબત પડકારજનક કે સમજવામાં અઘરી લાગી?

એ જ ફકરાને બીજી વાર વાંચો અને પછી જૂથ પાસે આ બે પ્રશ્નોના જવાબ આપો:

  • આ ફકરામાંથી આપણે લોકો વિશે શું શીખી શકીએ?
  • આ ફકરામાંથી આપણે ઈશ્વર વિષે શું શીખી શકીએ?

યાદ રાખો કે ફકરાને વળગી રહો અને તેને સરળ રાખો!

આગળ જોઈએ

પગલું ૧ - ઈશ્વરના હેતુ માટે પ્રાર્થના કરવી

તમારા જૂથમાંની દરેક વ્યક્તિને શાંતિથી પ્રાર્થના કરવા કહો અને ઈશ્વરને આવા પ્રશ્નો પૂછો:

  • હે ઈશ્વર, તમે મને જે કંઈ શીખવી રહ્યા છો તેનું પાલન કરીને હું કેવી રીતે તેનો અમલ કરી શકું?
  • આ ફકરામાંથી હું કોને તાલીમ આપી શકું, જેથી તેઓ તમને વધારે પ્રેમ કરવાનું અને તમને આધીન થતાં શીખી શકે?
  • મારી સાક્ષી કે ઈસુ વિષેની તમારી સુવાર્તા કોની સાથે વહેંચવા તમે મને કહેશો?

ઈશ્વરના પવિત્ર આત્માને પૂછો કે તે તમને યોગ્ય ઉત્તરો, યોગ્ય નામો અને યોગ્ય પગલાં આપે, જે તમે અત્યારે અને તમારું જૂથ ફરીથી મળે તે વચ્ચેના સમયમાં લઈ શકો.

પગલું ૨ - ખાત્રીઓ એકઠી કરવી

તમારા જૂથની દરેક વ્યક્તિને કહો કે તેઓએ દરેક પ્રશ્ન માટે પ્રભુ પાસેથી જે સાંભળ્યું છે તે જણાવે. કોઈકે પ્રભુ પાસેથી એક, બે કે ત્રણેય પ્રશ્નો પર કશું જ સાંભળ્યું નહીં હોય. તેઓ માત્ર એટલું જ જણાવશે કે તેઓએ સાંભળ્યું નથી.

પણ યાદ રાખો, જુથે પ્રભુ પાસેથી સાંભળવું જોઈએ. ઈસુએ કહ્યું- "મારાં ઘેટાં મારી વાણી સાંભળે છે." અને તમારાં આજ્ઞાપાલનનાં પગલાં જેટલાં ચોક્કસ હશે, તેટલાં જ આપણે ફરી મળીશું તે પહેલાં તેમનું પાલન કરવાનું સરળ બનશે.

પગલું ૩ - તમારા આયોજનની પ્રેક્ટિસ કરવી

તમે સાથે મળીને તમારો સમય પૂરો કરો તે પહેલાં, તમારા 3/3જૂથને બે કે ત્રણના નાના જૂથોમાં વિભાજિત કરો અને તમે જે સાંભળ્યું છે અને પ્રભુ તમને જે કરવાનું કહે છે તેની પ્રેક્ટિસ કરો.

ચર્ચા કરો

(10 min)

  1. 3/3 જૂથ માં તમને સૌથી વધુ શું ગમ્યું? કેમ?
  2. સૌથી વધુ પડકારજનક શું હતું? કેમ?

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળવા મળેલ સાધન:

  • શિષ્યોને પરિપક્વ બનાવવાનું તાલીમ ચક્ર
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

NEXT STEP

આધીન

તમે ઝુમમાં શીખેલી એક કુશળતા અથવા ખ્યાલ પસંદ કરો અને તેને ચોથી પેઢીમાં પુનઃઉત્પાદિત કરવા માટે કોઈકને માર્ગદર્શન આપો.

જણાવવું

તમે જેમને માર્ગદર્શન આપ્યું હોય તેને વધારાની (પાંચમી) પેઢી સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવા પડકારો.

SESSION 8

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 9870

પ્રાર્થના

(5 min)

તમારા જૂથને આ તાલીમમાં અત્યાર સુધી આવનારી ઊર્જા, એકાગ્રતા અને વફાદારી આપવા માટે પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો. ઈશ્વરને કહો કે તે પોતાનો પવિત્ર આત્મા જૂથમાંના દરેકને યાદ અપાવે છે કે તેઓ તેના વિના કશું જ કરી શકે તેમ નથી!

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ બાબતને અમારી યાદીમાં ઉમેરીશું:

  • આગેવાનીના એકમો
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

READ

(5 min)

આગેવાનનું જૂથ

આ સત્રમાં, આપણે શીખીશું કે નેતૃત્વ કોટડી કેવી રીતે જીવનકાળ માટે આગેવાનો બનવા માટે ટૂંકા સમયમાં અનુયાયીઓને તૈયાર કરે છે.

એકમાં થી બે બને છે. બે માં થી ચાર બને છે. ચાર આઠ બને છે. વ્યક્તિગત ગુણાકાર. પેઢીવધારો. ઝડપથી વૃદ્ધિ. આ જ નમૂનો છે જે દેવે તેમના સર્જન માં બનાવ્યું છે. દેવ આ રીતે તેમના કુટુંબના વિકાસનો ઇરાદો રાખે છે. આપણે પહેલેથી જ 3/3 ની રીત શીખી લીધી છે જે ગ્રાહકોને ઉત્પાદકોને, શિખનારાઓને આગેવાનો માં અને શિષ્યોને ઉત્પાદકોમાં ફેરવે છે.

પાછળ જુઓ - ઉપર જુઓ - આગળ જુઓ. જાણો - આજ્ઞા પાળો -વહેંચો.

એકસાથે મળવાની આ રીત વ્યક્તિગત વિશ્વાસીઓમાં નિરંતર આધ્યાત્મિક વિકાસ અને ઈસુના અનુયાયીઓના જૂથમાં નિરંતર પ્રજનન વિકાસ ઉત્પન્ન કરે છે. આ રીત શિષ્યોને ગુણાકાર કરવામાં મદદ કરે છે.

પરંતુ, જો જૂથ ફક્ત ટૂંકા ગાળા માટે જ હોયતોશું?શું તેઓ હજી પણ દેવના રાજ્યને વિકસાવી અને ફરીથી ઉત્પન્ન કરી શકે છે? જ્યારે તમે જાણતા હોવ કે જૂથ કેટલા લાંબા સમયસાથે સુધી રહી શકે તેની મર્યાદા હોય ત્યારે 3/3 રીતચાલુ કરવાનોએક માર્ગ નેતૃત્વ કોટડી છે.

નેતૃત્વ કોટડી , આજીવન ટકી રહેલી પ્રજનન પદ્ધતિઓ શીખવા માટે ટૂંકા સમયમાં વ્યક્તિગત વિશ્વાસીઓને સજ્જ કરે છે.

નેતૃત્વ કોટડી શીખનારાઓને આગેવાન બનવામાં મદદ કરે છે જે પછી નવા જૂથો શરૂ કરશે, નવી મંડળી ઓને તાલીમ આપશે, અને દેવના કુટુંબને વધારવા માટે વધુ નેતૃત્વ કોટડી શરૂ કરશે.

જ્યારે જૂથ ફરી શકતા હોય ત્યારે નેતૃત્વ કોટડી સારી રીતે કાર્ય કરે છે. ખ્રિસ્તીઓ, વિદ્યાર્થીઓ, સૈન્ય કર્મચારીઓ, મોસમી કામદારો કે જેઓ પહેલેથી જ ઈસુને અનુસરે છે નેતૃત્વ કોટડી માં મહાન કામ કરે છે. તેમની સંસ્કૃતિ, તેમનો વ્યવસાય અથવા તેમનાજીવનની મોસમના કારણે - તેમને સદાય માટે જૂથની સ્થાપના કરવામાં સખત મુશ્કેલી પડી શકે છે, પરંતુ તેઓ જ્યાં મુસાફરી કરે છે ત્યાં દરેક સ્થળોએ જૂથો કેવી રીતે શરૂ કરવા તેની તેમને તાલીમ આપી શકાય છે.

જ્યારે લોકોના જૂથ તે જ સમયે વિશ્વાસમાં આવે ત્યારે નેતૃત્વ કોટડી વધુ સારી રીતે કાર્ય કરે છે. એક પરિવાર, મિત્રોનું નેટવર્ક અથવા એક નાના ગામને પણ ટૂંક સમયમાં જીવનપર્યંત ઉત્પાદક બનવા માટે તાલીમ આપી શકાય છે - વ્યક્તિગતઅનુસરણ અથવા આધ્યાત્મિક શિક્ષણ વિના પણ.

પહેલાના સત્રમાં, આપણે 3/3 રીતના છેલ્લા બે ભાગો શીખ્યા અને અભ્યાસ કર્યો. હવે સંપૂર્ણ રીતનો અભ્યાસ કરશું - ત્રણેય ભાગો - પાછળ જોવું,ઉપરજોવું, આગળ જોવું.

ચર્ચા કરો

(10 min)

  1. શું ઈસુના શિષ્યોનું કોઈ જૂથ છે જે તમે જાણો છો કે જેઓ પહેલેથી જ મળી રહ્યા છે અથવા ઝુમ તાલીમ શીખવા માટે આગેવાની આપનાર ની રચના કરવા અને મળવા અને રચવા તૈયાર છે?
  2. જૂથ ને એક સાથે લાવવા માટે શું કરવું પડશે?

પ્રવૃત્તિ

(90 min)

૩/૩ જૂથ મીટીગ

ક્યુ આર કોડ સ્કેન કરો.

પાછળ જુઓ - એકબીજા સાથે ચેક-ઇન કરવા માટે છેલ્લા સેશનના નિરિક્ષણ, તાલીમ, શેર કરો અને પડકારોનો ઉપયોગ કરો. (૩૦ મિનિટ)

ઉપર જુઓ – તમારા જૂથ ના વાંચનના ફકરા તરીકે પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૨-૪૭નો ઉપયોગ કરો અને પ્રશ્નોના જવાબ આપો ૧-૪. (૩૦ મિનિટ)

આગળ જુઓ - તમે કેવી રીતે આજ્ઞા પાળશો, તાલીમ અને શેર કરશો તે વિકસાવવા માટે પ્રશ્નો ૫, ૬ અને ૭ નો ઉપયોગ કરો. (૩૦ મિનિટ)

પાછળ જોઈ ગયા

પગલું ૧- આભાર માનવો

દરેક વ્યક્તિ કંઈક એવું જણાવવા માટે થોડો સમય કાઢો કે જેના માટે તેઓ આભારી છે.

પગલું ૨ - તમારા સંઘર્ષો જણાવવા અને એકબીજા માટે પ્રાર્થના કરવી

તમારા જૂથની દરેક વ્યક્તિને તેઓ જેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે તે ટૂંકમાં જણાવો. તેઓ જે જણાવે છે તેના વિશે બીજા કોઈ તેમના માટે પ્રાર્થના કરે.

પગલું ૩ - જૂથમાં ધ્યાન કેન્દ્રિત કરવું

સમય કાઢો અને યાદ કરો કે તમે શા માટે અહી ભેગા થયા છો- ઈશ્વરને પ્રેમ કરવા, બીજાઓને પ્રેમ કરવા, ઈસુ વિષે જણાવવા અને બીજાઓને પણ તેને જણાવવા મદદ કરો.

પગલું 4 - ભાગ લો

દરેક વ્યક્તિને નીચેના પ્રશ્નોના જવાબ આપવા કહોઃ

  • તમે અત્યાર સુધી જે શીખ્યા છો તેનું પાલન કેવી રીતે કર્યું છે?
  • તમે જે શીખ્યા છો તેમાં તમે કોને તાલીમ આપી છે?
  • તમે એક જૂથ તરીકે સાથે રહ્યા ત્યારથી તમે કોની સાથે તમારી સાક્ષી કે ઈશ્વરની વાત જણાવી છે?)

ઈશ્વર તરફ જોઈએ

પગલું ૧ - આગેવાની કરવા માટે ઈશ્વરના પવિત્ર આત્માને આમંત્રિત કરો

પ્રાર્થના કરવા માટે થોડો સમય કાઢો. ઈશ્વર સાથે સરળ અને સંક્ષિપ્તમાં વાત કરો. તમે જે ફકરાને વાંચવા જઈ રહ્યા છો તેમાંથી તમને શીખવવા માટે તેમના પવિત્ર આત્માને કહો.

પગલું ૨ - ઈશ્વરના વચનો વાંચો અને પ્રશ્નો પૂછો

જૂથમાંથી કોઈને બાઇબલમાંથી વચન વાંચવા દો. જ્યારે તમે વાંચવાનું પૂરું કરી લો, ત્યારે જૂથે નીચેના બે પ્રશ્નોના જવાબ આપવા જોઈએ:

  • તમને આ ફકરામાં શું ગમ્યું?
  • તમને કઈ બાબત પડકારજનક કે સમજવામાં અઘરી લાગી?

એ જ ફકરાને બીજી વાર વાંચો અને પછી જૂથ પાસે આ બે પ્રશ્નોના જવાબ આપો:

  • આ ફકરામાંથી આપણે લોકો વિશે શું શીખી શકીએ?
  • આ ફકરામાંથી આપણે ઈશ્વર વિષે શું શીખી શકીએ?

યાદ રાખો કે ફકરાને વળગી રહો અને તેને સરળ રાખો!

આગળ જોઈએ

પગલું ૧ - ઈશ્વરના હેતુ માટે પ્રાર્થના કરવી

તમારા જૂથમાંની દરેક વ્યક્તિને શાંતિથી પ્રાર્થના કરવા કહો અને ઈશ્વરને આવા પ્રશ્નો પૂછો:

  • હે ઈશ્વર, તમે મને જે કંઈ શીખવી રહ્યા છો તેનું પાલન કરીને હું કેવી રીતે તેનો અમલ કરી શકું?
  • આ ફકરામાંથી હું કોને તાલીમ આપી શકું, જેથી તેઓ તમને વધારે પ્રેમ કરવાનું અને તમને આધીન થતાં શીખી શકે?
  • મારી સાક્ષી કે ઈસુ વિષેની તમારી સુવાર્તા કોની સાથે વહેંચવા તમે મને કહેશો?

ઈશ્વરના પવિત્ર આત્માને પૂછો કે તે તમને યોગ્ય ઉત્તરો, યોગ્ય નામો અને યોગ્ય પગલાં આપે, જે તમે અત્યારે અને તમારું જૂથ ફરીથી મળે તે વચ્ચેના સમયમાં લઈ શકો.

પગલું ૨ - ખાત્રીઓ એકઠી કરવી

તમારા જૂથની દરેક વ્યક્તિને કહો કે તેઓએ દરેક પ્રશ્ન માટે પ્રભુ પાસેથી જે સાંભળ્યું છે તે જણાવે. કોઈકે પ્રભુ પાસેથી એક, બે કે ત્રણેય પ્રશ્નો પર કશું જ સાંભળ્યું નહીં હોય. તેઓ માત્ર એટલું જ જણાવશે કે તેઓએ સાંભળ્યું નથી.

પણ યાદ રાખો, જુથે પ્રભુ પાસેથી સાંભળવું જોઈએ. ઈસુએ કહ્યું- "મારાં ઘેટાં મારી વાણી સાંભળે છે." અને તમારાં આજ્ઞાપાલનનાં પગલાં જેટલાં ચોક્કસ હશે, તેટલાં જ આપણે ફરી મળીશું તે પહેલાં તેમનું પાલન કરવાનું સરળ બનશે.

પગલું ૩ - તમારા આયોજનની પ્રેક્ટિસ કરવી

તમે સાથે મળીને તમારો સમય પૂરો કરો તે પહેલાં, તમારા 3/3જૂથને બે કે ત્રણના નાના જૂથોમાં વિભાજિત કરો અને તમે જે સાંભળ્યું છે અને પ્રભુ તમને જે કરવાનું કહે છે તેની પ્રેક્ટિસ કરો.

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળવા મળેલ સાધન:

  • આગેવાનીના એકમો
  • 3/3/ જૂથની સભાનો નમૂનો

NEXT STEP

આધીન

તમારી ૧૦૦ ની યાદીમાંથી કેટલાક લોકોને પસંદ કરો જેઓ પહેલાથી જ આસ્તિક છે. તેમને આગેવાની આપવા સમજાવો અને જુઓ કે તેમને કોઈનો ભાગ બનવામાં રસ છે કે નહીં.

જણાવવું

પ્રાર્થના કરો અને ઈશ્વરને પૂછો કે તમારું જૂથ ફરીથી મળે તે પહેલાં તે કોની સાથે આગેવાની આપી શેર કરવા માંગે છે. તેમને પડકાર આપો કે હવે પછી બીજાની સાથે શેર કરે.

સત્ર ૬

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 1355

પ્રાર્થના

(5 min)

પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો કે તેમની રીતો એ આપણી રીતો નથી અને તેમના વિચારો આપણા વિચારો નથી. તેમને કહો કે તમારા જૂથના દરેક સભ્યને ખ્રિસ્તનું મન આપે - હંમેશાં ઈશ્વરના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. પવિત્ર આત્માની સાથે મળીને તમારો સમય પસાર કરવા અને તેને હજી સુધીનું શ્રેષ્ઠ સત્ર બનાવવા માટે કહો.

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલો સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
  • ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે
  • હંમેશા બે મંડળીના સહભાગી
  • પ્રશિક્ષણની તપાસયાદી
  • ચાર પ્રકારની જમીનનું સાધન
  • પેઢીગત નક્શાનું આલેખન

READ

(5 min)

બિન-અનુક્રમિક વૃદ્ધિ

આ સત્રમાં, આપણે શીખીશું કે રાજ્યની વૃદ્ધિને વેગ આપવાની રીત તરીકે, રેખીય સ્વરૂપ માં વિચારવાની ટેવ કેવી રીતે તોડવી. તેવા શિષ્યો જે વધુ ઝડપથી શિષ્યો બનાવે છે તેને બનાવવા માટે, આપણે ધ્યાનમાં રાખવું પડશે કે બહુવિધ વસ્તુઓ એક જ સમયે થઈ શકે છે અને એવો કોઈ ચોક્કસ ક્રમ નથી જેમાં તે થઇ શકે છે.

આપણે બિન ક્રમિક વૃધ્ધિ ની શક્તિ વિશે જાણવું પડશે. જ્યારે લોકો શિષ્યોના ગુણાકાર વિશે વિચારે છે, ત્યારે તેઓ હંમેશાં એકપછી એક પગલુંની પ્રક્રિયા તરીકે વિચારે છે.

પ્રથમ પ્રાર્થના. પછી તૈયારી. પછી દેવના સારા સમાચાર ની વહેંચણી કરવી. પછી શિષ્ય બનાવવું. પછી ચર્ચોનું નિર્માણ. પછી વિકાસશીલ આગેવાનો. પછી ઉત્પાદન.

જ્યારે આપણે આ રીતે શીખીશું, ત્યારે રાજ્યની વૃદ્ધિ માટે , રેખીય અને અનુક્રમિક પ્રક્રિયા અનુસરવાની સરળ લાગે છે. સમસ્યા એ નથી કે તે હંમેશા કેવી રીતે કાર્ય કરે છે. એક મોટી સમસ્યા એ છે કે તે હંમેશાં શ્રેષ્ઠ રીતે કાર્ય કેમ નથીકરતું.

આ રેખા વ્યક્તિના જીવનને રજૂ કરે છે. અહીં જન્મ થાય છે. અહીંયા જ તેઓ પહેલી વારદેવ ના સારા સમાચાર સાંભળે છે.

અહીં જ તેઓ ઈસુને અનુસરવાનું પસંદ કરે છે. અહીં જ તેઓ પ્રથમ તેમની વાર્તા અને દેવ ની વાર્તા વહેંચે છે અને તેઓ ગુણાકાર કરવાનું શરૂ કરે છે. અને અહીં આ જીવનનો અંત આવે છે.

[image_pace1]

તેથી અહીંથી અહીં - ઈસુ વિશે પ્રથમ સુનાવણીથી ઈસુ વિશે પ્રથમ વહેંચણી કરવાનું છે જેને આપણે આધ્યાત્મિક પેઢી તરીકે ધ્યાનમાં લઈ શકીએ.

ગુણાકાર કરતા પહેલાનો આ સમય. દેવ નો પરિવાર વધતાં પહેલાંનો આ સમય. આ રીતે શિષ્યવૃત્તિ સામાન્ય રીતે શીખવવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે ઉત્તમ આશીર્વાદ જેવી રીતનો ઉપયોગ કરીએ છીએ - ત્યારે શું થાય છે તે જુઓ.

[image_pace2]

હવે એક નવો શિષ્ય તરત જ ગુણાકાર કરવાનું શરૂ કરે છે. આધ્યાત્મિક પેઢી ટૂંકીથઈ જાય છે. કોઈ દેવ ની ખુશખબર જલ્દીથી સાંભળે છે. દેવ નું કુટુંબ વધુ ઝડપથી વિકસે છે. વધુ લોકો મરણોત્તર જીવન માટે સાચવવામાં આવે છે.

અને તે બધા જ - ફક્ત જ્યારે તેઓ ગુણાકાર કરતા હોય ત્યારે ખસી જઈ ને . પરંતુ જો આપણે ચાલુ રાખીએ તો? જો કોઈ પહેલાથી જ ગુણાકાર કરવાનું શરૂ કરે તો? જો તેઓ પ્રથમ માનવા પછીકરવા કરતાં, તેઓ પ્રથમ સાંભળે ત્યાર પછી જ વહેંચવાનું શરૂ કરે તો શું?

[image_pace3]

કેટલાક લોકો ઈસુને "હા" કહે તે પહેલાં, તેઓ જૂથ ભેગા કરવા અને ઈશ્વરના શબ્દમાંથી જે શીખે છે તે મિત્રો અને કુટુંબીઓ સાથે વહેંચવા માટેતૈયાર હોય છે. જો આપણે તે લોકોને કેવી રીતે જૂથ એકત્રિત કરવા અને જે તેઓ શીખે તે વહેંચવાનું અને બીજાઓને તેમ કેવી રીતે કરવું તે બતાવીએ, તો દેવ નું કુટુંબ વધુ ઝડપથી વિકસે છે.

હવે શિષ્યવૃત્તિ એ ઈસુનો માર્ગ છે. નહીં કે આપણે મુક્તિ પછી જે વ્હેંચીએ તે છે. આ એક માર્ગ છેજેનાથી કુટુંબ અથવા મિત્રો અથવા તો કોઈ ગામ ઈસુને અનુસરવા આવી શકે છે. પરંતુ જો કોઈ વહેલું ગુણાકાર કરી શકે તો?શું જો કોઈ દેવ ના પુત્રને મળતા પહેલા દેવ ની રીત વહેંચી શકેતો?

[image_pace4]

કેટલીકવાર જૂથ દેવ ના સારા સમાચારને તરત સાંભળવા માટે અસમર્થ અથવા તૈયાર ન હોઈ શકે. પરંતુ આ જૂથ સમુદાય વિકાસ અથવા નેતૃત્વ તાલીમ જેવા પ્રયત્નો દ્વારા - દેવ ના દાખલાઓ હજી પણ શીખી શકે છે. આ જૂથ દેવ ના દાખલાઓને ગુણાકારવાનું શરૂ કરી શકે છે - શીખીને - પાલન કરીને - વહેંચીને - અને બીજાઓને પણ તેમ જ કરવાનું શીખવે છે, તેઓ પ્રથમ ઈસુ વિશે સાંભળે તે પહેલાં જ.

જ્યારે આવું થાય છે, ત્યારે દેવ ની રીતો ઇચ્છિત હૃદયમાં રોકાય છે. તેમના દાખલાઓ સમુદાય અને વ્યક્તિગત જીવનમાં વણાય છે. પછી જ્યારે દેવ પોતાનો રસ્તો તૈયાર કરે છે-દેવના સારા સમાચાર તેઓને હમેશાં મળી રહેલા સત્યને જાહેર કરે છે. આ રીતે એક સંસ્થા, સમુદાય અથવા તો કોઈ પણ દેશ ઈસુને અનુસરવા આવી શકે છે.

બિન-અનુક્રમિક વૃદ્ધિ માટે હજી પણ "આવશ્યક શું છે?" વિચારવું. કોઈ પણ પ્રક્રિયા હોય - સૌથી મોટો પ્રશ્ન હંમેશાં સમાન હોય છે - સારી માટી કોણ છે જે વફાદાર રહેશે? દેવ ની રીતો કોણ શીખશે અને અભ્યાસ કરશેઅને વ્હેંચશે?

આવી સારી માટીને ઉજાગર કરવી - આવા સારા હૃદયની શોધ કરવી - આપણા બધા સમય અને શક્તિ અને પ્રયત્નો માટે યોગ્ય છે. આ તેજ છે જેના માટે આપણે આપણા હૃદયને રેડીએ છીએ. આ જ તે છે જેના માટે આપણે આપણું જીવન રેડીએ છીએ. આ જ તે છે જે દેવ નું રાજ્ય શ્રેષ્ઠ રીતે વિકસાવે છે.

ચર્ચા કરો

(10 min)

  1. આ વિડિઓમાં તમે સાંભળેલો સૌથી રોમાંચક વિચાર કયો છે? કેમ?
  2. સૌથી પડકારજનક વિચાર કયો છે? કેમ?

READ

(5 min)

વચ્ચે

આ સત્રમાં આપણે શીખીશું કે ગુણાકાર કેમ જરૂરી છે અને શા માટે ઝડપથી ગુણાકાર વધુ જરૂરી છે. આ સત્ર ગતિવિશે છે. ગતિ એ સમયદર્શાવે છે - વસ્તુઓ કેટલી ઝડપથી અથવા ધીમેથી થાય છે. ગતિમહત્વની છે કારણ કે જ્યાં આપણે બધા આપણું મરણોત્તર જીવન વીતાવીએ છીએ - એક અસ્તિત્વ જે સમયને પણ માત આપે છે - તે ટૂંકા સમયમાં નક્કી થાય છે જેને આપણે "જીવન" કહીએ છીએ.

દેવના શબ્દ જણાવે છે કે દેવ આપણી સાથે ધૈર્ય રાખે છે - તેઓ કોઈનો નાશ થાય તેવું ઇચ્છતા નથી, પરંતુ ઈચ્છે છે દરેક જણ તેમના તરફ વળે છે અને તેમનું પાલન કરે છે. દેવ આપણને વધારે સમય આપે છે કારણ કે તેઓ જાણે છે કે જે બધા કામ કરવા માટેઆપણને બોલાવેલા અનેજ્યાં સુધી આપણને પહોંચવા નું કહેલું ત્યાં પોહોંચવા માટે આપણી પાસે ટૂંકો સમય છે.

ઈસુને વધુ નજીકથી અનુસરવા, આપણે તેમના લોકોનો વધુ ઝડપથી પીછો કરવો પડશે.આપણે ફક્તઆપના સમયપ્રમાણે ના કરી શકીએ. આપણે આપણી ગતિ વધારવી પડશે.

વૈશ્વિક મંડળી - ઈસુના બધા અનુયાયીઓ, એક સાથે - પહેલાં કરતાઘણાં મોટા છે. વૈશ્વિક મંડળી - ઈસુના બધા અનુયાયીઓ, એક સાથે - એ પહેલાંની સરખામણીએ વિશ્વની વસ્તીનો મોટો ભાગ છે. પરંતુ તે મોટી સંખ્યામાં પણ - વૈશ્વિક મંડળી વૈશ્વિક વસ્તી કરતા ઝડપથી વિકસી નથીરહી.

તેનો અર્થ એ કે જ્યારે આપણામાંના ઘણા વધુ લોકો પહેલા કરતાં ઈસુને અનુસરે છે, પણ ત્યાં એવા ઘણા લોકો પણ છે જેઓ ઈસુને અનુસરતા નથી અને તેમનું મરણોત્તર જીવન તેમના થી દૂર વિતાવશે, જે પહેલાં કરતા ઘણાય વધારે હશે.

ગુણાકાર કરનારા શિષ્યો બનાવવા અગત્ય નું છે . ફક્ત એક શિષ્યથી પ્રારંભ કરો. જો તેઓ ગુણાકાર કરે છે અને દર ૧૮ મહિનામાં એકવાર એક નવો શિષ્ય બનાવે છે - એક આખું અને બીજું અડધું વર્ષ - અને તે શિષ્યો તે જ કર્યા કરશે તો - ૧૦ વર્ષમાં,ઈસુના ૬૪ નવા અનુયાયીઓ હશે. ૬૪ લોકો તેમનો સમય કાયમ માટે પ્રેમાળ દેવ સાથે વિતાવશે.

પરંતુ જો તેઓ થોડી ઝડપથી આગળ વધે તો?જો તેઓ તેમની ગતિ વધારે તો?

હવે જો તેઓ હવે ૪ મહિનામાં વધારે - વર્ષનો ચોથો ભાગ - ૧૮ મહિનાને બદલે, અને તે શિષ્ય પણ તેમ જ કરે - તો ૧૦ વર્ષમાં, ઈસુના અબજ નવા અનુયાયીઓ હશે. તે વિશે વિચારો. ૧૦૦ કરતાં પણ ઓછા ના બદલે, ૧,૦૦૦,૦૦૦,૦૦૦ થી વધુ.

આ બધું જ ગતિ વધારીને.

૧૮ મહિનાથી ૪ મહિના ઝડપથી જવાનો અર્થ એ કે આપણે સાડા ચાર ગણા ઝડપથી આગળ વધી રહ્યા છીએ. પરંતુ તે આવેગ ૧૦ વર્ષ દરમિયાન દરેક શિષ્યને લાગુ પડે છે મતલબ દેવનું કુટુંબ ૧૫ મિલિયન વખત ઝડપથી વિકસી રહ્યું છે. સો કરતા પણ ઓછા. એક અબજથી વધુ.

ગતિનું મહત્વ.

આપણી વાર્તા અને દેવની વાર્તા વ્હેંચવાથી અને કોઈને ઈસુને અનુસરવા દોરી જવાથી દેવનું કુટુંબ વધે છે. નવા અનુયાયી સાથે આ વાત વહેંચવું કે તેઓ પણ આમ જ કઈ રીતેકરી શકે છે, તેનાથીદેવનું કુટુંબ અગ્નિની જેમ વધે છે. ઝડપથી. જાણે ખમીર નાખ્યું હોય કણક માં.

ઝૂમે ની જેમ.

બધુજ ગતિના કારણે.

ચર્ચા કરો

(10 min)

  1. ઝડપ શા માટે મહત્ત્વની છે?
  2. ઝડપ માટે ઈશ્વરની અગ્રતા સાથે વધુ સારી રીતે સુસંગત થવા માટે તમારે તમારા વિચારોમાં, તમારાં કાર્યોમાં અથવા તમારા વલણમાં શું પરિવર્તન લાવવાની જરૂર છે?
  3. આ અઠવાડિયાની શરૂઆતમાં તમે કઈ એક બાબત કરી શકો છો જે ફરક પાડશે?

READ

(5 min)

હંમેશા ચર્ચનો બીજો ભાગ

આ સત્રમાં, આપણે શીખીશું કે કેવી રીતે ઈસુના અનુયાયીઓ વિકાસને વેગ આપવા અને વિશ્વાસુ આધ્યાત્મિક કુટુંબને વિશ્વાસીઓના વધતા જતા શહેર-વ્યાપક ભાગમાં ફેરવવામાં મદદ કરવા માટે બે મંડળીઓનો ભાગ બની શકે છે. દેવના શબ્દમાં - આપણે શીખીએ છીએ કે તેની સંપૂર્ણ યોજના આપણા માટે આધ્યાત્મિક કુટુંબ તરીકે જીવવા માટે છે. બાઇબલ આ કુટુંબ વિશે મંડળી તરીકે ત્રણ સ્વરૂપોમાં વાત કરે છે:

  • સાર્વત્રિક મંડળી - તે બધા જેઓ માનતા હતા,માને છે અને માનતા હશે તેવા વિશ્વાસુઓનું એકત્રીતથવું.
  • પ્રાદેશિક અથવા શહેરનીમંડળી - શહેરમાં અથવા કોઈ ભાગના બધા આસ્થાવાનોનું એકત્રીકરણ.
  • સરળ મંડળી - આસ્થાવાનોનું એકત્રીકરણ જે મકાન અથવા મકાન જેવા નાના જૂથમાં મળે છે.

આ સૌથી નાનું જૂથ - મૂળભૂત મંડળી - એક આધ્યાત્મિક કુટુંબ છે જે જીવનને એક સાથે જીવે છે અને તે શ્રેષ્ઠ કાર્ય કરે છે જ્યારે તે કુટુંબ એક સમયે મહિનાઓ અથવા વર્ષો સુધી મળીને કામ કરી શકે છે. તે જ સમયે, ઈસુએ તેમના અનુયાયીઓને સૂચના આપી કે તેઓ સતત નવા આધ્યાત્મિક પરિવારો શરૂ કરવા જોઈએ, તેઓને ઈસુ જેવા વધુ બનાવવા જોઈએ, અને નવા આધ્યાત્મિક પરિવારોને કેવી રીતે શરૂ કરવું તે શીખવામાં મદદ કરવી જોઈએ.

ઈસુએ આપણે ને કહ્યું - બધા દેશોના શિષ્યો બનાવો, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો, તેઓને,મેં જે આદેશ આપ્યો છે તે બધાનું પાલન કરવાનું શીખવો. તો આ બંને વસ્તુઓ કેવી રીતે એક સાથે આવે છે - આપણે એક મંડળી નો ભાગ બનીને કેવી રીતે નવી મંડળીબનાવવાની પ્રક્રિયાશરૂ કરી શકીએ-અને તે પણ એક જ સમયે?

મૂળભૂત મંડળી ની કલ્પના કરો - ફક્ત ચાર પરિવારો. પ્રતીકોની દરેક જોડી એક અલગ દંપતીનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ તેમના ઘરનું નેતૃત્વ કરે છે. બધા યુગલો એક મંડળી નો એક ભાગ છે - આ તેમનો ચાલુ આધ્યાત્મિક કુટુંબ છે.

આજ જે જે તેઓ જીવન જીવવા કરે છે - ભાઈઓ અને બહેનો જે તેમને પ્રેમ અને સારા કાર્યોમાં પ્રોત્સાહિત કરે છે. પરંતુ આ સમાન યુગલો પણ એક નવું આધ્યાત્મિક કુટુંબ શરૂ કરવા માટેના દરેક કાર્યરત છે. તેઓ તેમના પોતાના નાના જૂથ કુટુંબ સાથે કરે છે તે જ રીતે ભાગ લેતા નથી, પરંતુ નવું આધ્યાત્મિક કુટુંબ પ્રારંભ થતાં અને વધતા જતા તેઓ નમૂનો અને સહાયમાં મદદ કરી રહ્યાં છે.

આની કલ્પના કરો -આ જ મંડળી , જે એક જ સમયે ચાર નવા મંડળી શરૂ કરશે. દેવ તેમના કુટુંબને આ રીતે ઝડપથી વિકસાવી શકે છે. આ રીતે મંડળી તેની ગતિ વધારી શકે છે.

પહેલાના સત્રમાં, આપણે તાલીમ ચક્ર વિશે શીખ્યા - નમૂનો, સહાયક,જુઓ અને છોડો અને આપણે જાણીએ છીએ કે આ પ્રથમ બે તબક્કાઓ - નમૂનોઅને સહાયક ઝડપથી પસાર થવાના છે - નવા અનુયાયીઓને જોશ વધારવા અને તેમની શ્રદ્ધામાં વૃદ્ધિ કરવા.

તો પછી મૂળ મંડળી અને તેઓએ શરૂ કરેલી ચાર મંડળી સાથે શું થાય છે? તેમને નમૂનો અને સહાય દ્વારા પ્રારંભ કરવામાં સહાય કર્યા પછી, આ યુગલો (મૂળ મંડળી) એ પહેલાથી જ આ નવી મંડળીઓને (૧પેઢી) નમૂનો અને સહાયતા થી શરૂ કરવામાં મદદ કરી છે, (૨પેઢી માટે). આ ચાર નવી મંડળી માટે (૧ પેઢી), આપણાં યુગલો (મૂળભૂતમંડળી) હવે જોવાનાના તબક્કામાં છે -તેઓ આ નવા ચર્ચોની પ્રગતિ પર નજર રાખે છે (૧ પેઢી) અને નવી મંડળી ઓને નમૂનો અને સહાયતા આપીને શીખવે છે (૨ પેઢી) જેથી તેઓ પોતે પ્રારંભ કરી શકે.

મોટા ભાગના લોકો એક સમયે એક કરતા વધુ આધ્યાત્મિક કુટુંબ માટે નમૂનો અને સહાયક બની શકશે નહીં. પરંતુ તેઓ ઘણી બધીમંડળી ની દેખરેખ રાખી શકે છે અને કોચ કરી શકે છે અને તેઓને વિકાસ થયા પછી તેમની દેખરેખ કરનારા માર્ગદર્શકો સાથે તેમને જોડાવા માટે મદદ કરી શકે છે.

તેનો અર્થ એ કે એક જ આધ્યાત્મિક કુટુંબ - એક નાના જૂથનીમંડળી - તે જ સમયે અન્ય ઘણા નાના જૂથની મંડળીઓ શરૂ કરવા માટેનો એક ભાગ હોઈ શકે છે. આ ઘણું ફળદાયી છે. તેથી, આ તમામ મંડળીઓ જેમનો વિકાસ થાય છે અને નવી મંડળી શરૂકરે છે જે નવીમંડળી શરૂકરે છેઅને તેઓ પણ નવી મંડળી શરૂ કરે છેતેઓનું શું થાય છે? તેઓ કેવી રીતે જોડાયેલા રહે છે? તેઓ કેવી રીતે વિસ્તૃત આધ્યાત્મિક કુટુંબ તરીકે જીવન જીવે છે?

જવાબ એ છે કે આ બધી સરળ મંડળીઓ વિકસતા શરીરના કોષોની જેમ જ છે અને તેઓ એક સાથે જોડાય છે અને શહેર અથવા પ્રાદેશિક મંડળી માં માળખું બનાવે છે. મંડળીઓ સંબંધિત છે. તેમનો સમાન આધ્યાત્મિક DNA (ડીએનએ)હોય છે. તે બધા જ પ્રથમ ગુણાકારકરાયેલા પરિવારથી જોડાયેલા છે.

અને હવે - કેટલાક માર્ગદર્શન સાથે - તેઓ વધુસંખ્યા માં વધુ કામ કરવા માટે સાથે આવે છે.

ચર્ચા કરો

(10 min)

  1. કુટુંબ સતત વિકસતું રહેવાને બદલે અને તેને વિકસવા માટે વિભાજિત કરવાને બદલે, જે નવા કુટુંબો ઉમેરાય અને અનેકગણો વધારો કરે તેને જન્મ આપે તેવા સાતત્યપૂર્ણ આધ્યાત્મિક કુટુંબને ટકાવી રાખવાના કેટલાક ફાયદાઓ શું છે?

READ

(5 min)

પ્રશિક્ષણની યાદી

ઈસુએ કહ્યું - "આપણાં મિત્રો માટે આપણું જીવન આપવું - આના કરતાં વધારે મોટો પ્રેમ કોઈ નથી." ઈસુએ આપણને કહ્યું અને બતાવ્યું કે જ્યારે દેવ ની ઇચ્છા માટે આપણી ઇચ્છાઓને છોડી દેવા માટેતૈયાર હોઈએ ત્યારે દેવ નું કુટુંબ ઉત્તમ રીતે વધે છે.

કોચિંગ ચેકલિસ્ટ સરળ સાધન છે જેનો ઉપયોગ તમે કરી શકો છો જ્યારે તમે ઝૂમે તાલીમના વિવિધ ભાગો જેવા કે તાલીમ ચક્ર અથવા તેમની ૧૦૦ ની સૂચિ દ્વારા અન્યને સહાય કરો છો.

તમે અન્યમાં કઈ કુશળતા વિકસિત થતી જોઈ રહ્યા છો? કયા ક્ષેત્રોને હજી વિકસિત કરવાની જરૂર છે?

કોચિંગ ચેકલિસ્ટ રાખવાથી તમનેદેવ ના કુટુંબના ઈસુના અનુયાયીઓનેઆગેવાન તરીકે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વ્યસ્ત રહેવામાં મદદ મળશે.

હા, તે સમય અને પ્રયત્ન માંગે છે. હા, તેનો અર્થ છે દેવ ની યોજના માટે બલિદાન અને આપણી પસંદગીઓને છોડી દેવી. અને હા, તે બધા કરતાં પણ,આ મૂલ્યવાન છે.

કોચિંગ ચેકલિસ્ટ એ તમને જીવનની સૌથી મોટી રમત - દેવ નું કાર્યકરવામાં સહાય માટે ઝૂમે સાધનો માનું એક સરળ સાધન છે.

પ્રવૃત્તિ

(20 min)

Coaching Checklist

ક્યૂઆર કોડને સ્કેન કરો અથવા કાગળનો ટુકડો શોધો.

લાઇન 1નો ઉપયોગ કરીને તમારી જાતનું સ્વ-મૂલ્યાંકન કરો અને પ્રશિક્ષણની યાદી પર સંબંધિત કોલમને ટીક કરો.

ચર્ચા કરો

(10 min)

  1. તમને લાગે છે કે તમે કયા સાધનો અને ખ્યાલનો સારી રીતે તાલીમ લઈ શકશો?
  2. તમને લાગે છે કે તમે સારી રીતે તાલીમ આપવા માટે કયા સાધનો અને ખ્યાલોનો સંઘર્ષ કરશો?
  3. શું ત્યાં કોઈ સાધનો અથવા ખ્યાલો છે કે, જેને તમે યાદીમાંથી સરવાળો અથવા બાદબાકી કરશો? કેમ?

પ્રવૃત્તિ

(5 min)

Get a Coach

યાદ રાખો - તમારા પ્રસક્ષણના પરિણામોને તાલીમમાં ભાગીદાર અથવા અન્ય મદદનીશ સાથે શેર કરવાનું સુનિશ્ચિત કરો.

જો તમારી પાસે પ્રશિક્ષક અથવા શીખવાડનાર ન હોય, તો ક્યુઆર કોડને સ્કેન કરો અને હમણાં જ વિનંતી કરો.

ચાર ક્ષેત્રો અને સર્વે એ વધતા જતા ચળવળના પ્રયત્નોની સેવા આપવા માટે રચાયેલ સાધનો છે.

યાદ કરાવો: આ ટૂલ્સને તમારા સ્થાનિક વિસ્તારમાં લાગુ કરવામાં તમારી મદદ માટે ઝુમ પ્રશિક્ષક ઉપલબ્ધ છે.

ચાર ક્ષેત્ર

ઈસુએ ઘણી વાર શિષ્યોને સેવાથી દૂર શાંત જગ્યાએ લઈ જઈને તપાસ કરી કે કાર્ય કેવું ચાલી રહ્યું છે.

નેતૃત્વ સત્ર દ્વારા વર્તમાન પ્રયત્નો અને તેમની આસપાસની રાજ્યની પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરવા માટે ચાર ક્ષેત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખાસ કરીને આગેવાનના પ્રયત્નોને સંતુલિત કરવામાં મદદ કરે છે, જેથી કોઈ પણ ક્ષેત્રની અવગણના ન થાય.

આગળની બે સ્લાઇડ્સ જુઓ:કાર્યક્ષેત્રના વર્ણનો અને ચાર ક્ષેત્રોનું ઉદાહરણ

કાર્યક્ષેત્ર વર્ણનો

ચર્ચા કરો

(10 min)

  1. તમારી આસપાસના એક ખાલી કાર્યક્ષેત્રને ઓળખો. કયા સમુદાયો અથવા લોકોનાં જૂથો કે જેમની સાથે તમે જોડાયેલા છો તેમની પાસે સુવાર્તાની કોઈ પ્રવૃત્તિ નથી?
  2. જો કોઈ એક કાર્યક્ષેત્રની અવગણના કરવામાં આવે તો લાંબા ગાળાના વિકાસને કેવી અસર થાય છે? ઉદાહરણ આપો.
  3. કયા ઝુમ માધ્યમ કયા ક્ષેત્રમાં મદદ કરી શકે છે?

પેઢીઓ નું સર્વે

પેઢીનું સર્વે (એટલે કે પેઢી નું સર્વે ) એ અન્ય એક સરળ સાધન છે જે ચળવળના નેતાઓને તેમની આસપાસના કાર્યક્ષેત્રને સમજવામાં મદદ કરે છે.

પેઢીના વૃક્ષનો નકશો કાગળના ટુકડા અથવા કાગળના મોટા ટુકડાઓ પર દોરી શકાય છે. આ નકશો એ બતાવવામાં મદદ કરે છે કે ગુણાત્મકમાં ક્યાં ઉભા છે અને તાલીમની જરૂર પડી શકે છે. ચળવળની કાર્યક્ષમતા એ આગેવાન માટે મોટી ચિંતા છે અને કાર્યક્ષમતા માપવાની ફળદાયકતા એ એક મુખ્ય માર્ગ છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ઉદાહરણ.

ચર્ચા કરો

(10 min)

નીચેની ચર્ચા કરવા માટે પેઢીના સર્વેના ઉદાહરણનો ઉપયોગ કરો:

  1. કયા નેતાઓ ગુણાત્મક જોઈ રહ્યા છે?
  2. હવે પછી તમે કયા જૂથોનો ગુણાત્મક કરવાની અપેક્ષા રાખશો?
  3. કયા આગેવાનો અન્ય આગેવાનોને મદદ કરી શકે અને તેમને મજબૂત બનાવી શકે?
  4. શું તમે કોઈ પણ પેઢીમાં નબળી જવાબદારીની પધ્ધતિ જુઓ છો?

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ વિભાગો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
  • ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે
  • હંમેશા બે મંડળીના સહભાગી
  • પ્રશિક્ષણની તપાસયાદી
  • ચાર પ્રકારની જમીનનું સાધન
  • પેઢીગત નક્શાનું આલેખન

NEXT STEP

આધીન

મિત્ર સાથે "નિકટતા" નો સબંધ અને શેર કરવાની પ્રેક્ટિસ કરો અને ઈશ્વરને તમારા હૃદય અને આત્માની અંદર ઊંડાણથી પ્રવેશ કરવા માટે પ્રાર્થના કરો. ઈશ્વરને પૂછો કે તે તમારી સાક્ષી તેઓ કોની સાથે વહેંચશે.

જણાવવું

જો તમે તમારું પોતાનું નાનું ચર્ચ શરૂ કરી દીધું હોય, તો તેમાંના લોકો સાથે "હંમેશાં બે ચર્ચનો ભાગ" નો ખ્યાલ જણાવો. જો નહીં, તો તમે જાણો છો તેવા બીજા વિશ્વાસમાં નથી તેની સાથે તેને શેર કરો.

સત્ર ૧૦

ચેક-ઈન

(1 min)

તમામ સહભાગીઓ અને સહાયક ચેક-ઇન કરો.

Or six.zume.training/checkin and use code: 5430

પ્રાર્થના

(5 min)

પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો કે તે આપણામાં પોતાનું સારું કાર્ય પૂર્ણ કરવા માટે વફાદાર છે.

ઈશ્વરને કહો કે તે તમારા જૂથને સ્પષ્ટ વ્યક્તિ આપે અને તે તમારી અંદર અને તમારા દ્વારા જે મહાન બાબતો કરવા માંગે છે તેને ખુલ્લા હૃદય આપે.

પવિત્ર આત્માને કહો કે તે તમારો સમય સાથે વિતાવે અને તેની વફાદારી માટે પણ તેનો આભાર માને. એમણે તને પાસ કરી નાખ્યો!

પાછળ જુઓ

(5 min)

શરૂઆત કરતા પહેલા, પાછળ જોવા માટે થોડો સમય કાઢો.

છેલ્લા સત્રને અંતે, તમારા જૂથના દરેકને તમે જે શીખ્યા તેની પ્રેક્ટિસ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.

આ અઠવાડિયે તમારા જૂથે કેવું પ્રદર્શન કર્યું તે જોવા માટે થોડો સમય લો.

પ્રોત્સાહિત થાઓ...

તમને કદાચ ખબર નહીં હોય, પણ હવે તમને નાનું ચર્ચ શરૂ કરવાની અને દુનિયાભરના ઘણા પાળકો અને મિશનરીઓ કરતાં અનેકગણા વધારે શિષ્યો બનાવવાની વધારે વ્યવહારુ તાલીમ મળી છે!

છતાં ઝુમ ટ્રેનિંગ એ તો માત્ર શરૂઆત છે! આ સત્રમાં અમે તાલીમ પછી શું થાય છે તે માટેની યોજના બનાવીશું અને તમે જે શીખ્યા છો તેનો અમલ કરતી વખતે તમારા કાર્ય ક્ષેત્રમાં પાછળથી તમારે શેની જરૂરી હશે તેવા માધ્યમનો ટૂંકમાં પરિચય કરાવીશું.

ઝાંખી

(1 min)

આ સત્રમાં, આપણે આ ખ્યાલને સાંભળીશું અને તેની ચર્ચા કરીશું:

અને અમે આ સાધનોને અમારી ટૂલકિટમાં ઉમેરીશું:

  • માળખામાં આગેવાની
  • મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો
  • ત્રણ મહિનાની યોજના

READ

(5 min)

માળખામાં નેતાગીરી

આ સત્રમાં, આપણે શીખીશું કે નેટવર્કમાં નેતૃત્વ કેવી રીતે નાની મંડળીઓના વધતા જૂથને સાથે મળીને કામ કરવા, નવા આગેવાનો ને વિકસાવવા અને દેવ દ્વારા તેમના લોકો માટે જે સારી વસ્તુઓની યોજના બનાવી છે તેને વધુ સિદ્ધ કરવાનું શક્ય બનાવે છે.

તો શું થાય છે જ્યારે મંડળીઓ નો વિકાસ થાય છે અને જે નવી મંડળી શરૂકરે છે જે નવી મંડળી શરૂ કરે છે જે નવી મંડળી શરૂ કરે છે ત્યારે તેનું શું થાય છે? તેઓ કેવી રીતે જોડાયેલા રહે છે? તેઓ કેવી રીતે વિસ્તૃત આધ્યાત્મિક કુટુંબ તરીકે જીવન એક સાથે જીવી શકે છે?

જવાબ એ છે કે આ બધી સરળ મંડળી ઓ વિકસતા શરીરના કોષોની જેમ જ છે અને તેઓ શહેર અથવા પ્રાદેશિક મંડળી માં જોડાય છે અને નેટવર્ક કરે છે.

મંડળીઓ સંબંધિત છે. તેઓ સમાન આધ્યાત્મિક ડીએનએ શેર કરે છે. તે બધા એક જ પ્રથમ ગુણાકાર થયેલા પરિવારથી જોડાયેલા છે. અને હવે - કેટલાક માર્ગદર્શન સાથે - તેઓ વધુ કામ કરવા માટે વધુ સંખ્યામાં સાથે આવે છે. શહેર અને પ્રાદેશિક સ્તરે, દેવ નો શબ્દ બતાવે છે કે વિશ્વાસીઓની વધતી જતી સંસ્થાઓની,આગેવાનો ના નવા જૂથ દ્વારા સેવા કરવામાં આવે છે.

નવા કરારમાં, મંડળી આ સેવકોને મોટાઓ અને ઉપપાદરી, ભરવાડ અને ટોળાના નિરીક્ષકો કહે છે. આપણે દેવ ના શબ્દમાં શીખીએ છીએ કે જેરૂસલેમ શહેરમાં નાની નાની મંડળીઓના જૂથો,ની સેવા ૭ સેવકો - અથવા ઉપપાદરી દ્વારાકરવામાં આવતી હતી.

આપણે દેવના શબ્દમાંથી શીખીએ છીએ કે એફેસસ શહેરમાં ઘરોની મોટી મંડળીઓ ની સેવા, મોટાઓ અથવા - ભરવાડોના નાના જૂથ દ્વારા કરવામાં આવતી હતી, જેઓ સારા ભરવાડ ઈસુના દાખલાને અનુસરતા હતા અને તેમના ટોળા માટે પોતાનું જીવન આપતા હતા.

શહેર અથવા પ્રદેશમાં, અમે પાંચના જુથ ની નેતૃત્વ ની ભેટોઆપવાનું પણ ધ્યાન રાખીએ છીયે. દેવ નો શબ્દ કહે છે - ખ્રિસ્તએ પોતે પ્રેરિતો, પ્રબોધકો, પ્રચારકો, પાદરીઓ અને શિક્ષકોને તેમના લોકોને સેવાના કાર્યો માટે સજ્જ કરવા માટે આપ્યા, જેથી ખ્રિસ્તના લોકો નું નિર્માણ થઈ શકે.

આ આધ્યાત્મિક ભેટો એટલા માટે નથી આપવામાં આવતી કે તેથી એક નાનું જૂથ મંડળી નું તમામ કાર્ય કરી શકે, પરંતુ જેથી તેઓ ઈસુના અનુયાયીઓને સેવા આપવા અને કાર્ય કરવા તૈયાર કરી શકે - જેથી આસ્તિક લોકોનું આખું જુથ તેમનાહૃદય માંદેવે આપેલા બધા કામ ને સાથે મળીને પરિપૂર્ણ કરી શકે.

તેમના આધ્યાત્મિક કુટુંબ સાથે અથવા મળવાની જગ્યાએ, આ આગેવાનોમળે છે અને પ્રાર્થના અને અધ્યેતાવૃતિ અને એક બીજાને તે જ રીતે પ્રોત્સાહન આપે છે જે રીતે ઘરની કોઈ પણ સરળ મંડળી આપે.

3 / 3પેટર્નનો ઉપયોગ નેતૃત્વ તાલીમ બેઠકો અને બારીક માર્ગદર્શનમાં થાય છે.

ચાર ક્ષેત્ર ની પેટર્નનો ઉપયોગ સ્થાનિક સ્તરની જેમ જ ઉચ્ચ સ્તરે આયોજન, મૂલ્યાંકન અને શીખવવા માટે થાય છે.

જ્યારે આગેવાનો મળે છે ત્યારે તે ફક્ત વ્યક્તિઓ તરીકે જ નહીં, પરંતુ તેમના નેટવર્કમાં પણ જે થાય છે તે વહેંચે છે. તેઓ પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ જેની સેવા કરે છે તેની સુખાકારી વિશે ચર્ચા કરે છે. આધ્યાત્મિક પરિવારોના નેટવર્ક માટે કેન્દ્રમાં એક સારું સ્થાન તે સ્થાન છે જ્યાંથી તે નેટવર્ક પ્રારંભ થાય છે. ટામ્પાથી શરૂ થતું એક મંડળી નેટવર્ક ટામ્પામાં શહેર ની મંડળી તરીકે શરૂ થશે. જેમ જેમ તેઓ મોટા થાય છે અને રાજ્યભરમાં સેવા આપે છે, તેઓ ફ્લોરિડામાં નેટવર્ક વતી કાર્ય કરશે. તેઓ દેશભરમાં અને વિશ્વભરમાં મોકલે છે અને સેવા આપે છે, તેઓ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવાનું શરૂ કરે છે.

ઈસુએ કહ્યું - જો તમે થોડી વસ્તુઓમાં વિશ્વાસુ છો,તો તમે મોટામાં વિશ્વાસુ રહેશો.

મંડળી ઓનાં આ નેટવર્ક તેમના સામાન્ય આધ્યાત્મિક ડીએનએ અને સમાન શરૂઆતને કારણે જોડાયેલા રહે છે. કેટલીકવાર ભાષા, મળવાની તકો અથવા અન્ય કારણોસર નેટવર્ક્સ બહુવિધ નેટવર્ક્સમાં વિભાજિત થાય છે.

આ સમસ્યાનો નહીં પણ વિકાસનો એક ભાગ છે. દેવ ના શબ્દને શીખવા, પાલન કરવા અને વ્હેંચવાની સરળ મંડળીઓ અને વ્યક્તિગત અનુયાયીઓની ઇચ્છા એક ચળવળનો આધ્યાત્મિક ડીએનએ છે. જો તે પેઢી દર પેઢી, મંડળીથીમંડળી સુધી અને આસ્તિકથી આસ્તિક સુધી સફળતાપૂર્વક પસાર થાય છે, તો પછી ગુણાકાર થયેલા શિષ્યોની નવી ચળવળ શરૂ કરવા માટે જે બધું જરૂરી છે તે દરેક આધ્યાત્મિક કુટુંબમાં અને ઈસુના દરેક અનુયાયીમાં પહેલાથી હાજર છે.

જ્યારે હલનચલનથી બીજી હલનચલનથાય છે, ત્યારે જ ... આપણે શહેર અથવા રાજ્ય અથવા દેશના કણકમાં "ખમીર" ને કામ કરતા જોવાનું શરૂ કરીએ છીએ. અને દેવ નું રાજ્ય એ રીતે બને છે જાણે દેવ ની ઇચ્છા પૃથ્વી પર પૂરી કરવામાં આવી રહી છે જાણે કે તે સ્વર્ગ હોય. આ રીતે આપણે બધા દેશોના શિષ્યો બનાવીને મહાન આયોગને સમાપ્ત કરી શકીએ.

ચર્ચા કરો

(10 min)

  1. નાના ચર્ચોનાં માળખામાં' ઊંડા, અંગત સંબંધોથી જોડાયેલાં હોય ત્યારે શું એવા કોઈ ફાયદા છે? કેટલાક ઉદાહરણો કયા છે જે ધ્યાનમાં આવે છે?

READ

(5 min)

માર્ગદર્શન આપનાર

ઈસુએ કહ્યું - "હું તમને નવી આજ્ઞા આપું છું: એક બીજાને પ્રેમ કરો. જેમ મેં તમને પ્રેમ કર્યો છે, તમારે એક બીજાને પ્રેમ કરવો જોઈએ. જો તમે એક બીજાને પ્રેમ કરો, તો દરેક જાણશે કે તમે મારા શિષ્યો છો."

બારીક માર્ગદર્શક જૂથ એવા લોકોનું એવું જૂથ છે જેઓ ૩/૩ જૂથોશરૂ કરીને તેનું નેતૃત્વ કરે છે . તે 3/3 ફોર્મેટને અનુસરે છે અને તે તમારા ક્ષેત્રમાં દેવના કામના આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની પ્રભાવ શાળી રીત છે.

બારીક માર્ગદર્શક જૂથો, ઈસુના વ્યક્તિગત અનુયાયીઓ, સરળ મંડળીઓ , મંત્રાલયની સંસ્થાઓ સાથે અથવા વિશ્વવ્યાપી પહોંચેલા વૈશ્વિક સરળ મંડળી નેટવર્ક સાથે, આગેવાન -થી-આગેવાન માર્ગદર્શનનો ઉપયોગ કરે છે.

બારીક માર્ગદર્શક જૂથો, શાસ્ત્રમાંથી ઈસુના મંત્રાલયના ઉદાહરણને અનુસરે છે, પ્રશ્નો પૂછે છે અને પ્રતિસાદ આપે છે - બધા 3/૩ જૂથની સમાન મૂળભૂત સમય રચનાનો ઉપયોગ કરે છે. આ જૂથોનો હેતુ આંકવાનો નથી - એક સદસ્યને ઉપર લાવવા અને બીજાનેકાઢી નાખવા.

ઈસુએ કહ્યું - "આંકો નહીં, નહિતર તમને પણ આંકવામાં આવશે. કેમ કે તમે જે રીતે અન્ય લોકોને આંકો છો, તે જ રીતે તમને પણ આંકવામાં આવશે, અને તમે જે માપનો ઉપયોગ કરો છો, તેનાથી તમને માપવામાં આવશે."

તેના બદલે, બારીક માર્ગદર્શક જૂથનો હેતુ ઇસુના અનુયાયીઓને પ્રાર્થના,આજ્ઞા પાલન, નિયોમોનું પાલન, અને જવાબદારી દ્વારા વધવા માટે મદદ કરવાનો છે. બીજા શબ્દોમાં - "એક બીજાને પ્રેમ કરવા."

તે આ રીતે કાર્ય કરે છે:

પાછળ જુઓ

પ્રથમ તૃતીયાંશ દરમ્યાન - પ્રાર્થનામાં સમયવિતાવો અને કાળજી લો જેમ તમે મૂળભૂત 3/3 જૂથમાં લેતા હતા. પછી જૂથનું લક્ષ જોવામાં સમયઆપો -આપણે ઈસુમાં કેટલું સારું પાલન કરીએ છીએ?શાસ્ત્ર વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીયે, દેવનો ભરોસો કરીએ અને મહત્વ નાસંબંધો જીવીએ છીએ, ત્યારે.

છેવટે આ પ્રથમ તૃતીયાંશ દરમિયાન, સમીક્ષા કરો અને છેલ્લા વ્યક્તિગત સત્રમાં દરેક વ્યક્તિની ક્રિયા યોજનાઓ અને પ્રતિબદ્ધતાઓને પ્રતિસાદ આપો.

ઉપર જુઓ

ગ્રુપનો મધ્ય ભાગનો તૃતીયાંશ સમય શાસ્ત્ર, ચર્ચા અને પ્રાર્થના દ્વારા દેવની શિખામણ અને દિશાની શોધમાં ઉપર જોઈને પસાર કરવામાં આવે છે. એક ટૂંકી અને સરળ પ્રાર્થના પ્રસ્તુત કરો, દેવને તેમના શબ્દ દ્વારા તમને તેની ઇચ્છા અને તેના માર્ગ શીખવવાનું કહો. પવિત્ર આત્માને તમારા સમયનું નેતૃત્વ કરવા કહો.

જૂથના સભ્યોએ, તેમના નેતૃત્વના ક્ષેત્ર વિશે દેવ પાસેથી જે શીખ્યા છે તે વહેંચવું જોઈએ.દેવના શબ્દ, પ્રાર્થના દ્વારા અથવા અન્ય અનુયાયીઓ દ્વારા.

જૂથમાં નીચે આપેલા સરળ પ્રશ્નોની ચર્ચા કરો:

  • તમે ચાર ક્ષેત્રોન દરેક વિભાગમાં કેવી રીતે કામ કરી રહ્યાં છો?
  • કયું કામ સારું થઈ રહ્યું છે?સૌથી મોટા પડકારો શું છે?
  • તમારા વર્તમાન પેઢી ના નકશાની સમીક્ષા કરો.
  • તમને શું પડકાર રૂપ લાગ્યું અથવા શું સમજવું મુશ્કેલ હતું?
  • દેવ તમને તાજેતરમાં શું બતાવી રહયા છે?
  • શું અનુભવી આગેવાનો અથવા અન્ય સહભાગીઓ તરફથી કોઈ પ્રશ્નો અને પ્રતિસાદ છે?

આગળ જુઓ

જૂથનો અંતિમ તૃતીયાંશ સમય આગળ જોઈને પસાર કરવામાં આવે છે કે દરેકનિયમો કેમ લાગુ પાડી શકીએ અને જે શીખ્યા છીએ તેનું પાલન કરીશકીએ. ગ્રુપના દરેક જણ સાથે શાંતિ પૂર્વક પ્રાર્થના કરો અને પવિત્ર આત્માને પૂછો કે તેઓ આ પ્રશ્નોના જવાબો કેવી રીતે આપવાના છે.

  • ક્યાં કામ ની યોજના અથવા લક્ષ, દેવ કરાવવા માંગે છે જ્યારે તમે ફરીવાર ભેગા થાઓ? (તમારા કાર્ય પર ધ્યાનઆપવાચાર ક્ષેત્ર સાધનનો ઉપયોગ કરો)
  • મારા માર્ગદર્શક અથવા અન્ય જૂથના સભ્યો આ કાર્યમાં મને કેવી રીતે મદદ કરી શકે છે?

છેવટે પ્રાર્થનામાં દેવ સાથે જુથ માં વાત કરો. જૂથમાં પ્રાર્થના કરો જેથી દરેક સદસ્ય માટે પ્રાર્થના કરવામાં આવે અને દેવને કહો કે તે બધાના હૃદયનેસમર્થ કરે જેમને જુથ ના સભ્યો અલગ સમયે મળ્યાં હોય.

દેવને પ્રાર્થના કરો કે જૂથના દરેક સભ્યનેદેવે જે શીખવ્યું છે તે લાગુ પાડવા અને તેનું પાલન કરવાની હિંમત અને શક્તિ આપે. જો અનુભવી આગેવાન ને નાનાઆગેવાન માટે ખાસ પ્રાર્થના કરવાની જરૂર હોય, તો આ યોગ્ય સમય છે.

આ જૂથો ઘણીવાર અંતરે મળે છે, તેથી તમે દેવનાભોજનની ઉજવણી અથવા ભોજન વહેંચી શકો છો, પરંતુ કુટુંબીઓ અને મિત્રો ની સ્વાસ્થય વિશે તપાસ માટે જરૂર સમય કાઢો.

ઈસુએ આપણને ફરીથી અને ફરીથી બતાવ્યું કે ભલે તેમણે સૌથી મહત્વપૂર્ણ કાર્યો સિદ્ધ કર્યા, તેઓએ હંમેશાં સંતુલન જાળવ્યું છે, જેમને તેઓ ચાહે છે એક બારીક માર્ગદર્શક જૂથ, મજબૂત આગેવાનો વિકસાવવા માટે ઝૂમે સાધનો માનું એક સરળ પરંતુ વ્યૂહાત્મક સાધન છે.

પ્રવૃત્તિ

(45 min)

માર્ગદર્શન આપનાર સમોવડિયાં જૂથો

ક્યુ આર કોડ સ્કેન કરો.

બે કે ત્રણના જૂથમાં પ્રવેશ કરો. 3/3 પધ્ધતિથી મદદનીશ માર્ગદર્શક જૂથની નોધ નો ઉપયોગ કરો.

"આગેવાન " બનવા માટે જૂથમાં એક વ્યક્તિને પસંદ કરો અને અન્ય સભ્યોને મદદનીશ માર્ગદર્શક તરીકે સૂચવેલા પ્રશ્નોની યાદીમાંથી પસાર થવા દો.

જૂથને આગેવાની અને આગળ વધારવા માટે સરળ પધ્ધતિ:

પાછળ તરફ દૃષ્ટિ કરો: (તમારા સમયનો ૧/૩ ભાગ)

પ્રથમ ૧/૩ ભાગ દરમિયાન - પ્રાર્થના કરવામાં સમય ગાળો અને તમે જાણે કે ૩/૩ના એક મૂળભુત જૂથમાં છો, એવું માનીને સાવધાની રાખો. એ પછીથી જૂથના દર્શન તથા અગાઉ તેઓએ લીધેલા નિર્ણયો પ્રત્યેના જૂથના વિશ્વાસુપણા તરફ દૃષ્ટિ રાખીને સમય પસાર કરો: ખ્રિસ્તને વળગી રહેવાની બાબતમાં તમે કેટલે અંશે સફળ રહ્યા છો ? (પવિત્રશાસ્ત્રનું વાચન, પ્રાર્થના કરવી, વિશ્વાસ કરવો, આધીન રહેવું, ચાવીરૂપ સંબંધો) શું તમારા જૂથે ગયા સેશનથી તમારા કાર્ય કરવાનાં આયોજનોને પૂરાં કર્યાં હતાં ? એ બધી બાબતોની સમીક્ષા કરો.

ઉપર તરફ દૃષ્ટિ કરો: (તમારા સમયનો ૧/૩ ભાગ)

તમારા જૂથને નીચે આપવામાં આવેલા સીધાસાદા પ્રશ્નોની ચર્ચા કરવા દો:

  • ચાર ક્ષેત્રોના રેખાકૃતિના દરેક વિભાગમાં તમને કેવું લાગી રહ્યું છે?
  • કઈ બાબત સારી ચાલી રહી છે ? તમારા માટેના સૌથી મોટા પડકારો કયા કયા છે?
  • તમારા વર્તમાન સમયના સમકાલીન નકશાની સમીક્ષા કરો.
  • કઈ બાબત તમને પડકારરૂપ લાગી અથવા તમને કઈ બાબત સમજવામાં અઘરી લાગી?
  • અત્યારે ઈશ્વર તમને શું દર્શાવી રહ્યા છે?
  • અનુભવી આગેવાનો કે ભાગ લેનારાઓમાંથી અન્ય કોઈને કોઈક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે?

આગળ તરફ દૃષ્ટિ કરો (તમારા સમયનો ૧/૩ ભાગ)

જૂથમાંના દરેક જણ સાથે મળીને શાંત પ્રાર્થના કરવામાં સમય ગાળો અને પવિત્ર આત્માને વિનંતી કરો કે તે તેઓને આ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, એ બતાવે:

  • હવે પછી ફરીથી અમે જ્યારે એકઠા મળીએ, તે પહેલાં હું કઈ કઈ બાબતોને અમલમાં મૂકું અથવા તો એ બાબતો કરવાનો લક્ષ્યાંક રાખું, એ સંબંધી ઈશ્વરની ઈચ્છા શું છે? (કાર્ય કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મદદરૂપ બને, એવાં ચાર ક્ષેત્રોવાળાં સાધનનો ઉપયોગ કરો)
  • મારો માર્ગદર્શક અને જૂથના અન્ય સભ્યો આ કાર્યમાં મને કેવી રીતે મદદ કરી શકે?

છેલ્લે, પ્રાર્થના મારફતે ઈશ્વરની સાથે વાત કરવામાં સમય ગાળો. જૂથના સભ્યોને પ્રાર્થના કરવા દો કે જેથી કરીને દરેક સભ્ય માટે પ્રાર્થના કરવામાં આવે અને ઈશ્વરને વિનંતી કરો કે તે જૂથમાંના સર્વ લોકોનાં હૃદયોને એવી રીતે તૈયાર કરે કે જૂથ પોતાના ફુરસદના સમય દરમિયાન સુવાર્તા પ્રગટ કરે. ઈશ્વરને પ્રાર્થના કરો કે તે જૂથમાંના દરેક સભ્યને હિંમત અને સામર્થ્ય પૂરું પાડે કે ઈશ્વરે તેઓને આ સેશનમાં જે કંઈ શીખવ્યું છે, એ દરેક બાબતનું તેઓ લાગુકરણ કરે અને આધીન થાય. જા અનુભવી આગેવાન નાના આગેવાન માટે ખાસ પ્રાર્થના કરાવવાની ઈચ્છા રાખતા હોય, તો એ બાબત સંબંધી પ્રાર્થના કરવા માટેનો એ યોગ્ય સમય છે. જો આ જૂથો અવારનવાર એકઠાં મળતાં હોય, તો પ્રભુભોજન કે સામૂહિક ભોજન જેવા પ્રસંગોની ઉજવણી તમે કદાચ ન પણ કરી શકો, પરંતુ એક બાબતની ચોકસાઈ રાખો કે આરોગ્ય અને કુટુંબ તથા મિત્રો માટે અવશ્ય સમય ફાળવો.

ત્રણ મહિનાની યોજના

ઈશ્વરે બાઇબલમાં કહ્યું છે: "હું જાણું છું કે મારે તારા માટે જે યોજનાઓ છે, તે હું જાણું છું. તે તને સમૃદ્ધ બનાવવાની યોજના બનાવે છે, તને નુકસાન ન પહોંચાડે, અને તને આશા અને ભવિષ્ય આપે છે."

ઈશ્વર યોજનાઓ ઘડે છે અને તે એવી અપેક્ષા રાખે છે કે આપણે પણ યોજનાઓ બનાવીએ.

ત્રણ મહિનાની યોજના એક એવું સાધન છે જેનો ઉપયોગ તમે તમારું ધ્યાન અને પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરી શકો છો અને તેમને ગુણાત્મક કરનારા શિષ્યો બનાવવા માટે પરમેશ્વરની પ્રાથમિકતાઓ સાથે સુસંગત રાખી શકો છો.

આગળની સ્લાઇડમાં તમને તમારી ત્રણ મહિનાની યોજના કેવી રીતે બનાવવી તે બતાવવામાં આવશે. અમે ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ.

પ્રવૃત્તિ

(30 min)

Three Month Plan

ક્યુ આર કોડ સ્કેન કરો.

વાંચો - તમારે દરેક બાબત માટે નિર્ણય કરવાની જરૂર નથી, પણ તે તમારી યોજના માટે ત્વરિત તરીકે છે. (૫ મિનિટ)

સાંભળો - શક્ય હોય ત્યાં સુધી શાંત રહેવા માટે સમય કાઢો અને ઈશ્વર શું જાહેર કરવાનું પસંદ કરે છે તે સાંભળો. (૧૦ મિનિટ)

તમારી યોજનાને નોધ કરો - કાગળના ટુકડા પર વચનો લખો અથવા તમારા જવાબો સાચવવા માટે ઓનલાઇન પધ્ધતિનો ઉપયોગ કરો. (૧૫ મિનિટ)

ચર્ચા કરો

(10 min)

  1. તમારી ત્રણ મહિનાની યોજનાઓને એકબીજા સાથે શેર કરવા માટે પાછા ફરો.
  2. એક તાલીમી ભાગીદાર(ઓ) શોધો જે તમારી સાથે સાપ્તાહિક તપાસ કરવા તૈયાર હોય. તેમના માટે પણ આવું જ કરવા માટે પ્રતિબદ્ધ થાઓ.

સમિક્ષા

(1 min)

આ સત્રમાં સાંભળેલ ખ્યાલો:

આ સત્રમાં સાંભળેલ સાધનો:

  • માળખામાં આગેવાની
  • મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો
  • ત્રણ મહિનાની યોજના

પ્રવૃત્તિ

(0 min)

સમુદાયમાં જોડાઓ

ઝુમનો તાલીમનો ભાગ પૂરો થઈ રહ્યો છે, પરંતુ સાધનો અને આયોજનની પ્રેક્ટિસ ચાલુ છે.

એકલા ન કરો. પ્રોત્સાહન અને વિકાસ માટે એક વિસ્તાર શોધો.

ક્યૂઆર કોડનો ઉપયોગ કરીને ઝુમ વિસ્તારમાં જોડાઓ.

Zúme Training — To saturate the world with multiplying disciples in our generation.