બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય
બાપ્તિસ્મા આપણા નવા જીવનનું ચિત્ર છે, જે ઈસુના રૂપમાં ભીંજાયેલું છે અને ઈશ્વરની આધીનતામાં રૂપાંતરિત છે. આ ચિત્ર તો જેમ ઈસુ આપણા પાપોને લીધે મરણ પામ્યા તેમ આપણા પાપ પ્રત્યે આપણા મરણનું ચિત્ર છે, આ ચિત્ર તો જેમ ઈસુને દફનાવવામાં આવ્યા તેમ આપણા જૂના માણસપણા પ્રત્યે આપણા દફનનું ચિત્ર છે. આ ચિત્ર તો જેમ ઈસુ પુનરુત્થાન પામ્યા અને આજે પણ જીવે છે તેમ ખ્રિસ્તમાં આપણા નવા જીવનનું ચિત્ર છે. ઈસુએ કહ્યું કે – “જાઓ, અને સઘળા દેશોના લોકોને શિષ્યો બનાવો, બાપ, દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.” બાપ્તિસ્મા– અથવા તો ગ્રીક ભાષાના બેપ્ટિઝો શબ્દનો અર્થ છે –ભીંજવું અથવા ડૂબી જવું – જેમ તમે કોઇ વસ્ત્રને રંગ કરો છો અને તે વસ્ત્ર એ રંગને શોષી લે છે અને તેમાંથી તેને બહાર કાઢવામાં આવે ત્યારે તેનો રંગ બદલાઇ ગયો હોય છે.
કેવી રીતે બાપ્તિસ્મા આપી શકાય
જો તમે અગાઉ ક્યારેય કોઇને બાપ્તિસ્મા આપ્યું નથી તો તે તમને ગભરાવનારું કૃત્ય લાગી શકે, પરંતુ વાસ્તવમાં એમ નથી. અહીં કેટલાક સરળ પગલાં આપેલાં છે :
- કોઇ એવી જગ્યા શોધો, જેમાં નવો શિષ્ય પૂરી રીતે ભીંજાઇ શકે એટલું પાણી હોય. તે તળાવ, નદી, કે સમુદ્ર હોઇ શકે છે. તે બાથટબ કે પાણીની ટાંકી કે પાણી ભરેલું કોઇ સ્થાન હોઇ શકે છે.
- શિષ્ય તેમના હાથથી તમારો એક હાથ પકડે અને બીજા હાથથી તેમની પીઠને ટેકો આપો.
- તેઓ તેમના નિર્ણયને પૂરી રીતે સમજ્યા છે કે નહિ તેની ખાતરી કરવા માટે બે પ્રશ્નો પૂછો. “શું તમે તમારા જીવનના પ્રભુ અને તારનાર તરીકે ઈસુખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે?” “શું તમે તમારા જીવનભર ઈસુને તમારા જીવનના રાજા તરીકે આધીન થશો અને તેમની સેવા કરશો?”
- જો તેઓ બંને પ્રશ્નના ઉત્તર આપે કે “હા” તો એમ કહો કે : “તમે પ્રભુ ઈસુ પરના તમારા વિશ્વાસની કબૂલાત કરી છે તેથી હું તમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે બાપ્તિસ્માઆપું છું.”
- તેમને પાણીમાં નીચે જવા માટે મદદ કરો, સંપૂર્ણપણે તેઓને ભીંજવો અને પછી પાણીની બહાર કાઢો.
અભિનંદન! તમે ઈસુના એક નવા અનુયાયીને બાપ્તિસ્મા આપ્યું છે – એટલે કે સ્વર્ગના એક નવા નાગરીકને– જીવંત ઈશ્વરના નવા બાળકને બાપ્તિસ્મા આપ્યું છે. આ ઉજવણીનો સમય છે!
તમારી જાતને પૂછો
- શું તમારું બાપ્તિસ્મા થયું છે? જો ના, તો તમે કોઇ વિશ્વાસી વ્યક્તિને વાત કરી શકો છો, અને આજ્ઞાપાલનનું આ બીજું પગલું ભરી શકો છો.
- શું તમે કોઇને બાપ્તિસ્મા આપ્યું છે?
- શું તમે એવો વિચાર પણ કર્યો છે?
- જો મહાન આદેશ ઈસુના દરેક અનુયાયીને માટે છે, તો શું તેનો અર્થ એ થાય છે કે દરેક અનુયાયીએ બીજાઓને બાપ્તિસ્મા આપવાનું છે? શા માટે? અથવા તો શા માટે નહિ?
આજે જ ઝુમ તાલીમ શરૂ કરો
આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.
મફત રજીસ્ટેશન મુક્ત