tool

શિષ્યોને પરિપક્વ બનાવવાનું તાલીમ ચક્ર

આ પાનું શેર કરો

તાલીમનું ચક્ર શિષ્યોને આત્મિક વૃદ્ધિના ચાર અલગ પગલાં દ્વારા પરિપક્વ બનાવવા માટે ઉપયોગી છે. 

તે પગલાં છે: નમૂનો આપો, સહાય, નજર રાખો અને છોડી દો.

તાલીમનું ચક્ર શિષ્યને શિખાઉમાંથી કુશળ કે શિસ્તબધ્ધ બનાવે છે, અને તેમને તે આવડતના પ્રશિક્ષણની જરૂર ન પડે ત્યાં સુધી તેમની લાયકાતમાં વૃદ્ધિ કરે છે. ઘણા શિષ્યો અને શિષ્યો બનાવનારાઓ તાલીમના ચક્રના (નમૂનો આપો, સહાય),શરૂઆતના પગલામાં જ અટકી જાય છે, અને ત્રીજા પગલામાં (નજર રાખો) પૂરતો સમય પસાર કરતા નથી, અને તેમને ક્યારેય ચોથા પગલાંનું (છોડી દો) ભાન થતું નથી.

તાલીમનું ચક્ર આ રીતે કામ કરે છે:

તાલીમનું ચક્ર શું છે? તેને આ રીતે વિચારો. શું તમે કેવી રીતે સાઇકલ ચલાવવી જોઇએ તેના વિશે શીખ્યા છો? શું તમે ક્યારેય કોઇને સાઇકલ શીખવામાં મદદ કરી છે? જો હા, તો તમે તાલીમના ચક્રને પ્રયોગાત્મક રીતે જાણો છો તે સ્વાભાવિક છે.

training cycle

નમૂનો આપો 

નમૂનો આપવાનો અર્થ તો મહાવરો કરવાનું ઉદાહરણ કે સાધન પૂરું પાડવું તે છે. એ તો તાલીમના ચક્રનો સૌથી ટૂંકો ભાગ છે. સામાન્ય રીતે તેમાં એકવાર કરેલા કાર્યની જરૂર પડે છે. સામાન્ય રીતે જોઇએ તો તે એવી સભાનતાનું સર્જન કરે છે કે અભ્યાસ કે સાધનનું અસ્તિત્વ છે અને તે કેવું છે તેનો સામાન્ય ખ્યાલ કે વિચાર જણાવે છે. વારંવાર નમૂનો આપ્યા કરવો તે કોઇ વ્યક્તિને સુસજ્જ કરવાની અસરકારક રીત નથી. તેમને જાતે પણ તેમની આવડત કેળવવા માટે પ્રયત્ન કરવાની અનુમતિ આપવી જોઇએ. જ્યારે બાળક કોઇ વ્યક્તિને સાઇકલ ચલાવતાં જુએ છે ત્યારે તે નમૂનાના તબક્કામાં છે.

સહાય કરો 

સહાય કરવી એટલે શીખનાર વ્યક્તિને તેની આવડતનો મહાવરો કરવાની અનુમતિ આપવી. તે નમૂનો આપવાના તબક્કા કરતાં વધારે લાંબો સમય લાગે છે. તેમાં માર્ગદર્શકે શીખનાર વ્યક્તિનો “હાથ પકડવો” પડે છે. માર્ગદર્શકે દોરવણી આપવાની અને શીખનાર વ્યક્તિને પ્રશિક્ષણ આપવામાં સક્રિય ભૂમિકા આપવાની જરૂર પડે છે. આ તબક્કો જ્યાં સુધી શીખનાર વ્યક્તિ પૂર્ણ રીતે લાયકાત ધરાવતો બનતો નથી ત્યાં સુધી ચાલતો નથી, પરંતુ તે વ્યક્તિ મૂળભૂત આવડતને સમજતો નથી ત્યાં સુધી ચાલે છે. જો આ તબક્કો વધારે લાંબો ચાલે તો શીખનાર વ્યક્તિ માર્ગદર્શક પર આધાર રાખવાનું શીખશે અને ક્યારેય પૂરી લાયકાત પ્રાપ્ત કરશે નહિ. શીખનાર વ્યક્તિ બીજાઓને નમૂનો આપવાની શરૂઆત કરે છે, તે સહાય કરવાના તબક્કના અંતનું ચિહ્ન છે. માતા-પિતા તેમનું બાળક સાઇકલ ચલાવવાનું સમતુલન જાળવે ત્યાં સુધી સાઇકલ પકડી રાખે છે, તે સહાય કરવાનો તબક્કો છે. 

નજર રાખો

નજર રાખવી તે લાંબો તબક્કો છે. તેમાં શીખનાર વ્યક્તિ સાથે વધારે પડતા પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કનો સમાવેશ થાય છે. તે આવડતના દરેક ભાગોમાં સંપૂર્ણ લાયકાતનો વિકાસ કરવાનો વિચાર છે. પ્રથમ બે તબક્કા સાથે પૂરા થાય પછીનો આ તબક્કો દસગણો કે તેનાથી વધારે લાંબો હોઇ શકે છે. જ્યારે શીખનાર વ્યક્તિ આવડતમાં પ્રગતિ કરે છે, ત્યારે માર્ગદર્શક સાથેનો સંપર્ક ઓછો થતો જાય છે. આ તબક્કામાં શીખનાર વ્યક્તિ ધીમે-ધીમે વધારે જવાબદારી લે છે અને આવડતનો ઉપયોગ કરવાની શરૂઆત કરે છે. સામાન્ય રીતે શિષ્ય બનાવવાના આ તબક્કાનું ચિહ્ન એ છે કે શીખનાર વ્યક્તિ આવડતમાં સફળતાપૂર્વક રીતે પસાર થયો છે અને જેને તે શીખવી રહ્યો છે તેના સુધી આગળ વધ્યો છે. જ્યારે માતા-પિતા બાળકને તેની જાતે સાઇકલ ચલાવતાં જુએ છે, અને ખાતરી કરે છે કે, તેની પાસે કોઇની દેખરેખ વગર પણ સાઇકલ ચલાવવા માટે પૂરતી આવડત કે જ્ઞાન છે, તે નજર રાખવાનો તબક્કો છે.

છોડી દો

છોડી દેવું એ તો સ્નાતક બનવા જેવું છે, જ્યારે શીખનાર વ્યક્તિ માર્ગદર્શકનો મિત્ર બને છે. જો શીખનાર વ્યક્તિ અને માર્ગદર્શક બંને એક જ માળખામાં કાર્ય કરે છે તો ત્યાર પછી પણ સમયાનુસાર સંપર્કમાં રહેવું અને મિત્ર તરીકે માર્ગદર્શન આપવાનું કાર્ય ચાલુ રહે છે. જ્યારે માતા-પિતા બાળકને તેની સાઇકલ ચલાવવા માટે દેખરેખ રાખ્યા વગર છુટું મૂકે છે ત્યારે તે છોડી દેવાનો તબક્કો છે.

શિષ્યો બનાવવાની પ્રક્રિયામાં તાલીમના ચક્રનો ઉપયોગ કરવા માટે શિષ્યો બનાવવા માટેના પ્રશિક્ષણની તપાસ યાદી પણ જુઓ.

તમારી જાતને પૂછો

  • શું તમે ક્યારેય તાલીમના ચક્રનો ભાગ બન્યા છો?
    • તમે કોને તાલીમ આપી? અથવા કોને તમને તાલીમ આપી?
    • વિવિધ આવડતો શીખવાના તાલીમના ચક્રના વિવિધ ભાગોમાં શું એક જ વ્યક્તિ હોઇ શકે છે?
    • કોઇ એવા વ્યક્તિને તાલીમ આપવું તે કેવું લાગે છે?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત