શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
શિષ્ય અને મંડળી વિશેની સરળ વ્યાખ્યા હોવી જરૂરી છે, જેથી આપણે જાણીએ કે ખ્રિસ્તમાં આપણે કોણ છીએ અને ખ્રિસ્તમાં બીજા લોકો સાથે કેવો સંબંધ રાખવાની અપેક્ષા રાખવી જોઇએ.
શિષ્ય શું છે?
શિષ્ય શબ્દનો અર્થ છે અનુયાયી. શિષ્ય ઈશ્વરનો અનુયાયી છે. ઈસુએ કહ્યું કે, “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.” તેથી ઈશ્વરના રાજ્યમાં ઈસુ આપણા રાજા છે. આપણે તેમના નાગરીકો છીએ અને તેમની ઇચ્છાને આધીન છીએ. તેમની ઇચ્છાઓ, હેતુઓ, ઇરાદાઓ, અગ્રિમતાઓ અને મૂલ્યો સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છે. તેમનું વચન આપણો કાયદો છે. રાજ્યનો કાયદો શું છે? ઈસુએ તેમના લોકોને શું કરવાનું કહ્યું છે? ઈસુએ શીખવવું છે કે જૂના કરારમાંની ઈશ્વરની આજ્ઞાઓ, જેમ કે,નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાસં બે આજ્ઞાઓમાં રહેલો છે: એટલે કે ઈશ્વરને અને લોકોને પ્રેમ કરવો. ઈસુએ આપણને શિષ્યો બનાવવાની અને ઈસુએ જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું શીખવવાની પણ આજ્ઞા આપી છે. શિષ્યો બનાવવામાં ઈસુએ જે જે આજ્ઞાઓ કરી તે સર્વ પાળવાનું શીખવવાનો સમાવેશ થાય છે, તેથી નવા કરારનો સારાંશ આ એક વાતમાં કરી શકાય કે: શિષ્યો બનાવો. તેથી, શિષ્ય ઈસુનો એવો અનુયાયી છે, જે ઈશ્વરને પ્રેમ કરે છે, લોકોને પ્રેમ કરે છે, તથા શિષ્યો બનાવે છે.
મંડળી શું છે?
તમે કદાચ મંડળીને એક ઇમારતની જેમ વિચારતા હશો – એવું સ્થાન જ્યાં તમે જઇ શકો. પરંતુ ઈશ્વરનું વચન મંડળીને એકત્રીકરણ કહે છે – એટલે કે લોકોનો એક સમુદાય. “મંડળી” શબ્દ બાઇબલમાં ત્રણ અલગ-અલગ રીતે ઉપયોગમાં લેવાયો છે:
- વૈશ્વિક મંડળી – એટલે કે ભૂતકાળના,વર્તમાનકાળના અને ભવિષ્યમાં થનારા ઈસુના અનુયાયીઓ
- નગર કે પ્રાદેશિક મંડળી – વિશ્વના કોઇ ચોક્કસ વિસ્તારમાં રહેતા અને ઈસુનું અનુસરણ કરતા લોકો
- ઘરની મંડળી –ઈસુનું અનુસરણ કરતા બધા જ લોકો, અને જ્યાં તેઓમાંથી એક અથવા વધારે લોકો રહે છે ત્યાં એકઠા મળે છે તે સ્થાન
સરળ મંડળીઓ તો એવા આત્મિક કુટુંબો છે, જેના કેન્દ્રસ્થાને અને જેના રાજા તરીકે ઈસુ છે. તેઓ એવા આત્મિક કુટુંબો છે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, બીજા લોકોને પ્રેમ કરે છે અને શિષ્યો બનાવે છે. જ્યારે આવી સરળ મંડળીઓના લોકજૂથો કંઇક મોટું કાર્ય કરવા માટે એકઠા થાય છે ત્યારે તેઓ એક નગર કે પ્રાદેશિક મંડળીનું નિર્માણ કરે છે. વૈશ્વિક મંડળી તો વિવિધ પ્રાદેશિક મંડળીઓનું એકત્રીકરણ છે, જે એકસાથે પ્રદેશોમાં અને ઇતિહાસમાં ફેલાયેલી છે.
તમારી જાતને પૂછો
- જ્યારે તમે મંડળી વિશે વિચાર કરો છો ત્યારે તમારા મનમાં કેવો વિચાર આવે છે?
- તે ચિત્રમાં અને “સરળ મંડળીઓ” વિશેના વિડિયોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં શો તફાવત છે?
- તમારી દ્રષ્ટિમાં તેમાંથી કઇ મંડળીની ગુણાત્મક વૃદ્ધિ કરવી સરળ રહેશે? શા માટે?
આજે જ ઝુમ તાલીમ શરૂ કરો
આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.
મફત રજીસ્ટેશન મુક્ત