concept

ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો

આ પાનું શેર કરો

દરેક શિષ્યએ રાજ્ય ક્યાં નથી તે જોવા માટે સુસજ્જ થવાની જરૂર છે. આપણી આસપાસ એવા ઘણા સ્થળો છે, જ્યાં જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થતી નથી. તે સ્થળોમાં એવા મોટા વિશાળ ગાબડાં છે જ્યાં સામાન્ય દૈનિક જીવનમાં ભંગીતતા,દુ:ખ,સતાવણી, પીડા અને મરણ છે. આપણે આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી ઈશ્વરના રાજ્યના કાર્યકર તરીકે એ ગાબડાને પૂરવાનું કાર્ય આપણે કરવાનું છે.

રાજ્ય ક્યાં નથી તે જોવા માટે આપણી આંખોને ખોલવા દ્વારા અને જે લોકોને આપણે ઓળખીએ છીએ અથવા તો ઓળખતા નથી એવા લોકો સુધી પહોંચવા દ્વારા આપણે શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરી શકીએ છીએ અને ઈશ્વરના રાજ્યની ઝડપથી અને સંખ્યાત્મક વૃદ્ધિ થાય છે.

આપણે પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા સંપૂર્ણ રીતે પૂરી થઇ રહી છે તેની અને હાલની ઉપસ્થિત પરિસ્થિતિ વચ્ચેના અંતરને જોવાની જરૂર છે. તે બે ક્ષેત્રોમાં કરવાની જરૂર છે:

ચાલુ સંબંધો

પ્રથમ ક્ષેત્ર તો ચાલુ સંબંધો છે. તેમાં આપણા મિત્રો, સાથી કાર્યકરો,સહાધ્યાયીઓ અને પડોશીઓનો સમાવેશ થાય છે. આ રીતે સુવાર્તા ઝડપથી ફેલાય છે. આ લોકો માટેની ચિંતા સામાન્ય છે. લૂક 16:19-31માં આપણે જોઇએ છીએ કે કેવી રીતે ધનવાન માણસ નરકમાં પીડા ભોગવતો હતો પરંતુ તેને તેના કુટુંબની ચિંતા હતી. ઈશ્વરે આ લોકોને આપણા જીવનમાં મૂક્યા છે, અને આપણે પ્રેમથી, ધીરજથી અને સાતત્યતા સાથે તે સંબંધોના સારા કારભારી બનવાની જરૂર છે.

તમે ખ્રિસ્તના અનુયાયીઓને તેઓ જે 100 વ્યક્તિઓને ઓળખે છે તેમની યાદી બનાવવાનું કહીને લોકોના આ જૂથ પ્રત્યે સવેદનશીલ બનાવી શકો છો. તેમને ઉત્તેજન આપો કે તેઓ આ લોકોને ત્રણ જૂથોમાં વિભાજીત કરે : જેઓ ખ્રિસ્તનું અનુસરણ કરે છે, જેઓ ખ્રિસ્તનું અનુસરણ કરતા નથી, અને જેમની આત્મિક સ્થિતિ અજ્ઞાત છે.

પછી તેઓ ઈસુખ્રિસ્તનું અનુસરણ કરનારા લોકોને વધારે ને વધારે વિશ્વાસુ બનવા માટે સુસજ્જ કરી શકે છે અને ઉત્તેજન આપી શકે છે. તેઓ જે લોકો હજુ સુધી ઈશ્વરના રાજ્યમાં ખ્રિસ્તને અનુસરતા નથી તેમને “શિષ્યો” બનાવવાની શરૂઆત કરી શકે છે.

ચાલુ સંબંધોની બહારના સંપર્કો અને સંબંધો

રાજ્ય ક્યાં નથી તે જોવાનું બીજું ક્ષેત્ર તો આપણા ચાલુ સંબંધો કે સંપર્કોની બહારના સંબંધો કે સંપર્કો છે. ઈસુએ તેમના શિષ્યોને આદેશ આપ્યો કે પૃથ્વી પરના દરેક લોકજૂથોને શિષ્યો બનાવો.

ઈસુએ તેમને એવો આદેશ આપ્યો કે તેઓ જ્યાં રહે છે ત્યાં અને તેની આસપાસના વિસ્તારોમાં, અને જેઓ તેમનાથી અલગ છે એવા લોકો મધ્યે જાઓ અને “પૃથ્વીના છેડા” સુધી જાઓ અને લોકોને શિષ્યો બનાવો. આ રીતે સુવાર્તા ઝડપથી ફેલાય છે. આ સ્વાભાવિક નહિ પણ અલૌકિક કાર્ય છે. આ આપણા જીવનોમાં પવિત્ર આત્માની ખાતરી છે.

ઈશ્વરના મનપસંદ હોય એવા લોકો છે. તેમને મનપસંદ હોય તેઓ તો છેલ્લા, નિમ્ન કક્ષાના અને ખોવાયેલા લોકો છે. તેથી આપણે ફક્ત આપણી નીકટના લોકોની જ નહિ, પરંતુ જેઓ પૃથ્વી પર આત્મિક અંધકારના ખૂણામાં રહેતા લોકોની પણ સેવા કરવા માટે આપણા સમયનું રોકાણ કરવાનું છે. ઈશ્વર ગર્વિષ્ઠોનો વિરોધ કરે છે પરંતુ નમ્ર પર કૃપા કરે છે. આપણે જેઓ નિરાશ છે તેમની સેવા કરવી જોઇએ. નિરાશ લોકો વધારે નમ્ર થાય છે.

આવા લોકોમાં જેઓ વિશ્વાસુ છે તેમને શોધવાની અને તેમની પાછળ આપણા સમયનું રોકાણ કરવાની જરૂર છે. યાદ રાખો કે વિશ્વાસુપણું તો ઈશ્વર જે પ્રગટ કરે છે તેને આધીન થવા દ્વારા અને બીજાઓને તે વાત જણાવવા દ્વારા પ્રદર્શિત થાય છે. આ લોકો ઈસુએ આપેલા દ્રષ્ટાંત મુજબ સારી ભોંય જેવા છે. તેઓ એવા લોકો છે, જેઓ 30,60 કે 100 ગણા ફળ ઉપજાવે છે. તેઓ ઈશ્વરના સંદેશનો નકાર કરનારા કઠણ હ્રદયના લોકો જેવા નથી. તેઓ સતાવણીના સમયે પાછા વળી જનારા લોકો જેવા નથી. તેઓ જગતની ચિંતાથી વિચલિત થનારા લોકો નથી. તેઓ તો ગેરાસીનનાપ્રદેશમાંના અશુદ્ધ આત્મા વળગેલા માણસ જેવા છે, જેણે ઈસુને આધીન થઇને અને ઈસુએ તેના માટે જે કર્યું હતું તે બીજાઓને જણાવીને ઈસુની સેવા પ્રત્યે સારો પ્રતિભાવ આપ્યો હતો તેના જેવા છે. તેને પરિણામે જ્યારે ઈસુ તે પ્રદેશમાં ફરી ગયા ત્યારે લોકોની ભીડ તેમને શોધતી આવી.

તમારી જાતને પૂછો

  • તમને કેવા વ્યક્તિઓને સુવાર્તા આપવાનું વધારે સરળ લાગે છે – જે લોકો અગાઉથી જાણતા હોય એવા લોકો કે જેઓને તમે હજુ સુધી મળ્યા નથી એવા લોકો?
    • શા માટે તમને એમ લાગે છે?
    • જેમની સાથે તમને ઓછી સરળતાનો અનુભવ થાય છે એવા લોકોને તમે વધારે સારી રીતે સુવાર્તા કેવી રીતે આપી શકશો?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત