concept

જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે

આ પાનું શેર કરો

જ્ઞાન અને તાલીમ કરતાં વિશ્વાસુપણું આત્મિક પરિપક્વતાનું વધારે સારું માપ છે. આપણે શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરીએ છીએ ત્યારે આપણે યોગ્ય કાર્યો કરીએ છીએ તેની ખાતરી કરીએ. જો આપણે આજ્ઞાપાલન કરીશું અને બીજાઓ સાથે જે સાંભળ્યું છે તેને બીજાઓને જણાવીશું ત્યારે આપણે વિશ્વાસુ છીએ. જો આપણે સાંભળીએ છીએ પરંતુ આજ્ઞાપાલન કરવાનો કે બીજાઓને જણાવવાનો નકાર કરીએ છીએ તો આપણે અવિશ્વાસુ છીએ.

એવા બે વિચારો છે જે હાલના સમયની મંડળીમાં ઘણી સમસ્યાઓ ઉપજાવે છે.

પ્રથમ તો એ વિચાર છે કે કોઇ વ્યક્તિની આત્મિક પરિપક્વતા તેઓ ઈશ્વરનું વચન કેટલું જાણે છે તેની સાથે જોડાયેલી છે. તેઓ એવી રીતે કાર્ય કરે છે કે, જાણે સાચી માન્યતા – કે રૂઢિવાદ– કોઇ વ્યક્તિના વિશ્વાસનું સારું માપ છે.

બીજો વિચાર એ છે કે આગેવાની આપવાની સેવાની શરૂઆત કરતાં પહેલાં “સંપૂર્ણ તાલીમની” જરૂર છે. તેઓ એવી રીતે કાર્ય કરે છે, જાણે સંપૂર્ણ જ્ઞાન હોવું તે સેવા કરવા માટે કોઇ વ્યક્તિની યોગ્યતાનું સાચું માપ છે. પ્રથમ વિચાર સાથેની સમસ્યા તો એ છે કે –રૂઢિવાદ પર – કે “સાચી માન્યતા” પર આધાર રાખવો, કેમ કે શેતાન પોતે કોઇપણ મનુષ્ય કરતાં વધારે વચનો જાણે છે.

ઈશ્વરનું વચન કહે છે કે – તમે વિશ્વાસ કરો છો કે ઈશ્વર એક જ છે. તે સારું છે! પરંતુ અશુદ્ધ આત્માઓ પણ તે માને છે અને કાંપે છે. કોઇની આત્મિક પરિપક્વતાનું સારું માપ તો “સાચો મહાવરો” છે. આપણે જે જાણીએ છીએ તેના આધાર પર જ પરિપક્વતાનું માપ નક્કી કરવા કરતાં વિશ્વાસુપણાથી આજ્ઞાપાલન કરવાની અને બીજાઓને તે વાત જણાવવાની વધારે કાળજી રાખવી જોઇએ.

બીજા વિચાર સાથેની સમસ્યા એ છે કે – આગેવાની આપવા માટે કોઇએ સંપૂર્ણપણે તાલીમ લીધેલી હોવી જ જોઇએ, કેમ કે કોઇ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ તાલીમ લીધેલું હોતું નથી. ઈસુએ એવા જુવાન આગેવાનોને મોકલવાનો નમૂનો આપ્યો, જેમણે ઈશ્વરના રાજ્ય વિશે સૌથી મહત્વનું કાર્ય કરવા માટે ઘણી બાબતો શીખવાની જરૂર હતી. ઈશ્વરનું વચન કહે છે કે –ઈસુએ તેમના બાર પ્રેરિતોને પાસે બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ પર અને રોગો પર સંપૂર્ણ અધિકાર આપ્યો. પછી તેમણે તેમને ઈશ્વરના રાજ્યની વાત લોકોને કહેવા અને બીમારોને સાજાં કરવા માટે મોકલ્યા.

પિતરે ઈસુ જ તારનાર છે એવી માન્યતા જણાવી, જેને કદાચ આપણે વિશ્વાસનું પ્રથમ પગલું કહીએ, તે પહેલાં આ માણસોને મોકલવામાં આવ્યા હતા. અને ઈસુએ તેમને મોકલ્યા પછી પણ ઈસુએ પિતરને તેની ભૂલો માટે ઘણીવાર ઠપકો આપ્યો હતો, અને પછી પણ પિતરે ઈસુનો સંપૂર્ણપણે નકાર કર્યો હતો. બીજા શિષ્યોએ એવો વિવાદ કર્યો કે તેમનામાં સૌથી મોટું કોણ છે અને ભવિષ્યમાં ઈશ્વરના રાજ્યમાં તેમણે કઇ ભૂમિકા ભજવવાની છે.

તે બધાએ ઘણું બધું શીખવાનું હતું, પણ ઈસુએ તેઓ જે જાણતા હતા તે મુજબ તેમને કામ સોંપ્યું હતું. જ્ઞાન કરતાં –વિશ્વાસુપણું વધારે છે – જ્યારે કોઇ વ્યક્તિ ઈસુનું અનુસરણ કરવાની શરૂઆત કરે છે ત્યારે તેની શરૂઆત થઇ શકે છે.

પરિપક્વતા પ્રાપ્ત કરવામાં સમય જાય છે, પરંતુ વિશ્વાસુપણું શિષ્યના જીવનના ગમે તે અને દરેક સમયે પ્રદર્શિત થઇ શકે છે.

તમારી જાતને પૂછો

  • તમે અગાઉથી ઈશ્વરની જે આજ્ઞાઓને જાણો છો તેના વિશે વિચાર કરો. આજ્ઞાપાલનમાં અને તે બાબતો બીજાઓને જણાવવામાં તમે કેટલા “વિશ્વાસુ” છો?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત