દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ
જ્યારે કોઇ વ્યક્તિ ઈસુની પાછળ ચાલવાનો નિર્ણય કરે છે,ત્યારે તમે કેવી રીતે તેમને સાચા માર્ગ પર દોરવણી આપવામાં મદદરૂપ થાઓ છો? તેઓ ઈસુના અનુયાયી તરીકે જેનો અનુભવ કરી શકે દર્શન આપવું કે જે સૌથી મોટો આશીર્વાદ છે તેનાથી શરૂઆત કરો, જેથી તેઓ ઈસુના અનુયાયી તરીકે તેનો અનુભવ કરી શકે. આ વાત તેમને કહેવાનો વિચાર કરો:
ઈસુનું અનુસરણ કરવું એક આશીર્વાદ છે. બીજાઓને ઈસુનું અનુસરણ કરવામાં દોરવણી આપવી તે એક મોટો આશીર્વાદ છે. નવા આત્મિક કુટુંબની શરૂઆત કરવી એ તેનાથી મોટો આશીર્વાદ છે. બીજાઓને નવા આત્મિક કુટુંબોની શરૂઆત કરવા માટે સુસજ્જ કરવા તે એક મોટામાં મોટો આશીર્વાદ છે.
મોટામાં મોટા આશીર્વાદનું ઉદાહરણ કહેવું
કોઇ વ્યક્તિ જ્યારે ઈસુખ્રિસ્તનું અનુસરણ કરવાની પસંદગી કરે ત્યારે તેમને આ સિદ્ધાંતોને લાગુ કરવા માટે યોગ્ય માર્ગ પર દોરવણી આપવા માટે તેમને તાલીમ આપવાથી શરૂઆત કરવી તે એક સારી રીત છે.
પ્રથમ તો તેમના સંપર્કની વિગતો લો અને પછી તેમને કહો કે: “ઈસુનું અનુસરણ કરવું એક આશીર્વાદ છે. બીજાઓને ઈસુનું અનુસરણ કરવામાં દોરવણી આપવી તે એક મોટો આશીર્વાદ છે. નવા આત્મિક કુટુંબની શરૂઆત કરવી એ તેનાથી મોટો આશીર્વાદ છે. બીજાઓને નવા આત્મિક કુટુંબોની શરૂઆત કરવા માટે સુસજ્જ કરવા તે એક મોટામાં મોટો આશીર્વાદ છે. હું તમને મોટો, તેનાથી મોટો અને મોટામાં મોટો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા માગું છું.
તમે જે 100 લોકોને ઓળખો છો તેમની યાદી બનાવો, અને તેમાંથી પાંચ એવા વ્યક્તિની પસંદગી કરો જેઓ ઈસુને જાણતા નથી, જેથી તમે તરત જ તેમને ઈસુની વાત કહી શકો.” પછી જ્યારે તમારી યાદી તૈયાર થાય, ત્યારે તેમને સાક્ષી અને સુવાર્તા બીજાઓને આપવા માટે સુસજ્જ કરો.
તેમણે જે પાંચ વ્યક્તિઓને પસંદ કર્યા છે તે સંખ્ય મુજબ પાંચ વાર તેનો મહાવરો કરો. પછી જ્યારે તેઓ તેનો મહાવરો કરી રહ્યા હોય ત્યારે આ પાંચ વ્યક્તિની ભૂમિકા ભજવો.
પછી તેમને બે દિવસ પછી મળવાનો સમય નક્કી કરો. તે સમય પછી તેઓ તમને જણાવે કે તેમણે સુવાર્તા આપી ત્યારે તેમને કેવો અનુભવ થયો. જો તેઓ તમને ન જણાવે તો તમારી પાસે તેમના સંપર્કની વિગતો છે. બે દિવસ પછી, તેમને ફરીથી મળો. જો તેમણે સુવાર્તા આપી નથી તો બીજી કોઇપણ નવી વાત વિશે તેમની સાથે વાત કરશો નહિ. તેમને સુવાર્તા આપવાનું પ્રોત્સાહન આપો. તેમને વધારે મહાવરો કરવાનું પ્રોત્સાહન આપો. તેઓ બીજાઓને સુવાર્તા આપવાની શરૂઆત કરે તે માટે તમારાથી બનતા પ્રયત્નો કરો. આ વ્યક્તિ “સારી ભોંય” છે કે નહિ એ વિશે કદાચ તમે શંકા કરશો, અને જો તેમ છે તો તમે તેમની પાછળ સમય બગાડશો નહિ. જો તેમણે સુવાર્તા આપી પરંતુ એકેય વ્યક્તિએ વિશ્વાસ કર્યો નથી, તોપણ ખુશ થાઓ! તેમની સાથે બાપ્તિસ્મા વિશે વાત કરવાની શરૂઆત કરો અને શિષ્યો બનાવવાના બીજા સાધનોનો પરિચય આપો.
તેમણે જે 100 વ્યક્તિઓની યાદી બનાવી છે તેમાંથી બીજા વ્યક્તિઓની પસંદગી કરવાનું કહીને જો જરૂર લાગે તો સુવાર્તા આપવાનો મહાવરો કરાવો. જો તેમણે સુવાર્તા આપી છે ને કેટલાકે વિશ્વાસ કર્યો છે, પરંતુ તેઓ તેમને મહાન આદેશ વિશે કહેવામાં નિષ્ફળ નીવડ્યા છે તોપણ તેમની સાથે આનંદ કરો, તેની સમીક્ષા કરો અને એ લોકો મધ્યે પ્રક્રિયાને ચાલુ રાખવા માટે ફરીથી મોકલો. જો તેમણે સુવાર્તા આપી છે અને કેટલાકે વિશ્વાસ કર્યો છે અને તેમને મોટામાં મોટા આશીર્વાદ વિશે કહ્યું પણ છે, તો ઉત્તેજન પામો!
તેમને “સારી ભોંય” માનો અને તેમના આત્મિક વિકાસ માટે તેમની સાથે સમય ગાળો. બાપ્તિસ્મા વિષે વાત કરવાની શરૂઆત કરો અને તેમને 3/3 જૂથના માળખાનો પરિચય આપો અને તેમણે જે લોકોને પ્રભુમાં દોરવણી આપી છે તેઓ મધ્યે આવા જૂથની શરૂઆત કરી શકે તે માટે તેમને નમૂનો આપો.
તમારી જાતને પૂછો
- જ્યારે તમે પ્રથમવાર ઈસુનું અનુસરણ કરવાની શરૂઆત કરી ત્યારે શું તમને આ પદ્ધતિ શીખવવામાં આવી હતી? જો ના, તો તમે જે શીખ્યા તેમાં શું અલગ હતું?
- તમે વિશ્વાસ કર્યો તેના કેટલા સમય પછી તમે શિષ્યો બનાવવાની શરૂઆત કરી?
- જો નવા અનુયાયીઓએ તરત જ સુવાર્તા આપવાની અને શિષ્યો બનાવવાની શરૂઆત કરી હોત તો શું થયું હોત તે વિશે તમે શું માનો છો?
આજે જ ઝુમ તાલીમ શરૂ કરો
આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.
મફત રજીસ્ટેશન મુક્ત