tool

કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો

આ પાનું શેર કરો

પ્રાર્થનાનું ચક્ર પ્રાર્થનાનો મહાવરો કરવાનું એક સરળ સાધન છે, જેનો તમે જાતે ઉપયોગ કરી શકો છો અને ઈસુના અનુયાયીને તેના વિશે જણાવી શકો છો. ફક્ત 12 સરળ પગલાંમાં– દરેક પગલાં માટે 5 મિનિટ – પ્રાર્થના ચક્ર તમને પ્રાર્થના કરતાં શીખવે છે એવી 12 રીતો દ્વારા બાઇબલ માર્ગદર્શન આપે છે. અંતે તમારે એક કલાક સુધી પ્રાર્થના કરવાની છે. બાઇબલ આપણને કહે છે કે – “નિત્ય પ્રાર્થના કરો.” આપણામાંના ઘણા લોકો એમ કહી શકતા નથી કે અમે તેમ કરીએ છીએ. પરંતુ એક કલાકની આ પ્રાર્થના પછી – તમે એક પગલું આગળ વધશો.

ફક્ત 12 સરળ પગલાંમાં– દરેક પગલાં માટે 5 મિનિટ – પ્રાર્થના ચક્ર તમને પ્રાર્થના કરતાં શીખવે છે એવી 12 રીતો દ્વારા બાઇબલ માર્ગદર્શન આપે છે. અંતે તમારે એક કલાક સુધી પ્રાર્થના કરવાની છે.

prayer cycle

સ્તુતિ - ઈશ્વરની સ્તુતિ કરવા દ્વારા પ્રાર્થનાના સમયથી શરૂઆત કરો. અત્યારે તમારા મનમાં જે બાબતો છે તેને માટે ઈશ્વરની સ્તુતિ કરો. ઈશ્વરે પાછલા અઠવાડિયે તમારા જીવનમાં કરેલા ખાસ કાર્યો માટે ઈશ્વરની સ્તુતિ કરો. તમારા કુટુંબની ભલાઇ માટે ઈશ્વરની સ્તુતિ કરો.

વાટ જુઓ - ઈશ્વરની વાટ જુઓ. ચૂપ રહો અને ઈશ્વરને કેટલીક બાબતો તમને જણાવવા દો.

કબૂલાત કરો - પવિત્ર આત્માને વિનંતી કરો કે તમારા જીવનની એવી બાબતો તમને બતાવે, કે જે ઈશ્વરને નાખુશ કરે છે. પ્રભુને વિનંતી કરો કે તે તમને ખોટા વલણોબતાવે, અને તેની સાથે-સાથે એવા કાર્યો બતાવે જેને માટે તમે કબૂલાતની પ્રાર્થના હજુ સુધી કરી નથી. હવે પ્રભુ તમે તેનાથી શુદ્ધ થાઓ તે માટે પ્રભુની આગળ તેની કબૂલાત કરો.

વચનો વાંચો - ગીતશાસ્ત્ર કે પ્રબોધકોના પુસ્તકો વાંચવામાં સમય ગાળો, અથવા નવા કરારમાં પ્રાર્થનાને લગતા શાસ્ત્રભાગો વાંચો.

વિનંતી કરો - તમારા પોતાના માટે વિનંતી કરો.

મધ્યસ્થી - બીજાઓ માટે વિનંતી કરો.

વચન મુજબ પ્રાર્થના કરો - કેટલાક ચોક્કસ શાસ્ત્રભાગો મુજબ પ્રાર્થના કરો. વચન મુજબની પ્રાર્થનાઓ અને ગીતશાસ્ત્રમાં જણાવેલ પ્રાર્થનાઓ આ હેતુ માટે મદદરૂપ થાય છે.

આભાર માનો - તમારા જીવન માટે, તમારા કુટુંબ વતી અને તમારી મંડળી વતી ઈશ્વરનો આભાર માનો. 

ગાઓ - સ્તુતિ-આરાધનાના ગીતો ગાઓ, અથવા કોઇ આત્મિક ગીત કે ભજન ગાઓ.

મનન કરો - પ્રભુને વિનંતી કરો કે તે તમારી સાથે વાત કરે. ઈશ્વર તમને જે વાતો કહે છે તે લખવા માટે કાગળ અને પેન સાથે રાખો.

સાંભળો - તમે જે બાબતો વિશે વાંચ્યું છે, જેના માટે પ્રાર્થના કરી છે અને જેના વિષે ગીતો ગાયા છે તેને ભેગા કરવામાં સમય ગાળો, અને જુઓ કે ઈશ્વર કેવી રીતે તે સર્વને એકત્ર કરીને તમારી સાથે વાત કરે છે.

સ્તુતિ - ઈશ્વરની સાથે તમે જે સમય ગાળ્યો છે તેના માટે અને ઈશ્વરે તમારા મનમાં જે પ્રેરણાઓ મૂકી છે તેને માટે ઈશ્વરની સ્તુતિ કરો. પ્રભુના મહિમાવાન ગુણોને માટે તેમની સ્તુતિ કરો.

ડિકઇસ્ટમેનના પુસ્તક The Hour that Changes the World માંથી © 2002 ડિકઇસ્ટમેન દ્વારા લિખિત,Chosen Books, Grand Rapids, MI, અનુમતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ છે.

તમારી જાતને પૂછો

  • તમારા પ્રાર્થનાના સમયમાં વધારો કરવા માટે તમારે શું કરવું જ જોઇએ?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત