tool

3/3/ જૂથની સભાનો નમૂનો

આ પાનું શેર કરો

3/3 જૂથ (જેને “ત્રણ તૃત્યાંશ” કહેવામાં આવે છે) તે એવું જૂથ છે જે તેના સમયને ત્રણ સરખા ભાગમાં વહેંચે છે. તેનું બંધારણ ઈશ્વરે ભવિષ્યમાં આપેલી દોરવણીને વિશ્વાસુ રહેવા પર, સાથે મળીને ઈશ્વરનું સાંભળવા પર અને નજીકના ભવિષ્ય માટે ઈશ્વરે આપેલી દરેક દોરવણીને આધીન થવાની યોજના ધ્યાન આપે છે.

આ 3/3 ના નમૂનાનો ઉપયોગ સામાન્ય મંડળી (કે ઘરની મંડળી),આગેવાનીનું જૂથ કે સાથી કર્મચારીઓને માર્ગદર્શન આપતા જૂથમાં કરી શકાય છે. 

તે આ રીતે કાર્ય કરે છે:

  • ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરો – જૂથનો પ્રથમ ત્રીજો ભાગ તેમણે એકઠા મળવાની શરૂઆત કરી ત્યારથી શું થયું છે તે જોવા માટે ગાળવામાં આવે છે.
  • ઈશ્વર તરફ જુઓ – મધ્યનો ત્રીજો ભાગ વચન, ચર્ચા અને પ્રાર્થના દ્વારા ઈશ્વરના જ્ઞાન અને દોરવણી તરફ જોવા માટે ગાળવામાં આવે છે.
  • આગળ જુઓ – જૂથના સમયનો છેલ્લો ત્રીજો ભાગ આગળ જોવા માટે ગાળવામાં આવે છે, એટલે કે કેવી રીતે તેઓ જે શીખ્યા છે તેને લાગુ કરશે અને આજ્ઞાપાલન કરશે.

3/3 જૂથની રૂપરેખા 

ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરો [તમારા સમયનો 1/3 ભાગ]

કાળજી અને પ્રાર્થના : થોડો સમય લો અને દરેક વ્યક્તિ જે બાબત માટે આભારી છે તેના વિશે જણાવે. ત્યારબાદ દરેક વ્યક્તિ તેઓ જે સંઘર્ષ કરી રહ્યા છે તેના વિષે જણાવે. ત્યારબાદ તેમની જમણી બાજુએ બેઠેલી વ્યક્તિ તેમના માટે પ્રાર્થના કરાવે. જો કોઇ વ્યક્તિ એવી કોઇ બાબત વિશે સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે, તો તે વ્યક્તિની વધારે કાળજી લો.

દર્શન: સાથે મળીને ગીતો ગાઓ અને ઈશ્વરને અને બીજાઓને પ્રેમ કરવા વિશેના, બીજા લોકોને ઈસુની વાત કહેવા વિશેના, નવા જૂથો શરૂ કરવા વિશેના અને બીજાઓને પણ એમ જ કરવામાં મદદરૂપ થવા વિશેના ગીતો ગાઓ. આ વિષયો જણાવતા બાઇબલના શાસ્ત્રભાગો પણ જણાવી શકો છો. તપાસ કરો : દરેક વ્યક્તિએ આગલા અઠવાડિયે જે સમર્પણો લખ્યા હતા તે મુજબ કેવું કાર્ય કર્યું તેની તપાસ કરો:

  • તમે જે શીખ્યા છો તેને તમે કેવી રીતે આધીન થયા છો?
  • તમે જે શીખ્યા છો તે દ્વારા તમે કોને તાલીમ આપી છે?
  • તમે તમારી કે ઈશ્વરની વાત કોને જણાવી છે?

જો તેઓ કોઇ સમર્પણ મુજબ કાર્ય કરવાનું ભૂલી ગયા છે અથવા તો તેમ કરવાની તક મળી નથી, તો તે આગલા અ‍ઠવાડિયાના સમર્પણોને આ અઠવાડિયાના સમર્પણો સાથે જોડી દેવા જોઇએ. જો કોઇ વ્યક્તિ તેમણે ઈશ્વરને સ્પષ્ટ રીતે જે કહેતા સાંભળ્યાં છે તેને આધીન થવાનો નકાર કરે છે તો તેને મંડળીની શિસ્તનો પ્રશ્ન ગણવો જોઇએ.

 

ઈશ્વર તરફ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ] 

પ્રાર્થના કરો: ઈશ્વર સાથે સામાન્ય રીતે અને ટૂંકમાં વાત કરો. ઈશ્વરને વિનંતી કરો કે તે તમને આ શાસ્ત્રભાગ શીખવે.

વાંચો અને ચર્ચા કરો: આ અઠવાડિયાનો શાસ્ત્રભાગ વાંચો. નીચેના પ્રશ્નોની ચર્ચા કરો:

  • આ શાસ્ત્રભાગમાં તમને શું ગમ્યું?
  • આ શાસ્ત્રભાગને સમજવામાં તમને કઇ વાત પડકારજનક કે કઠણ લાગી?

 

ફરીથી આ અઠવાડિયાનો શાસ્ત્રભાગ વાંચો.

  • આ શાસ્ત્રભાગ માંથી આપણે લોકો વિશે શું શીખી શકીએ?
  • આ શાસ્ત્રભાગ માંથી આપણે ઈશ્વર વિશે શું શીખી શકીએ?

 

આગળ જુઓ [તમારા સમયનો 1/3 ભાગ]

આધીન થાઓ. તાલીમ આપો. બીજાઓને જણાવો.: ઓછામાં ઓછી પાંચ મિનિટનો સમય શાંત પ્રાર્થનામાં ગાળો. જૂથના દરેક વ્યક્તિ પ્રાર્થના કરે કે પવિત્ર આત્મા તેમને આ પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે આપવા તે બતાવે, અને ત્યારબાદ તેઓ સમર્પણ કરે. દરેકે નીચે તેમના સમર્પણો લખવાના છે, જેથી તેઓ જ્ઞાન સાથે લોકો માટે પ્રાર્થના કરી શકે અને પોતાની જાતને તેના માટે જવાબદાર ઠેરવે. એવું બની શકે છે કે દર અઠવાડિયાના દરેક પ્રશ્નોની સાથે સુસંગત હોય એવું ન પણ સાંભળે. તેમણે એ નોંધ કરવી જોઇએ કે જો તેઓ એવો પ્રતિભાવ આપે છે કે તેમણે ઈશ્વરનું સાંભળ્યું છે કે નહિ તે વિશે તેમને ખાતરી નથી, પરંતુ તેમને એમ લાગે છે કે આ વિચાર સારો છે, તો તેમણે તેનો યોગ્ય પ્રતિભાવ આપવો જોઇએ, કેમ કે આવા કિસ્સામાં જવાબદારીનું મૂલ્યાંકન અલગ સ્તરે કરવામાં આવશે.

  • હું આ શાસ્ત્રભાગને કેવી રીતે લાગુ કરીશ કે આધીન થઇશ?
  • હું આ શાસ્ત્રભાગ વિશે કોને તાલીમ આપીશ અથવા જણાવીશ?
  • આ અઠવાડિયે ઈશ્વર કોને મારી વાત [સાક્ષી] કે ઈશ્વરની વાત જણાવું એવી ઇચ્છા રાખે છે?

મહાવરો કરો : બે કે ત્રણ વ્યક્તિના જૂથમાં તમે 5,6, કે 7 પ્રશ્ન વિશે જે સમર્પણ કર્યું છે તેનો મહાવરો કરો. ઉદાહરણ તરીકે મુશ્કેલ વાતચીત કે પરિક્ષણનો સામનો કરતા હોય એવી ભૂમિકા ભજવો; આજના સંદેશાનું શિક્ષણ આપવાનો મહાવરો કરો, અથવા સુવાર્તા આપવાનો મહાવરો કરો. 

ઈશ્વર સાથે વાત કરો: બે કે ત્રણના જૂથમાં દરેક સભ્ય માટે વ્યક્તિગત પ્રાર્થના કરો. આ અઠવાડિયે જે લોકો ઈસુ વિશે સાંભળશે તે દરેકના હ્રદયોને પ્રભુ તૈયાર કરે તે માટે પ્રાર્થના કરો. પ્રભુ તમને તમારા સમર્પણોને આધીન થવાનું જ્ઞાન તથા બળ આપે તે માટે પ્રાર્થના કરો. જૂથની સભાની આ સમિક્ષા છે.

તમારી જાતને પૂછો

  • શું તમે 3/3 જૂથ, બાઇબલ અભ્યાસ કે ભૂતકાળમાં તમે જે નાના જૂથના ભાગ હતા (અથવા તેના વિશે વાંચ્યું હતું) તેની વચ્ચે કોઇ તફાવતોને નોંધ્યા? જો હા, તો કેવી રીતે તે તફાવતો જૂથને અસર કરશે?
    • શું 3/3 જૂથ સામાન્ય મંડળીમાં શક્ય બની શકે? શા માટે અથવા શા માટે નહિ?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત