tool

જવાબદાર જૂથો

આ પાનું શેર કરો

ઈસુનો દરેક અનુયાયી જવાબદાર ઠરશે, તેથી ઈસુના દરેક અનુયાયીએ બીજા લોકો સાથે જવાબદારીનો મહાવરો કરવો જોઇએ. ઈસુએ જવાબદારીની ઘણી વાતો જણાવી હતી અને આપણે જે કંઇ કરીએ છીએ કે કહીએ છીએ તેને માટે આપણને કેવી રીતે જવાબદાર ઠરાવવામાં આવશે તેના વિશેના ઘણા સત્યો કહ્યાં છે. તેથી જવાબદાર જૂથો તો સત્ય અને પ્રેમમાં ચાલનારા ભાઇઓ અને બહેનોની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. જવાબદાર જૂથો તો એક જ જાતિ (લિંગના) બે કે ત્રણ લોકોનું બનેલું હોય છે – પુરુષો પુરુષોની સાથે, સ્ત્રીઓ સ્ત્રીઓની સાથે – તેઓ અઠવાડિયે એકવાર એવા પ્રશ્નોની ચર્ચા કરવા માટે એકઠા મળે છે, જે તેમને એ વાતો જણાવે છે કે ક્યાં બધું સારી રીતે થઇ રહ્યું છે અને ક્યાં સુધારાની જરૂર છે. જો તેઓ મોઢામોઢ ન મળી શકે તો તેઓ ફોનથી પણ મળી શકે છે.

જવાબદારીને લગતા પ્રશ્નો – યાદી 1

  1. પ્રાર્થના કરો કે આપણે ઈસુ જેવા બનીએ.
  2. તમે કેમ છો? તમારું પ્રાર્થનામય જીવન કેવું છે?
  3. શું તમારે કોઇ પાપની કબૂલાત કરવાની જરૂર છે? [સંબંધને લગતું, જાતિયતા, નાણા, અભિમાન, પ્રામાણિકતા, અધિકારીઓને આધીન થવાની કે બીજી કોઇ બાબતને લગતું પાપ]
  4. ઈશ્વરે તમને છેલ્લીવાર જે કહ્યું હતું તેનું તમે પાલન કર્યું છે? તેની વિગતો જણાવો.
  5. શું તમે આ અઠવાડિયે તમારા સંબંધોની યાદીમાં જે “અવિશ્વાસીઓ” છે તેમના માટે પ્રાર્થના કરી? શું તમને તેમાંના કોઇપણ વ્યક્તિને ઈસુની વાત જણાવવાની તક મળી હતી? તેની વિગતો જણાવો.
  6. શું આ અઠવાડિયે તમે કોઇ કલમ મુખપાઠ કરી? તેનો સંદર્ભ આપો.
  7. શું આ અઠવાડિયે તમે ઓછામાં ઓછા 25 અધ્યાયો વાંચ્યા?
  8. આ અઠવાડિયે પોતાના વચનમાંથી ઈશ્વરે તમને શું કહ્યું?
  9. તેના વિશે તમે ચોક્કસપણે શું કરવાના છો?
  10. શું આ અઠવાડિયે તમે તમારા 3/3 જૂથમાં એકઠા મળ્યા? તે સમય કેવો રહ્યો?
  11. શું તમે આ અઠવાડિયે કોઇને 3/3 જૂથનો નમૂનો આપ્યો કે નવું 3/3 જૂથ શરુ કરવામાં મદદ કરી? તેની વિગતો જણાવો. 
  12. ખ્રિસ્ત સાથેના મારા સંબંધમાં તમને કોઇ અડચણ દેખાય છે?
  13. શું આ અઠવાડિયે તમને સુવાર્તા જણાવવાની તક મળી? તેની વિગતો જણાવો.
  14. અત્યારે જ 1-3 મિનિટની સાક્ષીઓ અને સુવાર્તાનો મહાવરો કરો.
  15. આવતા અઠવાડિયે તમે કોને તમારા જૂથમાં આમંત્રણ આપશો? જો જૂથ ચાર કે તેથી વધુ વ્યક્તિઓનું હોય તો તેની ગુણાત્મક વૃદ્ધિ કરો.
  16. જે જણાવવામાં આવ્યું છે તે વિશે પ્રાર્થના કરીને સમાપન કરો.

 

જવાબદારીને લગતા પ્રશ્નો – યાદી 2

  1. ગયા અઠવાડિયે તમે જે વાંચન કર્યું તેમાંથી તમને જે આંતરસૂઝ પ્રાપ્ત થઇ તેણે તમારી વિચાર કરવાની અને જીવન જીવવાની રીતને કેવી રીતે આકાર આપ્યો છે?
  2. ગયા અઠવાડિયે તમને જે આંતરસૂઝ પ્રાપ્ત થઇ તેને તમે કોને જણાવી અને તેમણે તેને કેવી રીતે પ્રાપ્ત કરી?
  3. તમે ઈશ્વરને કેવી રીતે કામ કરતા જોયા?
  4. શું આ અઠવાડિયે તમે તમારા શબ્દો અને કાર્યો દ્વારા ઈસુ ખ્રિસ્તની મહાનતાના સાક્ષી બન્યા છો?
  5. શું તમે જાતિય આકર્ષણ ઉપજાવે એવી સામગ્રી જોઇ છે અથવા તો જાતિય રીતે અયોગ્ય હોય એવા વિચાર તમારા મનમાં આવવા દીધા છે?
  6. શું તમે તમારા નાણાંના ઉપયોગમાં ઈશ્વરના માલિકી પણાને સ્વીકાર્યું છે?
  7. શું તમે કોઇ વસ્તુનો લોભ કર્યો છે?
  8. શું તમે કોઇની પ્રતિષ્ઠાને કે લાગણીઓને તમારા શબ્દોથી ઠેસ પહોંચાડી છે?
  9. શું તમે શબ્દો કે કાર્યોમાં અપ્રામાણિક બન્યા છો અથવા અતિશયોક્તિ કરી છે?
  10. શું તમે આળસુ કે અનુશાસનહિન વર્તન કર્યું છે?
  11. શું તમે વસ્ત્રો, મિત્રો, કાર્ય કે સંપત્તિના ગુલામ બન્યા છો?
  12. શું તમે કોઇને માફ કરવામાં નિષ્ફળ ગયા છો?
  13. તમે કંઇ ચિંતાઓ કે વ્યથાઓનો સામનો કરી રહ્યા છો? શું તમે ફરિયાદ કરી છે કે બડબડાટ કર્યો છે?
  14. શું તમે આભારી અંત:કરણ જાળવી રાખ્યું છે?
  15. શું તમે તમારા મહત્વના સંબંધોમાં સન્માન જાળવ્યું છે, સમજણ રાખી છે અને ઉદાર રહ્યા છો?
  16. તમે વિચાર, વાણી અને કાર્યને લગતા કયા પરીક્ષણોનો સામનો કર્યો છે, અને તેનો તમે કેવો પ્રતિભાવ આપ્યો છે?
  17. શું તમે બીજાઓની સેવા કરવાની અને તેમના માટે આશીર્વાદરૂપ થવાની તકો લીધી છે? ખાસ કરીને વિશ્વાસીઓ માટે?
  18. શું તમે ચોક્કસ પ્રાર્થનાના ઉત્તરો જોયા છે?
  19. શું તમે અઠવાડિયાનું વાંચન પૂરું કર્યું છે?

તમારી જાતને પૂછો

  • હું નિયમિતપણે કોને મળીને આ મુદ્દાઓ સાથે જોડાઇ શકું? પ્રભુ તેમના નામ તમને જણાવે તે માટે પ્રાર્થના કરો.
    • તમારી વ્યક્તિગત પવિત્રતા સાથે આવા પ્રકારના ઇરાદાઓથી તમને શું દૂર રાખે છે?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત