tool

પ્રશિક્ષણની તપાસયાદી

આ પાનું શેર કરો

પ્રશિક્ષણની તપાસયાદી એક એવું સરળ સાધન છે, જેનો ઉપયોગ તમે પૂર્ણ રીતે સુસજ્જ શિષ્ય બનવાના વિવિધ ભાગોમાં મદદરૂપ થતી વખતે કરી શકો છો. તાલીમનું ચક્ર અથવા૧૦૦ વ્યક્તિઓની યાદી સાથેનું સંબંધાત્મક કારભારીપણું જેવી ઝૂમ તાલીમ દરમ્યાન શીખવવામાં આવતા વિવિધ સિદ્ધાંતોના પ્રશિક્ષણની યાદીનું એક ઉદાહરણ નીચે આપેલ છે. જ્યારે તમે ઈસુના અનુયાયીઓનો ઈશ્વરના કુટુંબમાં આગેવાનો બનવા માટે વિકાસ કરશો ત્યારે પ્રશિક્ષણની યાદી તમને ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ થશે. આ યાદી તમને આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે મદદરૂપ થશે: બીજા વ્યક્તિઓમાં તમે કઇ આવડતોનો વિકાસ થતો જોઇ રહ્યા છો? કયા ક્ષેત્રોમાં હજુ પણ વિકાસની જરૂર છે?

પ્રશિક્ષણની યાદી તો એક એવું સામર્થી સાધન છે જેનો ઉપયોગ ગુણાત્મક વૃદ્ધિ કરતા શિષ્યો બનાવવાની વાતમાં તમારા પોતાના બળ અને સંવેદન શીલતાઓનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે કરી શકો છો. બીજાઓને મદદ કરવા માટે પણ તે એક સામર્થી સાધન છે, બીજા લોકો તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. નીચે આપેલ લિંક પરથી પ્રશિક્ષણની યાદી ડાઉનલોડ કરો અને આ (5 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં) સ્વ-મૂલ્યાંકન કરો:

Coaching Checklist

  1. તપાસયાદીમાં ડાબી બાજુ પર આપેલ ખાનામાં આપેલ શિષ્યપણાની તાલીમના સાધન વિશે વાંચો.
  2. તાલીમના આ દરેક સાધનો પર નીચે જણાવેલ પદ્ધતિ મુજબ નિશાની કરો:
    • જો તમે તે સાધનથી અજાણ છો અને તેને સમજતા નથી તો – કાળા રંગનું ખાનું તપાસો
    • જો તમે થોડું જાણો છો, પણ હજુ સુધી તે સાધન વિશે તમને ખાતરી નથી તો – લાલ રંગનું ખાનું તપાસો
    • જો તમે સમજ્યા છો અને સાધનની મૂળભૂત બાબતોની તાલીમ આપી શકો છો તો – પીળા રંગનું ખાનું તપાસો
    • જો તમને આત્મવિશ્વાસ છે અને સાધનની અસરકારક તાલીમ આપી શકો છો તો – લીલા રંગનું ખાનું તપાસો.

તમારી જાતને પૂછો

  • તમને તાલીમના કયા સાધનો વિશે એમ લાગે છે કે તમે તેની સારી રીતે તાલીમ આપી શકશો?
    • કયા સાધનથી તમને પ્રશિક્ષક તરીકે નિર્બળતાનો અનુભવ કરાવ્યો?
    • શું તાલીમના એવા કોઇ સાધનો છે જેનો તમે તમારી તપાસયાદીમાં ઉમેરો કે બાદબાકી કરી શકો? શા માટે?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત